GU/Prabhupada 0103 - ક્યારેય પણ ભક્તોના સમાજથી દૂર જવાનો પ્રયત્ન ના કરો



Lecture on CC Adi-lila 7.91-2 -- Vrndavana, March 13, 1974

નરોત્તમ દાસ ઠાકુર કહે છે કે "જન્મ પછી જન્મ." કારણ કે ભક્ત, ધામમાં, ભગવાનના ધામમાં ગયા પછી ફરીથી ઈચ્છા કરતો નથી. ના. કોઈ પણ જગ્યાએ, કોઈ ફરક નથી પડતો. તે ફક્ત પરમેશ્વરના ગુણગાન કરવા ઈચ્છે છે. તે તેનું કાર્ય છે. તે ભક્તનું કાર્ય નથી કે તે માળા જપે છે ને નૃત્ય કરે છે અને ભક્તિમય સેવા કરે છે કે જેથી તે વૈકુંઠ અથવા ગોલોક વૃંદાવન જાય. તે કૃષ્ણની ઈચ્છા છે. "જો તેમને ગમશે, તો તેઓ મને સ્વીકારી લેશે." જેમ કે ભક્તીવીનોદ ઠાકુર પણ: ઈચ્છા યદી તોરા. જન્માઓબી યદી મોરે ઈચ્છા યદી તોરા, ભક્ત ગૃહેતે જન્મ હા ઉપ મોર. ભક્ત ફક્ત પ્રાર્થના કરે છે કે… તેઓ કૃષ્ણને વિનંતી કરતા નથી કે "કૃપા કરીને મને વૈકુંઠ અથવા ગોલોક વૃંદાવનમાં પરત લઈ લો". ના. જો તમે ઈચ્છો કે મારે ફરીથી જન્મ લેવો જોઈએ, તો તે બરાબર છે. પરંતુ ફક્ત, ફક્ત મારી અરજ છે કે મારો જન્મ ભક્તના ઘરે આપો. બસ તેટલું જ. જેથી હું તમને ભૂલી જાઉં નહીં." ભક્તની ફક્ત આ જ પ્રાર્થના છે. કારણ કે ……આ બાળકની જેમ. તેણીએ વૈષ્ણવ પિતા અને માતાને ત્યાં જન્મ લીધો છે. તે તેના આગાઉના જન્મમાં વૈષ્ણવી અથવા વૈષ્ણવ જરૂરથી હોવી જોઈએ. કારણ કે આ એક તક છે જેમાંથી…. આપણા તમામ બાળકો, જેઓ વૈષ્ણવ પિતા, માતાથી જન્મ્યા છે, તેઓ ખુબ, ખુબ ભાગ્યશાળી છે. જીવનની શરૂઆતથી જ, તેઓ હરે કૃષ્ણ મહા મંત્ર સાંભળી રહ્યા છે. તેઓ વૈષ્ણવ સાથે સંગ કરી રહ્યા છે, રટણ કરી રહ્યા છે, નૃત્ય કરી રહ્યા છે. અનુકરણ અથવા હકીકત, તેથી કોઈ ફરક નથી. તેથી તેઓ ખુબ, ખુબ ભાગ્યશાળી બાળકો છે શુચીનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો સંજાયતે (ભ.ગી. ૬.૪૧). તેથી તેઓ સામાન્ય બાળકો નથી. તેઓ છે.. આ બાળકો, તેઓ હમેશા ભક્તો સાથે સંગની લાલસા કરે છે, હરે કૃષ્ણનું જપ કરે છે, આપણી પાસે આવે છે. તેથી તેઓ સામાન્ય બાળકો નથી. ભક્તિ-સંગે વાસ. આ ખુબ સારી તક છે, ભક્ત-સંગે વાસ.

તેથી આપણો કૃષ્ણ ભાવનામૃત સમાજ ભક્ત સંગ છે, ભક્તોનો સમાજ. ક્યારેય દૂર જવાનો પ્રયત્ન ના કરો. ક્યારેય દૂર જવાનો પ્રયત્ન ના કરો. ખામીઓ હોએ શકે. તમારે અનુરૂપ થવું જોઈએ. અને આ જપ કરવાથી અને નૃત્ય કરવાથી, ભક્તોના સમાજમાં, મહાન લાભ છે, મૂલ્યવાન છે. અહિયાં પુષ્ટિ કરેલ છે, અને બધાજ વૈષ્ણવોએ પુષ્ટિ કરેલ છે.

તંદેર ચરણે સેવી ભક્ત સને વાસ
જનમે જનમે મોર એઈ અભીલાષ
(શ્રીલ નરોત્તમ દાસ ઠાકુર)

જનમે જનમે મોર નો અર્થ છે કે તેઓ ફરીથી જવા માંગતા નથી. તે તેમની ઈચ્છા નથી. "જયારે કૃષ્ણ ઇચ્છશે, કૃષ્ણ મને મંજુર કરશે. તે જુદી વસ્તુ છે. અન્યથા, મને આ રીતે જવા દો, ભક્તોના સંઘમાં જીવન અને જપ અને નૃત્ય કરવાનું મારુ કાર્ય છે." આ જરૂરી છે. બીજું કઈ પણ નહીં. બીજું કાઈ પણ, કાઈ પણની ઈચ્છા રાખવી તે અન્યાભિલાષ છે. અન્યભીલાષીતા શૂન્યમ (ભ.ર.સિ. ૧.૧.૧૧). આ સિવાય ભક્તે કાઈ પણ ઈચ્છા કરવી જોઈએ નહીં, કે "મને ભક્તોના સમાજમાં જીવવા દો અને હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવા દો." આ આપણું જીવન છે.

આપનો ખુબ ખુબ આભાર .