GU/Prabhupada 0202 - એક પ્રચારક કરતા વધારે કોણ પ્રેમ કરી શકે



Morning Walk -- May 17, 1975, Perth

અમોઘ: શાહમૃગો તેમના માથા જમીનમાં એક છિદ્રમાં ચોંટાડે છે.

પ્રભુપાદ: હા. પરમહંસ:

પણ થોડી પ્રગતિ હોવી જ જોઈએ કારણકે કેટલા બધા હરે કૃષ્ણ આંદોલનમાં જોડાઈ રહ્યા છે.

પ્રભુપાદ: તેઓ વાસ્તવિક પ્રગતિ કરી રહ્યા છે. ભવ-મહા દાવાગ્નિ નિર્વાપણમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨). તેમની આ ભૌતિક ચિંતાઓ પૂરી થઇ જાશે. તેઓ પ્રગતિ કરી રહ્યા છે. ચેતો દર્પણ માર્જનમ ભવ મહા દાવાગ્નિ નિર્વાપણમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨). હરે કૃષ્ણનો જપ કરતા કરતા તેમનો અસ્વચ્છ હ્રદય શુદ્ધ થશે, અને જેવુ તે પૂર્ણ રૂપે શુદ્ધ થશે, ત્યારે ભૌતિક અસ્તિત્વના તેમના કષ્ટો પૂરા થઇ જાશે. હવે કોઈ વધુ ચિંતા નહીં.

પરમહંસ: તેઓ સુખી દેખાય છે, પણ.... કૃષ્ણના ભક્તો સુખી દેખાય છે, પણ તે વધુ વ્યવહારિક કાર્યો કરતા નથી. તે હંમેશા ગાય છે અને નાચે છે અને થોડું ધન માંગે છે .પણ તેઓ કોઈ વ્યવહારિક કાર્ય કરતા નથી. અમે કેટલા બધા વ્યવહારિક કર્યો કરીએ છીએ.

પ્રભુપાદ: નાચવું કાર્ય કરવું નથી? અને પુસ્તક લખવું કાર્ય કરવું નથી? પુસ્તક વિતરણ કાર્ય કરવું નથી? કાર્ય કરવું એટલે શું ત્યારે? હમ્મ? વાંદરાની જેમ કૂદવું? હા? શું તે કાર્ય કરવું છે?

અમોઘ: પણ અમે લોકોને વ્યવહારિક રૂપે મદદ કરીએ છીએ. જેમ કે અસ્પતાલમાં કે દારૂડિયો...

પ્રભુપાદ: ના,શું... તમે કેવી રીતે મદદ કરો છો? તમે શું વિચારો છો કે તે અસ્પતાલમાં જશે તો મરશે નહીં? અને તમે કેવી રીતે મદદ કરો છો? તમે વિચારો છો કે તમે મદદ કરો છો.

અમોઘ: પણ તે વધુ જીવે છે.

પ્રભુપાદ: તે બીજી મૂર્ખતા છે. તમે કેટલો સમય જીવિત રહેશો? જ્યારે મૃત્યુનો સમય આવશે, ત્યારે તમે એક પણ ક્ષણ વધારે નથી જીવિત રહો. જ્યારે વ્યક્તિ મરવાનો હોય છે, ત્યારે તેનું જીવન પૂર્ણ થઇ ગયેલું હોય છે. શું તમારા ઇન્જેક્શન, દવા, એક મિનટનું વધારે જીવન આપી શકે છે? શું કોઈ તેવી દવા છે?

અમોઘ: હવે એવું લાગે છે કે હોઈ શકે છે.

પ્રભુપાદ: ના... અમોઘ: ક્યારેક જ્યારે તેમને દવા આપવામાં આવે છે ત્યારે તે વધારે જીવિત રહે છે.

પરમહંસ: તે લોકો કહે છે કે હ્રદયને એક ઠેકાણાથી બીજા ઠેકાણે રોપિત કરવાથી તે લોકોને જીવીત કરી શકાય...

પ્રભુપાદ: તે લોકો કહી શકે છે, તે... કારણકે અમે તેમને ધૂર્ત માનીએ છીએ, કેમ હું તેમના શબ્દો ઉપર વિશ્વાસ કરું? આપણે તેમને ધૂર્તો તરીકે લેવા જોઈએ, બસ. (કોઈ પાછળ બહુ જ મોટી રીતે રાડ પાડે છે, પ્રભુપાદ પણ તેમના ઉપર બૂમ પાડે છે) (હાસ્ય) બીજો ધૂર્ત. તે જીવનનો આનંદ માણે છે. તો આ દુનિયા ધૂર્તોથી ભરેલી છે. આપણે ખૂબજ નિરાશાવાદી હોવા જોઈએ, થોડું પણ આશાવાદી ન હોવું જોઈએ આ જગત માટે. જ્યા સુધી તમે નિરાશાવાદી નહીં હોવ, તમે ભગવદ ધામ ન જઈ શકો. જો તમને થોડું પણ આકર્ષણ છે આ જગત માટે - "આ સરસ છે." - તો તમારે અહીં રેહવું પડશે. હા. કૃષ્ણ એટલા કડક છે.

પરમહંસ: પણ જીસસે કહ્યું હતું: "તમારા ભાઈને તમારા પોતાની જેમ પ્રેમ કરો." તો જો આપણે આપણા ભાઈને પ્રેમ કરીએ...

પ્રભુપાદ: તે આપણે પ્રેમ કરીએ છીએ. આપણે કૃષ્ણ ભાવનામૃત આપીએ છીએ. તે પ્રેમ કરવું છે, સાચું પ્રેમ કરવું. આપણે તેને શાશ્વત જીવન, શાશ્વત આનંદ આપીએ છીએ. જો આપણે તેમને પ્રેમ નથી કરતા, કેમ આપણે આટલો કષ્ટ ઉઠાવીએ છીએ? પ્રચારકને લોકોને પ્રેમ કરવો જ જોઈએ. નહિતો તે કેમ સ્વીકારે છે? તે પોતાના માટે ઘરે કરી શકે છે. તે કેમ આટલું કષ્ટ ઉઠાવે છે? કેમ એસી વર્ષની આયુમાં હું અહીં આવ્યો છું જો હું લોકોને પ્રેમ ના કરતો હોઉ તો? તો એક પ્રચારક કરતા વધારે કોણ પ્રેમ કરી શકે? તે પશુઓને પણ પ્રેમ કરે છે. તેથી તે પ્રચાર કરે છે, "માંસ ના ખાવો." શું તેમને પશુઓ ગમે છે, ધૂર્તો? તેઓ ખાય છે, અને તે પોતાના દેશને પ્રેમ કરે છે, બસ. કોઈ પણ પ્રેમ નથી કરતું. તે માત્ર ઇન્દ્રિય તૃપ્તિ છે. જો કોઈ પ્રેમ કરે છે, તે કૃષ્ણ ભાવનાભાવિત છે, બસ. બીજા બધા ધૂર્તો. તે પોતાની ઇન્દ્રિય તૃપ્તિની પાછળ છે, અને તે બહાર નિશાનીનું પાટીયું લગાડે છે, "હું દરેકને પ્રેમ કરુ છું." તે તેમનું કાર્ય છે. અને મૂર્ખ લોકો સ્વીકાર કરે છે, "ઓહ, આ માણસ ખૂબ ઉદાર છે." તે કોઈ પણ માણસને પ્રેમ નથી કરતો. તે માત્ર તેની ઇન્દ્રિયોને પ્રેમ કરે છે. બસ. તેની ઇન્દ્રિયોનો સેવક છે, બસ.