GU/Prabhupada 0078 - ફક્ત શ્રદ્ધાથી તમે શ્રવણ કરો



Lecture on SB 1.2.16 -- Los Angeles, August 19, 1972

તો સુશ્રુષો: શ્રદ્ધધાનસ્ય વાસુદેવ કથા રૂચી: પહેલાના શ્લોકમાં સમજાવવામાં આવેલું છે, કે યદ અનુધ્યાસીના યુક્તા: (શ્રી.ભા. ૧.૨.૧૫). વ્યક્તિએ હમેશા સ્મરણ કરવું જોઈએ. આ તલવાર છે. તમારે કૃષ્ણ ભાવનામૃતની આ તલવાર લેવી જોઈએ. ત્યારે તમે મુક્ત થઇ જશો. ગાંઠ આ તલવાર દ્વારા કાપવામાં આવે છે. તો... હવે કેવી રીતે આપણને આ તલવાર મળશે? તે વિધિને અહી બતાવવામાં આવેલી છે...બસ તમે શ્રદ્ધાથી, સાંભળવાનો પ્રયત્ન કરો. તમને તલવાર મળી જશે. બસ. વાસ્તવમાં, આપણું આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન ફેલાઈ રહ્યું છે. આપણને આ તલવાર મળી રહી છે એક પછી એક, ફક્ત સાંભળવાથી. મે આ આંદોલનને ન્યુ યોર્કમાં શરુ કર્યું હતું. તમે બધા જાણો છો. વાસ્તવમાં મારી પાસે કોઈ તલવાર ન હતી. જેમ કે કોઈ ધર્મો માં, તેઓ ધાર્મિક ગ્રંથો એક હાથમાં લે છે અને બીજા હાથમાં, તલવાર: "તમે આ શાસ્ત્રનો સ્વીકાર કરો; અન્યથા, હું તમારું માથું કાપી નાખીશ." તે પણ બીજા પ્રકારનો પ્રચાર છે. પણ મારી પાસે એક તલવાર હતી, તે પ્રકારની તલવાર નહીં. આ તલવાર - લોકોને સંભાળવાનો તક આપવી. બસ.

વાસુદેવ કથા રૂચી. જેવી તેને રૂચી થશે... રૂચી. રૂચી એટલે કે રસ... "આહ, અહી કૃષ્ણ કથા છે, ખુબજ સરસ. મને સાંભળવા દો." આટલું કરવાથી તમને તરતજ તલવાર મળી જાય છે. આ તલવાર તમારા હાથમાં છે. વાસુદેવ કથા રૂચી. પણ આ રૂચી કોને મળે છે? આ રસ? કારણકે, જેમ મેં પેહલા પણ કેટલી વાર સમજાવ્યું છે, આ રસ, શેરડીની જેમ. દરેકને ખબર છે કે તે ખુબજ મીઠી છે, પણ જો તમે તેને એક કમળાગ્રસ્ત વ્યક્તિને આપશો, તેને તે કડવી લાગશે. દરેકને ખબર છે કે શેરડી મીઠી છે, પણ આ કમળાગ્રસ્ત તે વ્યક્તિને, તે શેરડી ખુબજ કડવી લાગશે. દરેક તે જાણે છે. તે હકીકત છે.

તો રૂચી, વાસુદેવ કથા, કૃષ્ણ કથાને સાંભળવા માટે રસ, આ ભૌતિક રોગથી ગ્રસ્ત વ્યક્તિ તેને ચાખી નથી શકતો. આ રૂચી, રસ. આ રૂચીને મેળવવા માટે થોડા પ્રાથમિક કાર્યો છે. શું છે? પેહલી વાત છે મહિમાનું ગાન કરવું: "ઓહ, તે ખુબ સરસ છે." આદો શ્રદ્ધા, શ્રદ્ધધાના. તો આ શ્રદ્ધા, મહિમાને માણવી, તે પ્રારંભ છે. પછી સાધુસંગ (ચૈ.ચ. મધ્ય ૨૨.૮૩). પછી તેનું મિશ્રણ કરવું: "ઠીક છે, આ લોકો, કૃષ્ણકીર્તન કરે છે અને કથા કરી રહ્યા છે. મને જવા દો અને બેસવા દો અને વધારે સાંભળવા દો." આને સાધુસંગ કેહવાય છે. જે ભક્ત છે, તેમનો સંગ કરવો. આ બીજુ સ્તર છે. ત્રીજુ સ્તર છે ભજનક્રિયા. જ્યારે વ્યક્તિ સારી રીતે સંગ લે છે, ત્યારે તેને લાગશે, "કેમ એક શિષ્ય ના બનું?" તો અમને વિનંતીપત્ર મળે છે, "પ્રભુપાદ, કૃપા કરીને મને તમારા શિષ્યરૂપે સ્વીકાર કરો." આ ભજનક્રિયાની શરૂઆત છે. ભજનક્રિયા એટલે કે ભગવાનની સેવામાં લાગવું. આ ત્રીજુ સ્તર છે.