GU/Prabhupada 0199 - કહેવાતા ધૂર્ત વિવેચકો કૃષ્ણને ટાળવા માંગે છે



Lecture on BG 13.8-12 -- Bombay, September 30, 1973

તત્વજ્ઞાન વગરની સમજણ લાગણી છે. અને ધાર્મિક વિભાવના વગરનું તત્વજ્ઞાન માનસિક અનુમાન છે. આ સમસ્ત વિશ્વમાં આ બે વસ્તુઓ ચાલી રહી છે, જોડે નહીં. ઘણા બધા કહેવાતા ધાર્મિક સંગઠનો છે, પણ કોઈ તત્વજ્ઞાન નથી. તેથી, આ કહેવાતી ધાર્મિક પ્રથાઓ આધુનિક સુશિક્ષિત માણસોને આકર્ષિત નથી કરતી. તેઓ ધર્મ છોડી રહ્યા છે, ખ્રિસ્તી, મુસ્લિમ, હિન્દુ. ફક્ત ઔપચારિકતા, કર્મકાંડ, તેમને પસંદ નથી. તેમને બધુજ તત્વજ્ઞાનના આધારે જાણવું છે. તે ભગવદ ગીતા છે.

ભગવદ ગીતા તત્વજ્ઞાનના આધારે છે, આ વિધિ, કૃષ્ણ-ભક્તિ. ભગવદ ગીતા મતલબ કૃષ્ણ-ભક્તિ, કૃષ્ણ ભાવનામૃત. તે ભગવદ ગીતા છે. ભગવદ ગીતા, શિક્ષા છે કે મનમના ભવ મદભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫). આ છે ભગવદ ગીતા. "હમેશા મારો વિચાર કરો." કૃષ્ણ ભાવના, શુદ્ધ અને સરળ. મના ભવ મદભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫). દરેક જગ્યાએ કૃષ્ણએ તેમના ચારિત્ર્ય પર ભાર આપ્યો છે. અહમ આદિર હી દેવાનામ: (ભ.ગી. ૧૦.૨) "હું સમસ્ત દેવતાઓનો સ્ત્રોત છું." મતઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય (ભ.ગી.૭.૭))

અહમ સર્વસ્વ પ્રભવો
મતઃ સર્વમ પ્રવર્તતે
ઈતિ મત્વા ભજન્તે મામ
બુધા ભાવ સમન્વિતા:
(ભ.ગી.૧૦.૮)

બધુ જ છે તેમાં.

તો, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ (ભ.ગી.૧૮.૬૬), મામ, અહમ, "હું." તો, દરેક શ્લોક, દરેક અધ્યાય, કૃષ્ણ. મઈ આસક્ત મના પાર્થ યોગમ યુંજન મદાશ્રય (ભ.ગી. ૭.૧). મઈ આસક્ત, "તે કે જે મારી સાથે આસક્ત છે," આસક્ત-મન, "મન મારી સાથે બંધાયેલું છે, તે યોગ છે." યોગીનામ અપી સર્વેષામ મદ-ગતેનાંતરાત્માના. મદગત, ફરીથી મત (ભ.ગી. ૬.૪૭). મદગત અંતરાત્માના, શ્રધ્ધાવાન ભજતે યો મામ સ મે યુક્તતમો મતઃ તો બધે જ કૃષ્ણ પર જ ભાર મૂકવામાં આવ્યો છે. પણ દુર્જન વિવેચકો, તે લોકો કૃષ્ણને કાઢી નાખવા માંગે છે. આ દુર્જનતાએ ભારતમાં વિનાશ સર્જ્યો છે. આ દુર્જનો, કહેવાતા વિવેચકો, તે લોકો કૃષ્ણને ટાળવા માંગે છે. તેથી કૃષ્ણ ભાવનામૃત આંદોલન એ આ દુર્જનો સામે પડકાર છે. એ પડકાર છે કે "તમે કૃષ્ણ વગર કૃષ્ણ બનાવવા માંગો છો. તે અર્થહીન છે."