GU/Prabhupada 0171 - લાખો વર્ષો સુધી સારી સરકારને ભૂલી જાઓ, જ્યાં સુધી...



Lecture on SB 1.2.28-29 -- Vrndavana, November 8, 1972

તો આ વર્ણાશ્રમ પ્રમાણે, પ્રશિક્ષણ હોવું જ જોઈએ, અમુક વર્ગોના લોકોને સરસ બ્રાહ્મણ બનવા માટે તાલીમ આપવી જ જોઈએ,. અમુક લોકોને સરસ ક્ષત્રીય બનવા માટે તાલીમ આપવી જ જોઈએ. અમુક લોકોને સારા વૈષ્ય બનવા માટે તાલીમ આપવી જ જોઈએ. અને શૂદ્રને કોઈ જરૂર નથી... બધા શૂદ્ર છે. જન્મના જાયતે શૂદ્ર. જન્મથી, દરેક વ્યક્તિ શૂદ્ર છે. સંસ્કારાદ ભવેદ દ્વિજ: તાલીમથી, કોઈ વૈષ્ય બને છે, કોઈ ક્ષત્રીય બને છે, કોઈ બ્રાહ્મણ બને છે. તે તાલીમ ક્યાં છે? બધા શુદ્રો. અને તમે સારી સરકારની કેવી રીતે અપેક્ષા કરી શકો છો, શૂદ્ર સરકાર? બધા શુદ્રો સાચી રીતે કે ખોટી રીતે મત લે છે. અને તે સરકારી પદો ઉપર બેસે છે. તેથી તેમનો એકજ ધંધો છે... કલી, આ યુગમાં ખાસ કરીને, મ્લેચ્છ રાજન્ય રૂપીણ:, ખાવું અને પીવું, માંસ ખાવું અને દારુ પીવું. મ્લેચ્છ, યવન, તેઓ સરકારી પદોને સ્વીકાર કરે છે. કેવા પ્રકારની સારી સરકારની તમે અપેક્ષા કરી શકો છો? લાખો વર્ષો સુધી સારી સરકારને ભૂલી જાઓ, ભૂલી જાઓ, સિવાયકે તમે આ વર્ણાશ્રમ ધર્મની સ્થાપના ન કરો. સારી સરકારનો કોઈ પ્રશ્ન જ નથી. પ્રથમ-શ્રેણીનો એક સારો ક્ષત્રીય હોવો જ જોઈએ, જે સરકારનો ભાર સંભાળી શકે. જેમ કે પરીક્ષિત મહારાજ. તે તેમના પ્રવાસ ઉપર હતા, અને જેવુ તેમણે જોયું કે એક કાળો માણસ એક ગાયને મારવાનો પ્રયત્ન કરે છે, તરતજ તેમણે તેમની તલવાર ઉપાડી: "કોણ છે તું, ધૂર્ત, અહિયાં?" તે ક્ષત્રીય છે. તે વૈષ્ય છે, જે ગાયોને રક્ષણ આપી શકે છે. કૃષિ ગો રક્ષા વાણિજ્યમ વૈષ્ય કર્મ સ્વભાવ જમ (ભ.ગી.૧૮.૪૪). બધું અહી છે સ્પષ્ટ રૂપે. સંસ્કૃતિ ક્યા છે?

તેથી આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમાજના નેતાઓ, તેમણે ખૂબજ ગંભીર ધ્યાન આપવું જોઈએ કેવી રીતે આ દુનિયાની સામાજિક પરિસ્થિતીને સુધારી શકાય છે. અહી જ નહીં, બધી જગ્યાએ, સાહેબ. માત્ર તે અજ્ઞાન અને ભ્રમમાં ચાલી રહ્યું છે, બધું. અસ્પષ્ટ, કોઈ સ્પષ્ટ ખ્યાલ નથી. અહી એક સ્પષ્ટ ખ્યાલ છે - વાસુદેવ પરા વેદઃ (શ્રી.ભા. ૧.૨.૨૮-૨૯). વેદ, જ્ઞાન, તમે લોકોને શિક્ષણ આપો છો, પણ તમારું શિક્ષણ ક્યા છે લોકોને વાસુદેવ, કૃષ્ણના વિશે શિક્ષણ આપવા માટે? ભગવદ ગીતા પ્રતિબંધિત છે. વાસુદેવ પોતાના વિશે કહે છે, પણ તે પ્રતિબંધિત છે. અને જો કોઈ વાંચે છે, કોઈ ધૂર્ત વાંચે છે, તે માત્ર વાસુદેવના સિવાયનું વાંચે છે. બસ તેટલું જ. કૃષ્ણ વગર ભગવદ ગીતા. આ ચાલી રહ્યું છે. આખું વ્યર્થ. તમે એક વ્યર્થ સમાજમાં માનવ સભ્યતાની અપેક્ષા ના કરી શકો. અહી મનુષ્ય જીવનનો સાચો હેતુ બતાવેલો છે: વાસુદેવ પરા વેદા વાસુદેવ પરા મખાઃ, વાસુદેવ પરા યોગા: (શ્રી.ભા. ૧.૨.૨૮-૨૯). કેટલા બધા યોગીઓ છે. હું સ્પષ્ટ રૂપે કહી શકું છું, કે વાસુદેવ વગર, યોગ - માત્ર નાકને દબાવવું છે. બસ. તે યોગ નથી.