GU/Prabhupada 0161 - વૈષ્ણવ બનો અને પીડાતી માનવતા માટે અનુભવો
જો આપણે ચુસ્તપણે આધ્યાત્મિક ગુરુની સેવા કરવાનો પ્રયત્ન કરીશું, તેમના હુકમો, તોપછી કૃષ્ણ આપણને બધી સુવિધાઓ આપશે. તે જ રહસ્ય છે. જો કે કોઈ શક્યતા જ ન હતી, તેમ છતાં, મેં ક્યારેય વિચાર્યું નહોતું, પણ મે તેને થોડી ગંભીરતાપૂર્વક લીધુ, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર દ્વારા ભગવદ ગીતા પરની એક ટિપ્પણીના અભ્યાસ કરવાથી. ભગવદ ગીતામાં શ્લોક વ્યવસાયાત્મિકા-બુદ્ધિર એકેહ કુરુ-નન્દન (ભ.ગી. ૨.૪૧), તે શ્લોકના સંબંધમાં, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર તેમની ટિપ્પણી આપે છે કે આપણે આધ્યાત્મિક ગુરુના શબ્દો આપણા જીવન અને આત્મા તરીકે લેવા જોઈએ. આપણે આધ્યાત્મિક ગુરુની સૂચનાને, વિશેષ સૂચનાને ખૂબ ચુસ્તપણે અમલમાં મૂકવા પ્રયાસ કરવો જોઈએ, આપણા લાભ અથવા નુકસાન માટે કાળજી કર્યા વિના.
તેથી મેં તે ભાવનામાં થોડો પ્રયાસ કર્યો હતો. તેથી તેમણે તેમની સેવા કરવા માટે મને બધી સુવિધાઓ આપી. વાત આ તબક્કે પહોંચી કે, આ ઘડપણમાં હું તમારા દેશમાં આવ્યો છુ, અને તમે પણ આ આંદોલનને ગંભીરતાથી લઈ રહ્યા છો, તેને સમજવા માટે પ્રયાસ કરી રહ્યા છો. હવે આપણી પાસે કેટલીક પુસ્તકો છે. તેથી આ આંદોલનનો થોડો પાયો છે. મારા આધ્યાત્મિક ગુરુના આ તિરોભાવ પ્રસંગે, જેમ હું તેમની ઇચ્છાનો અમલ કરવા પ્રયાસ કરું છું, તેવી જ રીતે, હું તમને મારી ઇચ્છા પ્રમાણે અમલ કરવા માટે વિનંતી કરીશ. હું એક વૃદ્ધ માણસ, હું પણ કોઇ પણ ક્ષણે મૃત્યુ પામી શકું છું. તે પ્રકૃતિનો કાયદો છે. કોઇ તેને રોકી શકે નહી. તેથી તે ખૂબ જ આશ્ચર્યજનક નથી, પરંતુ મારા ગુરુ મહારાજના તિરોભાવના આ શુભ દિવસે તમને મારી વિનંતી છે, કે થોડા અંશે તો તમે કૃષ્ણ ભાવનામૃતનો સાર સમજ્યો છે. તમારે તેને આગળ ધપાવવાનો પ્રયાસ કરવો જોઈએ. લોકો આ ચેતનાના અભાવે પીડાઈ રહ્યા છે. જેમકે આપણે ભક્તો વિશે દૈનિક પ્રાર્થના કરીએ છીએ,
- વાંચ્છા-કલ્પતરુભ્યશ ચ
- કૃપા-સીંધુભ્ય એવ ચ
- પતિતાનામ પાવનેભ્યો
- વૈષ્ણવેભ્યો નમો નમઃ
એક વૈષ્ણવ, અથવા ભગવાનનો ભક્ત, તેનું જીવન લોકોના લાભ માટે સમર્પિત હોય છે. તમે જાણો છો - મોટા ભાગના તમે ખ્રિસ્તી સમુદાયમાંથી છો - કેવી ભગવાન ઇસુ ખ્રિસ્તે, તેમણે જણાવ્યું હતું કે તમારી પાપી પ્રવૃત્તિઓ માટે તેમણે પોતાની જાતનો ભોગ આપ્યો છે. તે ભગવાનના ભક્તનો સંકલ્પ હોય છે. તેઓ વ્યક્તિગત સુખસગવડની દરકાર નથી કરતાં. કારણકે તેઓ કૃષ્ણ અથવા ભગવાનને પ્રેમ કરે છે, તેથી તેઓ તમામ જીવંત વસ્તુઓને પ્રેમ કરે છે કારણકે તમામ જીવંત વસ્તુઓનો કૃષ્ણ સાથે સંબંધ છે. તો તેવી જ રીતે તમારે શીખવું જોઈએ. આ કૃષ્ણ ભાવાનામૃત આંદોલનનો અર્થ વૈષ્ણવ બનવું છે અને માનવતાની વેદના સમજવી તે છે. તો માનવતાની વેદના સમજવા માટે, વિવિધ દ્રષ્ટિકોણ હોય છે. કોઈકના વિચારે માનવતાની વેદના જીવનના શારીરિક ખ્યાલરૂપે હોય છે. કોઈ દવાખાના ખોલવા પ્રયાસ કરી રહ્યું છે કે જે રોગગ્રસ્ત હાલતવાળાઓને રાહત આપે. કોઈક ગરીબી દેશો અથવા સ્થળોએ ખોરાક વિતરણ કરવા પ્રયાસ કરી રહ્યું છે. આ વસ્તુઓ ચોક્કસપણે ખૂબ જ સરસ હોય છે, પરંતુ માનવતાની વાસ્તવિક વેદના કૃષ્ણ ભાવનાના અભાવને કારણે છે. આ શારીરિક પીડા, તે કામચલાઉ હોય છે; ન તો તેને પ્રાકૃતિક કાયદા દ્વારા રોકી શકાય છે. ધારોકે તમે કોઈ ગરીબ દેશમાં અમુક ખોરાક વિતરણ કરો તો, તેનો અર્થ એ નથી કે આ મદદથી સમગ્ર સમસ્યાનો ઉકેલ થશે. ખરેખર લાભદાયી કામ તો દરેક વ્યક્તિને કૃષ્ણ ભાવના માટે જગાડવાનું છે.