GU/Prabhupada 0117 - મફત હોટેલ અને મફત ઊંઘવાની વ્યવસ્થા



Lecture on SB 7.9.24 -- Mayapur, March 2, 1976

આ છે ખ્યાલ, દાસ બનવું અને દાસી બનવું. આ માનવ સમાજનો આદર્શ છે. દરેક સ્ત્રીએ તેના પતિની દાસી બનવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને દરેક પુરુષે સો વાર કૃષ્ણનો દાસ (અનુદાસ) બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ભારતીય સભ્યતા છે, એવું નહીં કે, "પતિ અને પત્ની, અમારી પાસે સમાન હક છે." તે, યુરોપમાં, અમેરિકામાં આંદોલન ચાલી રહ્યું છે, "સમાન હક." તે વૈદિક સભ્યતા નથી. વૈદિક સભ્યતા છે કે પતિએ કૃષ્ણના નિષ્ઠાવાન દાસ બનવું જોઈએ, અને પત્નીએ તેના પતિની નિષ્ઠાવાન દાસી બનવું જોઈએ.

તેથી અહી કેહવામાં આવેલું છે, ઉપનય મામ નિજ ભૃત્ય પાર્શ્વમ (શ્રી.ભા. ૭.૯.૨૪). આ શ્રેષ્ઠ સંગ છે. જ્યારે નારદ મુનિ વર્ણન કરે છે, કેવી રીતે માણસે વર્તન કરવું જોઈએ, કેવી રીતે સ્ત્રીએ વર્તન કરવું જોઈએ.... આપણે આપણા ટેપ ડીક્ટોફોનમાં તે ચર્ચા કરી રહ્યા છીએ. તમે તેને સાંભળશો. કે એવી કોઈ વસ્તુ નથી કે માલિક બનવું. તે વ્યર્થ છે. તમે માલિક નથી બની શકતા. અહંકાર વિમૂઢાત્મા કર્તાહમ ઈતિ મન્યતે (ભ.ગી. ૩.૨૭). તમે માલિક ના બની શકો. જીવેર સ્વરૂપ હય નિત્ય કૃષ્ણ દાસ (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૮-૧૦૯). પુરુષ કે સ્ત્રી, દરેક વ્યક્તિ કૃષ્ણનું દાસ છે. આપણે તે પાયા ઉપર પ્રશિક્ષિત થવું જોઈએ, કેવી રીતે શ્રેષ્ઠ સેવક બનવું, સીધા દાસ નહીં, પણ દાસોના દાસ. આને કેહવાય છે પરંપરા દાસ. મારા ગુરુ મહારાજ તેમના ગુરુ મહારાજના દાસ છે, અને હું મારા ગુરુ મહારાજનો દાસ છું. તેવી જ રીતે, આપણે પણ વિચારીએ છીએ, "દાસાનુ દાસ." એવો કોઈ પ્રશ્ન જ નથી.... આ ભૌતિક રોગ છે (ચૈ.ચ. મધ્ય ૧૩.૮૦).

કૃષ્ણ ભૂલિયા જીવ ભોગ વાંછા કારે
પાશતે માયા તારે જાપટિયા ધારે

જેવા આપણે ગર્વિત બની જાય છે - "હવે હું માલિક બનીશ. હવે હું માત્ર આદેશ આપીશ. હું કોઈનું પાલન નહી કરું" - તે માયા છે.

તો આ રોગ ચાલી રહ્યો છે બ્રહ્માથી કીડી સુધી. પ્રહલાદ મહારાજ આ માલિક બનવાની આ કહેવાતી પ્રતિષ્ઠિત સ્થિતિને સમજી ગયા છે. તેઓ કહે છે, "મને આ જૂઠી વાતની ખબર છે. કૃપા કરીને મને સંલગ્ન કરો.." નિજ-ભૃત્ય-પાર્શ્વમ. નિજ-ભૃત્ય-પાર્શ્વમ એટલે કે સહાયકની જેમ. સહાયક, એક સહાયક એક નિષ્ણાત વ્યક્તિ સાથે જોડાયેલો છે. ધીમે ધીમે, તે સહાયક શીખે છે કેવી રીતે કામ કરવું, તેથી તેઓ કહે છે, નિજ-ભૃત્ય પાર્શ્વમ. "એવું નહીં કે તરતજ હું નિષ્ણાત સેવક બની જઈશ, પણ મને..." આપણી આ સંસ્થા તે હેતુ માટે છે. જો કોઈ અહી આવે છે, તેને મફત હોટલ અને મફત સૂવાની વ્યવસ્થા છે, ત્યારે તેનું આ સંગમાં આવવું વ્યર્થ છે. તેણે શીખવું જોઈએ કેવી રીતે સેવા કરવી. નિજ-ભૃત્ય-પાર્શ્વમ. જે લોકો સેવા કરે છે, તે.. વ્યક્તિએ તેનાથી શીખવું જોઈએ કેવી રીતે તે ચોવીસ કલાક સેવા કરે છે, ત્યારે આપણું આ સંસ્થામાં જોડાવવું સફળ થશે. અને જો આપણે તેને એવી રીતે લઈશું કે, "અહી એક સંસ્થા છે જ્યાં આપણને મફતની હોટલ મળી શકે છે, મફતનું જીવન અને મફતની ઇન્દ્રિયતૃપ્તિ,." તો આખી સંસ્થા બગડી જશે. ધ્યાન રાખજો. બધા જીબીસીઓ, તેમણે ધ્યાન રાખવું જોઈએ કે આ માનસિકતા વધે નહીં. બધા લોકો સેવા કરવા માટે આતુર હોવા જોઈએ, સેવા કરવાનું શીખવા માટે. નિજ-ભૃત્ય-પાર્શ્વમ, ત્યારે જીવન સફળ હશે.

આપનો ખૂબ ખૂબ આભાર.