GU/Prabhupada 0099 - કેવી રીતે કૃષ્ણ દ્વારા માન્ય બનવું



Lecture on BG 13.4 -- Bombay, September 27, 1973

જો કે બધાજ માણસો બોમ્બે અથવા કોઈ પણ શહેરમાં હોવા છતાય તેઓ જુદા જુદા પ્રકારના માણસો હોય છે, તેજ પ્રમાણે બધ જીવો સરખા ગુણો વાળા હોતા નથી. તેમાંના કેટલાક સત્વ ગુણ સાથે સંસર્ગ ધરાવતા હોય છે, તેમાંના કેટલાક રજોગુણ સાથે સંસર્ગ ધરાવતા હોય છે, અને તેમાંના કેટલાક તમોગુણ સાથે સંસર્ગ ધરાવતા હોય છે. તેથી જેઓ અજ્ઞાનમાં હોય, તેઓ માત્ર પાણીમાં પડેલાની જેમ છે. જેમ અગ્નિ પાણી ઉપર પડે છે, તો સંપૂર્ણ રીતે ઓલવાઈ જાય છે. અને સુખી ઘાસ, જો અગ્નિનો એક તણખો પડે, સુખી ઘાસનો ફાયદો ઉઠાવીને, આગ સળગે છે. તે ફરી આગ બને છે.

તેજ પ્રમાણે, જેઓ સત્વગુણમાં સંસર્ગ ધરાવતા હોય છે તેઓ સરળતાપૂર્વક તેમની કૃષ્ણ ભાવના જાગૃત કરે છે. કારણકે ભગવદ ગીતામાં કહ્યું છે કે, યેષામ ત્વ અંત ગતમ પાપમ (ભ.ગી. ૭.૨૮). શા માટે લોકો આ મંદિરમાં આવતા નથી? કારણ કે મુશ્કેલી એ છે કે અમુક લોકો પુરેપુરી અજ્ઞાનતામાં છે. ના મામ દુષ્કૃતિનો મુઢા: પ્રપદ્યન્તે નરાધમા: (ભ.ગી. ૭.૧૫). તેઓ નહીં આવી શકે. જેઓ પાપમય પ્રવૃત્તિઓમાં છે, તેઓ કૃષ્ણ ભાવનામૃતની કદર નહીં કરી શકે. તે શક્ય નથી. પરંતુ તે તક દરેકને આપવામાં આવે છે. આપણે સમજાવીએ છીએ "મહેરબાની કરીને અહી આવો. મહેરબાની કરીને..." કૃષ્ણ ભગવાન વતી આ આપણું કર્તવ્ય છે. જેમ કૃષ્ણ ભગવાન પોતે ભગવદ ગીતાના શિક્ષણ માટે આવે છે અને દરેકને કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬), આપણું કર્તવ્ય તે છે.

તેથી કૃષ્ણ ખુબજ આનંદ પામે છે "ઓહ, આ લોકો મારા વતી કાર્ય કરી રહ્યા છે. મારે ત્યાં જવાની જરૂર નથી. તેઓએ મારું કર્તવ્ય સંભાળી લીધું છે." આપણે કર્તવ્ય માટે શું કહી રહ્યા છે. આપણે લોકોને ફક્ત કહીએ છીએ "મહેરબાની કરીને કૃષ્ણના શરણે થાઓ." તેથી આપણે ખુબ જ પ્રિય છીએ. કૃષ્ણ કહે છે. ન ચ તસ્માન મનુષ્યેષુ કશ્ચિન મે પ્રિયકૃત્તમ: (ભ.ગી. ૧૮.૬૯). આપણું કર્તવ્ય છે કે કેવી રીતે કૃષ્ણ દ્વારા પ્રમાણિત થઈએ.

કોઈ કૃષ્ણ ભાવનાનો અંગીકાર કરે છે કે નહીં તે બાબતે આપણને ચિંતા નથી. આપણું કર્તવ્ય લોકોને સમજાવવાનું છે, બસ તેટલું જ. "મારા વહાલા સાહેબ, અહી આવો, કૃષ્ણના વિગ્રહના દર્શન કરો, પ્રણામ પાઠવો, પ્રસાદ ગ્રહણ કરો, અને ઘરે પ્રસ્થાન કરો." પરંતુ લોકો સહમત થતા નથી. શા કારણે? હવે, જેઓ પાપમય પ્રવૃતિઓમાં છે તે લોકો આ કાર્યને લઈ શકે નહીં.

તેથી કૃષ્ણ કહે છે, યેષામ ત્વ અંત ગતમ પાપમ (ભ.ગી. ૭.૨૮). જેણે તેની પાપમય પ્રવૃતિઓ બંધ કરી છે તે જ. યેષામ ત્વ અંત ગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ (ભ.ગી. ૭.૨૮). પાપમય પ્રવૃતિઓમાંથી કોણ મુક્ત થઈ શકે? જે હમેશા પવિત્ર પ્રવૃતિઓમાં વ્યસ્ત છે તે. જો તમે પવિત્ર પ્રવૃતિઓમાં હમેશા વ્યસ્ત હોવ તો પાપમય પ્રવૃતિઓ આચરવાની તક જ ક્યાં રહે? તેથી હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો તે જ પવિત્ર પ્રવૃત્તિ છે. જો તમે હમેશા હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, માં પ્રવૃત હોવ, જો તમારું મન હમેશા કૃષ્ણ ભાવનામાં પ્રવૃત રહે, તો પછી બીજી વસ્તુઓને તમારા મનમાં રહેવાનો અવકાશ નથી. કૃષ્ણ ભાવનામૃતની આ પદ્ધતિ છે. જેવા આપણે કૃષ્ણને ભૂલીએ છીએ, માયા છે, તરત જ તે જકડી લે છે.