GU/Prabhupada 0101 - આપણું સ્વસ્થ જીવન છે શાશ્વત જીવનનો આનંદ માણવો
Press Conference -- April 18, 1974, Hyderabad
મહેમાન (૧): આ કૃષ્ણ ભાવનામૃતનો અંતિમ ધ્યેય શું છે?
પ્રભુપાદ: હા, અંતિમ ધ્યેય છે, તે… ના, હું કહીશ. અંતિમ ધ્યેય તે છે, કે આત્મા અને પદાર્થ છે. જેમ ભૌતિક જગત છે, તેવી જ રીતે આધ્યાત્મિક જગત પણ છે. પરસ તસ્માત તુ ભાવ: અન્યઃ અવ્યક્તઃ અવ્યક્તાત સનાતન: (ભ.ગી. ૮.૨૦). આધ્યાત્મિક જગત શાશ્વત છે, ભૌતિક જગત નાશવંત છે. આપણે આધ્યાત્મિક આત્મા છીએ. આપણે શાશ્વત છીએ. તેથી આપણું કર્તવ્ય આધ્યાત્મિક જગતમાં પરત જવાનું છે, નહીં કે આપણે ભૌતિક જગતમાં રહીએ અને ખરાબ થી વધુ ખરાબ અથવા વધુ ખરાબ થી ખરાબ અથવા સારું શરીર બદલીએ. તે આપણું કાર્ય નથી. તે રોગ છે. શાશ્વત જીવનનો આનંદ લેવો તે આપણું સ્વસ્થ જીવન છે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ (ભ.ગી. ૧૫.૬). જુઓ, આપણા માનવ જીવનનો ઉપયોગ તે સંપૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરવા માટે થવો જોઈએ - નહીં કે ફરીથી આ ભૌતિક શરીર મેળવવા માટે જેને આપણે બદલવું પડશે. આ જીવનનું લક્ષ્ય છે.
મહેમાન (૨): એક જ જીવનમાં તે સંપૂર્ણ અવસ્થા શક્ય છે? પ્રભુપાદ: હા, એકજ ક્ષણમાં, જો તમે સહમત થાઓ તો. કૃષ્ણ કહે છે કે
- સર્વ ધર્માન પરિત્યજ્ય
- મામ એકમ શરણમ વ્રજ
- અહમ ત્વામ સર્વ પાપેભ્યો
મોક્ષયિષ્યામિ મા શુચ
પાપમય પ્રવૃત્તિઓને કારણે આપણે આપણા શરીર બદલીએ છે, પરંતુ જો આપણે કૃષ્ણને શરણાગત થઈએ અને કૃષ્ણ ભાવનામૃતનો સ્વીકાર કરીએ તો તરતજ તમે આદ્યાત્મિક મંચ પર છો.
- મામ ચ યો અવ્યભીચારેણ
- ભક્તિયોગેન સેવતે
- સ ગુણાન સમતીત્ય એતાન
- બ્રહ્મભુયાય કલ્પતે
- (ભ.ગી. ૧૪.૨૬)
જેવા તમે કૃષ્ણના શુદ્ધ ભક્ત બનો છો તો તરતજ તમે આ ભૌતિક સ્તરથી પરે થઈ જાઓ છો. બ્રહ્મભુયાય કલ્પતે. તમે આધ્યાત્મિક સ્તર પર રહો છો. અને જો તમે આધ્યાત્મિક અવસ્થામાં મૃત્યુ પામો, તો તમે આધ્યાત્મિક જગતમાં જાઓ છો.