GU/Prabhupada 0158 - માતૃ હત્યારો સમાજ



Lecture on SB 5.5.3 -- Stockholm, September 9, 1973

નુનમ પ્રમત્ત: કુરુતે વિકર્મ (શ્રી.ભા. ૫.૫.૪). વિકર્મનો અર્થ પ્રતિબંધિત, ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે. પ્રવૃત્તિઓ ત્રણ પ્રકારની હોય છે: કર્મ, વિકર્મ, અકર્મ. કર્મનો અર્થ નિયત ફરજો થાય છે. તે કર્મ છે. જેમ કે સ્વકર્મણા. ભગવદ ગીતામાં: સ્વકર્મણા તમ અભ્યર્ચ્ય (ભ.ગી. ૧૮.૪૬). દરેકને નિયત ફરજો હોય છે. તે વૈજ્ઞાનિક સમજણ ક્યાં છે? હોવી જ જોઈએ. મે એક દિવસે, માનવ સમાજના વૈજ્ઞાનિક વિભાગ સાથે વાત કરી હતી. સૌથી બુદ્ધિશાળી વર્ગ, તેઓ બ્રાહ્મણ તરીકે પ્રશિક્ષિત થવા જોઇએ. ઓછા, થોડા ઓછા બુદ્ધિશાળીઓને, સંચાલક તરીકે પ્રશિક્ષિત કરવા જોઇએ. ઓછા બુદ્ધિશાળીને, તેઓ વેપારીઓ, કૃષિનીતિજ્ઞો અને ગાય રક્ષક તરીકે પ્રશિક્ષિત કરવા જોઇએ. આર્થિક વિકાસ માટે ગાય રક્ષણ જરૂરી છે, પરંતુ આ ધૂર્તોને તેની ખબર નથી. આર્થિક વિકાસ તે ગાય હત્યા છે. જરા જુઓ, ધૂર્ત સંસ્કૃતિ. દિલગીર ન થાઓ. આ શાસ્ત્ર છે. એવુ ન વિચારો કે હું પાશ્ચાત્ય સંસ્કૃતિની ટીકા કરું છું. તે શાસ્ત્ર કહે છે. ખૂબ અનુભવી છે.

તેથી તેમાં ઘણી આર્થિક વિકાસની વકીલાતો હોય છે, પરંતુ ગાય રક્ષણ તે આર્થિક વિકાસની વસ્તુઓમાની એક છે તેની તેમને ખબર નથી. આ ધૂર્તો, તેઓ જાણતા નથી. તેઓ વિચારે છે કે ગાય હત્યા સારી છે. બિલકુલ વિપરીત. તેથી કુરુતે વિકર્મ. ફક્ત જીભના થોડા સંતોષ માટે. તમે દૂધથી એ જ લાભ પ્રાપ્ત કરી શકો, પરંતુ કારણકે તેઓ ધૂર્ત, પાગલ માણસો છે, તેઓ વિચારે છે કે ગાયને ખાવું અથવા તેનું લોહી પીવું તે દૂધ પીવા કરતાં વધુ સારુ છે. દૂધ તે લોહીનુ રૂપાંતર જ છે બીજું કશું નહીં, તે દરેક વ્યક્તિ જાણે છે. દરેક વ્યક્તિ જાણે છે. જેમ કે એક માનવ, માતા, જ્યારે બાળક જન્મે છે, તરતજ ... બાળક જન્મે છે તે પહેલાં, તમને માતાના સ્તનમાં એક ટીપુ દૂધ નહી મળે. જુઓ. એક યુવાન છોકરીના સ્તનમાં કોઈ દૂધ નથી હોતુ. પરંતુ જ્યારે બાળક જન્મે છે, તરતજ દૂધ આવે છે. તરતજ, આપમેળે. આ ઈશ્વરની ગોઠવણ છે. કારણકે, બાળકને ખોરાકની જરૂરી છે. કેવી ઈશ્વરની ગોઠવણ છે તે જુઓ. તેમ છતાં, આપણે આર્થિક વિકાસ માટે પ્રયાસ કરી રહ્યા છીએ. એક બાળક જન્મે છે અને ભગવાનનો આર્થિક કાર્યક્રમ કેવો સરસ છે, પ્રકૃતિનો આર્થિક કાર્યક્રમ, કે માતા તરત જ દૂધ સાથે તૈયાર છે... આ આર્થિક વિકાસ છે. તે જ દૂધ ગાય દ્વારા પૂરુ પાડવામાં આવે છે. તે ખરેખર માતા છે, અને આ ધૂર્ત સમાજ માતાની હત્યા કરે છે. માતૃહત્યા સંસ્કૃતિ. જરા જુઓ. તમે તમારા જીવનની શરૂઆતથી તમારી માતાના સ્તન ચૂસો છો, અને જ્યારે તે વૃદ્ધ થાય છે ત્યારે તમે જો વિચારો "માતા એક નકામો બોજ છે. તેનુ ગળું કાપો," તે સંસ્કૃતિ છે?