GU/Prabhupada 0131 - પિતાને શરણાગત થવું ખૂબ જ સ્વાભાવિક છે



Lecture on BG 7.11-16 -- New York, October 7, 1966

આ પાગલપન, આ ભ્રમ, આ ભૌતિક જગતનો ભ્રમ, પાર કરવો ખૂબજ અઘરૂ છે. તે ખુબજ અઘરૂ છે. પણ ભગવાન કૃષ્ણ કહે છે, મામ એવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતી તે (ભ.ગી. ૭.૧૪). જો કોઈ સ્વેચ્છાથી, કે જીવનની દુખમય સ્થિતિને સમજીને, જો તે કૃષ્ણને શરણાગત થાય છે, "મારા પ્રિય કૃષ્ણ, હું તમને આટલા બધા જન્મોથી ભૂલી ગયો છું. હવે હું સમજુ છું કે તમે મારા પિતા છો, તમે મારા રક્ષક છો. હું તમને શરણાગત થાઉં છું." જેમ કે ખોવાયેલું બાળક પિતા પાસે જાય છે, "મારા પ્રિય પિતાજી, તે મારી ગેરસમજ હતી કે હું તમારા રક્ષણથી દૂર જતો રહ્યો, પણ મેં કષ્ટ ભોગવ્યા છે. હવે હું તમારી પાસે આવ્યો છું." પિતા તેને આલિંગન કરે છે, "મારા પ્રિય છોકરા, આવ. હું તારા માટે આટલા બધા દિવસો કેટલો આતુર હતો. ઓહ, તે કેટલું સારું છે કે તું પાછો આવી ગયો છે." પિતાજી એટલા બધા દયાળુ છે. તો આપણે પણ તે પરિસ્થિતિમાં છીએ. જેવા આપણે પરમ ભગવાનને શરણાગત થઈશું... તે બહુ અઘરું નથી. એક છોકરાને તેના પિતા પ્રતિ શરણાગત થવું, શું તે બહુ અઘરું કાર્ય છે? શું તમે વિચારો છો કે તે અઘરું કાર્ય છે? એક છોકરો તેના પિતાજીને શરણાગત થાય. તે સ્વાભાવિક છે. તેમાં કોઈ અપમાન નથી. પિતાજી હમેશા વડીલ છે. તો જો હું મારા પિતાજીના ચરણનો સ્પર્શ કરું, હું મારા પિતાને પ્રણામ કરું, તે ભવ્ય છે. તે મારા માટે મહિમાવાળું છે. તેમાં કોઈ અપમાન નથી. તેમાં કોઈ મુશ્કેલી નથી. કેમ આપણે કૃષ્ણ પ્રતિ શરણાગત ના થવું જોઈએ?

તો આ પદ્ધતિ છે. મામ એવ યે પ્રપદ્યન્તે. "આ બધા ભ્રમિત જીવો, જ્યારે તેઓ મને શરણાગત થશે," માયામ એતામ તરંતી તે (ભ.ગી. ૭.૧૪), "તેને જીવનના કોઈ વધારે કષ્ટો નથી." તે તરતજ પિતાજીના સંરક્ષણ હેઠળ આવી જાય છે. તમને ભગવદ ગીતાના અંતમાં પ્રાપ્ત થશે, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયીશ્યામી મા શુચઃ (ભ.ગી. ૧૮.૬૬). જ્યારે પિતાજી... જ્યારે બાળક માતાના સ્તન ઉપર આવે છે, ત્યારે માતા રક્ષણ કરે છે. જો કોઈ ખતરો છે, ત્યારે માતા પોતાના પ્રાણ પહેલા આપવા માટે તૈયાર છે, પછી બાળકનું જીવન. તેવી જ રીતે, જ્યારે આપણે ભગવાનના સંરક્ષણ નીચે છીએ, ત્યારે કોઈ ભય નથી.