GU/Prabhupada 0169 - કૃષ્ણના દર્શન કરવામાં મુશ્કેલી ક્યાં છે?



Lecture on BG 4.24 -- August 4, 1976, New Mayapur (French farm)

યોગેશ્વર: તે હવે કહે છે, કારણકે અમે હજી એટલા ઉન્નત નથી કે તમે કૃષ્ણને પરમ પુરુષની જેમ સાક્ષાત જોઈ શકીએ, કેવી રીતે અમે તેમના ઉપર ધ્યાન કરીએ?

પ્રભુપાદ: શું તમે કૃષ્ણને મંદિરમાં જોતા નથી? (હાસ્ય) શું આપણે કઈ અસ્પષ્ટ વસ્તુની પૂજા કરી રહ્યા છીએ? જેમ કૃષ્ણ કહે છે તેમ તમારે કૃષ્ણને જોવા પડે. આ વર્તમાન અવસ્થામાં... જેમ કે કૃષ્ણ કહે છે રસો અહમ અપ્સુ કૌન્તેય (ભ.ગી. ૭.૮). કૃષ્ણ કહે છે "હું જળનો સ્વાદ છું." તમે કૃષ્ણને જળના સ્વાદમાં જુઓ. તે તમને ઉન્નત બનાવશે. જુદા જુદા પ્રકારના સ્તર પ્રમાણે... કૃષ્ણ કહે છે "હું જળનો સ્વાદ છું." તો જ્યારે તમે જળ પીવો છો, કેમ તમે કૃષ્ણને નથી જોતા. "ઓહ, આ સ્વાદ કૃષ્ણ છે." રસો અહમ અપ્સુ કૌન્તેય પ્રભાસ્મી શશી સુર્યયો (ભ.ગી. ૭.૮). જ્યારે તમે સૂર્યપ્રકાશ જુઓ, ચંદ્રપ્રકાશ જુઓ. કૃષ્ણ કહે છે "હું સૂર્યપ્રકાશ છું, હું ચંદ્રપ્રકાશ છું." તો જેવા તમે સવારમાં સૂર્યપ્રકાશ જુઓ, તમે કૃષ્ણને જુઓ છો.

જેવા તમે રાત્રે ચંદ્રપ્રકાશ જુઓ છો, તમે કૃષ્ણને જુઓ છો. પ્રણવ: સર્વ વેદેશુ (ભ.ગી. ૭.૮). કોઈ પણ વૈદિક મંત્રનો જ્યારે જપ થાય છે: ઓમ તદ વિશ્નો પરમમ પદ, આ ઓમકાર કૃષ્ણ છે. "પૌરુષમ વિષ્ણુ.".જો કોઈએ પણ કોઈ અદ્ભુત કાર્ય કર્યું છે, તે કૃષ્ણ છે. તો આ રીતે તમારે કૃષ્ણને જોવા જોઈએ. ત્યારે, ધીમે ધીમે, તમે જોશો; કૃષ્ણ પોતાને પ્રકાશિત કરશે, તમે જોશો. પણ જળના સ્વાદને કૃષ્ણના રૂપે અનુભવવું અને કૃષ્ણને વ્યક્તિગત રૂપે જોવામાં કોઈ અંતર નથી; તેમાં કોઈ અંતર નથી. તો, તમારી પ્રસ્તુત અવસ્થા પ્રમાણે, તમે કૃષ્ણને તેવી રીતે જુઓ. ત્યારે ધીમે ધીમે તમે તેમને જોશો. જો તમારે તરતજ કૃષ્ણની રાસલીલા જોવી છે, તે શક્ય નથી. તમારે જોવું પડે... જેવી ઉષ્મા છે, તમારે જાણવું જોઈએ કે અગ્નિ છે. જેવો તમે ધુમાડો જોશો, ત્યારે તમારે જાણવું જોઈએ કે અગ્નિ છે, ભલે તમે સાક્ષાત અગ્નિને જુઓ નહીં. પણ આપણે સમજી શકીએ છીએ, કારણકે ધુમાડો છે, તો અગ્નિ પણ હશે જ. તો, આ રીતે, શરૂઆતથી તમારે કૃષ્ણનો સાક્ષાત્કાર કરવો જોઈએ. તે સાતમા અધ્યાયમાં કહેલું છે. શોધી કાઢો:

રસો અહમ અપ્સુ કૌન્તેય
પ્રભાસ્મી શશી સુર્યયો
પ્રણવ: સર્વ વેદેશુ
(શબ્દ ખે પૌરુષમ નૃષુ)
(ભ.ગી. ૭.૮)

જયતિર્થ: સાત આઠ: ઓ કુંતી પુત્ર, અર્જુન, હું જળનો સ્વાદ છું, સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ છું, વૈદિક મંત્રોમાં ઓમ અક્ષર છું; હું આકાશમાં ધ્વની છું અને માણસમાં શક્તિ છું.

પ્રભુપાદ: તો આ રીતે આપણે કૃષ્ણને જોઈએ છીએ. આમાં શું મુશ્કેલી છે? આ પ્રશ્ન કોણે પૂછ્યો? કૃષ્ણને જોવામાં શું મુશ્કેલી છે? શું કોઈ મુશ્કેલી છે? કૃષ્ણને જોવા માટે. મનમના ભવ મદભક્તો, કૃષ્ણ કહે છે: 'હમેશા મારૂ સ્મરણ કરો.' તો, જેવુ તમે જળને પીવો, અને તરતજ તમે આસ્વાદન કરો અને કહો, "આહ, અહી કૃષ્ણ છે; મનમના ભવ મદભક્તો. શું મુશ્કેલી છે? કોઈ મુશ્કેલી નથી. બધું જ છે. હં? શું મુશ્કેલી છે?

અભિનંદ: શું આપણે સ્મરણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ કે કૃષ્ણ ભગવાન છે?

પ્રભુપાદ: તમે તેમના વિશે શું વિચારો છો? (બધા હસે છે) (બંગાળી) ત્યાં, એક વ્યક્તિ આખી રામાયણ વાંચીને, પૂછે છે કે સીતા-દેવી, કોનો પિતા છે? (હાસ્ય) કોનો પિતા છે સીતા-દેવી? (ઉચ્ચ હાસ્ય). તમારો પ્રશ્ન આવો છે. (વધારે હાસ્ય)

અભિનંદ: કારણકે, ગયા વર્ષે, માયાપુરમાં, શ્રીલ પ્રભુપાદ, તમે અમને કહ્યું હતું કે આપણે ભૂલવું ના જોઈએ કે કૃષ્ણ ભગવાન છે. તમે અમને કેટલી વાર કહ્યું હતું.

પ્રભુપાદ: હા, તો તમે કેમ ભૂલી જાઓ છો? (ભક્તો હસે છે). આ શું છે?

ભક્ત: જો કોઈ ભક્ત ભક્તિના પથ ઉપરથી પતિત થઇ જાય છે, શું તેણે ભાગવતમમાં વર્ણિત નર્કોમાં જવું પડે છે?

પ્રભુપાદ: ભક્ત કદી પણ પતિત નથી થતો. (વધારે હાસ્ય)

ભક્તો: જય! જય શ્રીલ પ્રભુપાદ!