GU/Prabhupada 0194 - આ રહ્યા આદર્શ પુરુષો
Lecture on SB 7.6.4 -- Toronto, June 20, 1976
તો આપણે શાસ્ત્ર-વિધિ લેવી જ ઘટે, મતલબ, આ ખરેખર સંસ્કૃતિની પ્રગતિ છે. કારણકે જન્મોજન્મથી આપણે આપણો ભગવાન સાથેનો સંબંધ ભૂલી ગયા છે, અને આ ફક્ત એક જ અવસર છે, માનવજન્મ, આપણે ભગવાન સાથેનો આપણો સંબંધ પુનઃપ્રસ્થાપિત કરી શકીએ છીએ. ચૈતન્ય ચરિતામૃતમાં કહ્યું છે કે: અનાદિ બહિર-મુખ જીવ કૃષ્ણ ભૂલીયા ગેલા અતેવા કૃષ્ણ વેદ-પુરાણ કરીલા. આ વેદ, પુરાણો કેમ છે? ખાસ કરીને ભારતમાં, આપણી પાસે ઘણું વેદિક સાહિત્ય છે. સૌ પ્રથમ, ચાર વેદો - સામ, યજુર, રિગ, અથર્વ. પછી તેમનું સારાંશ તત્વજ્ઞાન, વેદાંત-સૂત્ર. પછી વેદાંત સમજૂતી, પુરાણો. પુરાણોનો મતલબ પૂરક. સામાન્ય મનુષ્ય, તેઓ વેદિક ભાષા સમજી નથી શકતા. તેથી ઐતિહાસિક સંદર્ભોમાથી આ વેદિક સિદ્ધાંતો ભણાવવામાં આવે છે. તે પુરાણો કહેવાય છે. અને શ્રીમદ-ભાગવતમ મહા-પુરાણ કહેવાય છે. તે નિષ્કલંક પુરાણ છે, શ્રીમદ-ભાગવતમ, કારણકે બીજા પુરાણોમાં ભૌતિક કાર્યો છે, પણ આ મહા-પુરાણમાં, શ્રીમદ-ભાગવતમમાં, ફક્ત અધ્યાત્મિક કાર્યો છે. એ જરૂરી છે. તો આ શ્રીમદ-ભાગવતમ વ્યાસદેવ દ્વારા નારદની સૂચના હેઠળ લખવામાં આવ્યું હતું. મહા-પુરાણ. તો આપણે આનો લાભ લેવો જોઈએ. ઘણા બધા મૂલ્યવાન સાહિત્યો. મનુષ્ય જીવન એના માટે છે. તમે કેમ અવગણના કરો છો? અમારો, અમારો પ્રયાસ છે કે, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન કેવી રીતે આ વેદિક અને પૌરાણિક જ્ઞાનનો પ્રચાર કરવો, જેથી મનુષ્યો આનો લાભ લઈ શકે અને તેમનું જીવન સફળ બનાવી શકે. નહિતો, જો તે ફક્ત કઠોર પરિશ્રમ કરશે, દિવસ અને રાત, એક ભૂંડની જેમ... ભૂંડ દિવસ અને રાત ખૂબ પરિશ્રમ કરે છે એ શોધવા કે "મળ ક્યાં છે? મળ ક્યાં છે?" અને મળ આરોગ્યા પછી, જેવો તે થોડો હુષ્ટપુષ્ટ થઈ જાય છે કે... એટલા માટે જ ભૂંડ હુષ્ટપુષ્ટ હોય છે, કારણકે મળમાં બધાજ ખોરાકનો સાર હોય છે. તબીબી વિજ્ઞાન પ્રમાણે, મળ હાઈડ્રોફોસ્ફેટથી ભરપૂર હોય છે. તો હાઈડ્રોફોસ્ફેટ શક્તિવર્ધક છે. કોઈ એ પ્રયોગ કરી શકે છે. (હાસ્ય) પણ ખરેખર એ સત્ય છે. ભૂંડ મળને કારણે ખૂબ હુષ્ટપુષ્ટ બને છે.
તો, આ જીવન ભૂંડ કે સૂવર બનવા માટે નથી મળ્યું. મનુષ્યે સાધુ પુરુષ બનવું જોઈએ. એ માનવ સંસ્કૃતિ છે. તેથી, વેદિક સંસ્કૃતિમાં – બ્રાહ્મણ – પ્રથમવર્ગના માણસો. અત્યારે આ સમાજમાં કોઈ પ્રથમવર્ગના માણસો નથી. બધા તૃતીય, ચતુર્થ, પંચમ વર્ગ. સત્ય-સમ-દમ-તિતિક્ષ આર્જવ જ્ઞાનમ-વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ-કર્મ સ્વભાવ-જમ (ભ.ગી. ૧૮.૪૨). આ છે પ્રથમવર્ગના માણસો. સત્યભાષી, ખૂબ શાંત, જ્ઞાનથી ભરપૂર, ખૂબ સરળ, સહિષ્ણુ, અને શાસ્ત્રમાં માનવાવાળા. આ લક્ષણો છે પ્રથમવર્ગના માણસોના. તો આ સમસ્ત જગતમાં પ્રથમવર્ગના માણસો ક્યાં છે? (તોડ) ... કૃષ્ણ ભાવનામૃત આંદોલન ઓછામાં ઓછા એક વર્ગના માણસો રચવાનો પ્રયાસ કરે છે, પ્રથમવર્ગના માણસો, જેથી લોકો જુએ, "ઓહ, આ રહ્યા આદર્શ માણસો." તો જે લોકો કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં જોડાયેલા છે તેમને મારી વિનંતી છે, તેઓએ ખૂબજ સાવચેતીપૂર્વક પોતાને પ્રથમવર્ગના માણસ રાખવા જોઈએ. લોકો તેને બિરદાવશે અને અનુસરણ કરવાનો પ્રયાસ કરશે. યદ યદ આચરતી શ્રેષ્ઠસ તત તદ એવેતરો જનહ (ભ.ગી. ૩.૨૧) જો એક મનુષ્યનો વર્ગ હશે, પ્રથમવર્ગ, તો લોકો તેને બિરદાવશે. ઓછામાં ઓછું, તેઓ અનુસરવાનો પ્રયાસ કરશે, ભલે ને તેઓ પ્રથમવર્ગના ના બની શકે. તે લોકો અનુસરવાની કોશિશ કરશે. તત તદ એવ, સ યત પ્રમાણમ કુરુતે લોકાસ તદ અનુવર્તતે. તો પ્રથમવર્ગના માણસોની જરૂર છે. જો તે વર્તશે, બીજા તેને અનુસરશે. જો એક શિક્ષક ધૂમ્રપાન નહીં કરે, તો વિદ્યાર્થીઓ સ્વાભાવિક રીતે ધૂમ્રપાન બંધ કરી દેશે. પણ જો એક શિક્ષક ધૂમ્રપાન કરતો હશે, તો વિદ્યાર્થીઓ કેવી રીતે...? તેઓ વર્ગમાં પણ ધૂમ્રપાન કરે છે. મે ન્યુયોર્ક માં જોયું છે. ઓછામાં ઓછું ભારતમાં તે શરૂ નથી થયું. તે શરૂ થશે. કારણકે તે લોકો પણ પ્રગતિ કરી રહ્યા છે. (હાસ્ય) આ દુર્જનો પ્રગતિ કરી રહ્યા છે, નર્ક તરફ જઈ રહ્યા છે. (હાસ્ય)
તેથી, પ્રહલાદ મહારાજ સલાહ આપે છે, તમારો અમૂલ્ય સમય કહેવાતા આર્થિક વિકાસ અને અર્થહીન કાર્યોમાં બરબાદ કરશો નહીં. મુકુંદના ભક્ત બનવાનો પ્રયાસ કરો. તો તમારુ જીવન સફળ થશે.