GU/Prabhupada 0084 - બસ કૃષ્ણના ભક્ત બનો



Lecture on BG 2.22 -- Hyderabad, November 26, 1972

તેથી આપણો પ્રચાર છે કૃષ્ણ પાસે થી જ્ઞાન મેળવવું, પૂર્ણ વ્યક્તિ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. આપણે શાસ્ત્રોને સ્વીકારીએ છીએ, મતલબ તે કે જે બદલાય નહીં. તેમાં કોઈ ભૂલ નથી. જેમ કે જયારે હું ગાયના રહેઠાણ નજીકથી ચાલતો હતો, ત્યાં ગાયના છાણના ઢગલાઓ હતા. તેથી હું મારા શિષ્યોને સમજાવતો હતો કે, જો પશુ, મારો મતલબ, માણસના મળનો અહીં ઢગલો કરવામાં આવે, અહીં કોઈ નહીં આવે. અહીં કોઈ નહીં આવે. પરંતુ ગાયનું છાણ, ત્યાં ઘણાં બધા ગાયના છાણના ઢગલા છે, છતાં પણ, આપણને ત્યાથી પસાર થતા આનંદ આવે છે. અને વેદોમાં એવું કહેવાયું છે, ”ગાયનું છાણ પવિત્ર છે.” આ શાસ્ત્ર છે. જો તમે દલીલ કરો, ”તે કેવી રીતે છે? તે તો પશુનું મળ છે.” પરંતુ વેદો, તેઓ.. કારણકે જ્ઞાન પૂર્ણ છે, તેથી દલીલમાં પણ આપણે તે સાબિત ના કરી શકીએ કે પશુનું મળ કેવી રીતે પવિત્ર બન્યું, પરંતુ તે પવિત્ર છે. તેથી વેદિક જ્ઞાન પૂર્ણ છે. અને જો આપણે વેદોમાંથી જ્ઞાન લઈએ, આપણે સંશોધનમાથી ઘણો સમય બચાવીશું. આપણે સંશોધન કરવા ટેવાયેલા છીએ. બધુંજ વેદોમાં આપેલું છે. શા માટે તમે તમારો સમય બગાડો છો?

તો આ વેદિક જ્ઞાન છે. વેદિક જ્ઞાન મતલબ તે ભગવાન દ્વારા બોલાયું છે. તે વેદિક જ્ઞાન છે. અપૌરુષેય. તે મારા જેવા સામાન્ય માણસથી બોલાયું નથી. તેથી જો આપણે વેદિક જ્ઞાન સ્વીકારીએ, જો આપણે સ્વીકારીએ, વાસ્તવિકતા કે જે રીતે કૃષ્ણ દ્વારા સૂચવવામાં આવ્યું છે, અથવા તેમના પ્રતિનિધિ દ્વારા.... કારણકે તેમના પ્રતિનિધિ એવું કશું પણ નહીં બોલે જે કૃષ્ણ નથી બોલ્યા. તેથી તે પ્રતિનિધિ છે. કૃષ્ણ ભાવનામય વ્યક્તિઓ કૃષ્ણના પ્રતિનિધિ છે કારણકે કૃષ્ણ ભાવનામય વ્યક્તિ કશું પણ નિરર્થક નહીં બોલે, કૃષ્ણના ઉપદેશની ઉપર. તે અંતર છે. બીજા નિરર્થક, ધૂર્તો, તેઓ કૃષ્ણથી ઉપર બોલે છે. કૃષ્ણએ કહ્યું છે, મનમના ભવ મદભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫), પરંતુ ધૂર્ત વિદ્વાન કહેશે, ”નહીં, તે કૃષ્ણ માટે નથી. તે બીજું કઈક છે." આ તમને ક્યાં મળશે? કૃષ્ણ સીધું જ કહે છે, મનમના ભવ મદભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫). તેથી શા માટે તમે ઉલ્લંઘન કરો છો? શા માટે તમે કશું બીજું કહો છો: "તે કૃષ્ણની અંદર કઈક છે? તમને મળશે... હું નામ આપવા નથી માંગતો. ઘણાં બધા ધૂર્ત વિદ્વાનો છે. તેઓ તે રીતે અર્થઘટન કરે છે. તેથી ભગવદ ગીતા ભારતની જ્ઞાનની પુસ્તક હોવા છતાં, ઘણાં બધા માણસો ગેરમાર્ગે દોરવાય છે. મોટા...આ ધૂર્ત વિદ્વાનોને કારણે, કહેવાતા વિદ્વાનો. કારણકે તેઓ માત્ર ખોટું અર્થઘટન કરે છે.

તેથી આપણે ભગવદ ગીતા તેના મૂળ રૂપમાં પ્રસ્તુત કરી રહ્યા છીએ. કૃષ્ણ કહે છે, સર્વ ધર્માન પરીત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). અમે કહીએ છીએ, અમે આ સંપ્રદાયનો પ્રચાર કરી રહ્યા છીએ: "કૃષ્ણ ભાવનામય બનો. માત્ર કૃષ્ણના ભક્ત બનો. તમારા પ્રણામ કરો..." તમારે કોઈને તો માન આપવું જ પડશે. તમે સર્વોચ્ચ નથી. તમારે કામ મેળવવા માટે કોઈની ખોટી પ્રશંસા કરવી જ પડશે. તે... જો તમને સારો હોદ્દો મળી પણ જાય, તો પણ તમારે ખોટી પ્રશંસા કરવી જ પડશે. જો તમે દેશના રાષ્ટ્રપતિ પણ બની જાવ તો પણ, તમારે તમારા દેશના નાગરિકોને કહેવું પડશે: "મહેરબાની કરીને મને મત આપો. મહેરબાની કરીને, હું તમને ઘણી બધી સુવિધાઓ આપીશ." તેથી તમારે ખોટી પ્રશંસા કરવી જ પડશે. તે હકીકત છે. તમે ખુબ મોટા માણસ હોઈ શકો છો. પરંતુ તમારે કોઈની ખોટી પ્રશંસા કરવી જ પડશે. તમારે કોઈ માલિક સ્વીકારવો જ પડશે. શા માટે કૃષ્ણને ન સ્વીકારવા, સર્વોચ્ચ માલિક? મુશ્કેલી ક્યાં છે? “ના, હું કૃષ્ણ સિવાય હજારો માલિક સ્વીકારીશ.” આ આપણી વિચારધારા છે. "હું કૃષ્ણ સિવાય હજારો માલિકો સ્વીકારીશ, આ મારો નિશ્ચય છે.” તો તમે કઈ રીતે ખુશ બની શકો? ખુશી માત્ર કૃષ્ણને સ્વીકારીને જ મેળવી શકાય.

ભોક્તારમ યજ્ઞ તપસામ
સર્વ લોક મહેશ્વરમ
સુહ્ર્દમ સર્વ ભૂતાનામ
જ્ઞાત્વા મામ શાંતિમૃચ્છતી
(ભ.ગી. ૫.૨૯)

આ શાંતિની પ્રક્રિયા છે. કૃષ્ણ કહે છે કે તમે સ્વીકારો કે, "હું જ ભોક્તા છું. તમે ભોક્તા નથી." તમે ભોક્તા નથી. તમે રાષ્ટ્રપતિ અથવા સચિવ હોઈ શકો છો; તમે કઈ પણ હોઈ શકો છો. પરંતુ તમે ભોક્તા નથી. ભોક્તા કૃષ્ણ છે. વ્યક્તિએ તે જાણવું જોઈએ. જેમ કે તમારા... હું આવ્યો, માત્ર આન્ધ્ર મુક્તિ સમિતિના એક પત્રનો જવાબ આપીને. જો કૃષ્ણ સંતોષ નહીં પામે તો આ મુક્તિ સમિતિ શું કરશે? માત્ર કેટલુંક ભંડોળ એકઠું કરીને? ના, તે શક્ય નથી. હવે ત્યાં વરસાદ છે. હવે તમને લાભ મળશે. પરંતુ તે વરસાદ કૃષ્ણ પર આધાર રાખે છે, તમારી ભંડોળ એકઠું કરવાની ક્ષમતા પર નહીં.