GU/Prabhupada 0167 - ભગવાન નિર્મિત નિયમોમાં કોઈ ખામી ના હોઈ શકે



Lecture on SB 6.1.8-13 -- New York, July 24, 1971

માનવ-રચિત કાયદા, તેઓ મરી રહેલા માણસ પર ધ્યાન આપે છે. બીજો, હત્યારા, ને મારવો જોઈએ. કેમ પશુને નહીં? પશુ પણ એક જીવ છે. માણસ પણ એક જીવ છે. તો જો તમારી પાસે નિયમ છે કે જો એક માણસ બીજા માણસને મારે તો તેને મારવો જોઈએ, જ્યારે એક માણસ એક પશુને મારે ત્યારે તેને મારવો કેમ ન જોઈએ? તેનું શું કારણ છે? આ માણસ-નિર્મિત નિયમ છે, ત્રુટિપૂર્ણ. પણ ભગવાન-નિર્મિત નિયમોમાં કોઈ પણ ખોટ ના હોઈ શકે. ભગવાન-નિર્મિત નિયમમાં, જો તમે એક પશુને મારશો ત્યારે તમે એટલાજ દંડનીય છો જેટલા તમે જ્યારે એક માણસને મારવાથી છો. તે ભગવાનનો નિયમ છે. તેમાં કોઈ માફી નથી, જ્યારે તમે એક માણસને મારશો ત્યારે તમે દંડનીય છો, પણ જ્યારે તમે એક પશુને મારશો ત્યારે તમે દંડનીય નથી. આ એક ઉપજાવી કાઢેલી વાત છે. આ પૂર્ણ નિયમ નથી. પૂર્ણ નિયમ. તેથી ભગવાન ઈશુ ખ્રિસ્ત તેમના દસ ઉપદેશોમાં બતાવે છે: "તમે મારશો નહીં." તે પૂર્ણ નિયમ છે. એવું નથી કે તમે ભેદભાવ કરશો કે, "હું માણસને નહીં મારૂ, પણ હું પશુઓને મારીશ."

તેથી જુદા જુદા પ્રકારના પશ્ચાતાપો છે. વેદિક નિયમોના અનુસારે, જો એક ગાય મારી જાય છે જ્યારે તેના ગાળામાં દોરડું બાંધેલું છે... કારણકે ગાય અરક્ષિત છે, કોઈ પણ કારણે જો તે મરી જશે, અને તેના ગળામાં દોરડું છે, ગાયના માલિકે કોઈ પશ્ચાતાપ કરવો જોઈએ. કારણકે તે માનવામાં આવે છે કે ગાય દોરડું બાંધવાના કારણે મરી ગઈ છે, તેના માટે પશ્ચાતાપ છે. હવે જો તમે જાણી જોઈને ગાયોને મારો છો અને કેટલા બધા પશુઓને, તો કેટલા બધા આપણે તેના માટે જવાબદાર હશું? તેથી વર્તમાન સમયે યુદ્ધ છે, અને માનવ સમાજને વિશાળ પાયા પર કતલમાં મરવું પડે છે - તે પ્રકૃતિનો નિયમ છે. તમે પશુઓને મારતા રહો અને સાથે યુદ્ધને રોકી ના શકો. તે શક્ય નથી. ઘણા બધા અકસ્માતો થશે મારવા માટે. જથાબંધ કતલ. જ્યારે કૃષ્ણ મારે છે, ત્યારે તેઓ જથાબંધ મારે છે. જ્યારે હું મારું છું - એક પછી બીજો. પણ જ્યારે કૃષ્ણ મારે છે, તેઓ બધા હત્યારાઓને ભેગા કરે છે અને મારે છે. તેથી શાસ્ત્રોમાં પશ્ચાતાપ છે. જેમ કે તમારા બાઈબલમાં પણ પશ્ચાતાપ છે, કબૂલ કરવું, કોઈ રકમ ભરવી. પણ પશ્ચાતાપ કર્યા પછી પણ કેમ લોકો તે જ પાપ ફરીથી કરે છે? તે સમજવું જોઈએ.