GU/Prabhupada 0204 - મને ગુરુની કૃપા મળી રહી છે. આ વાણી છે



Morning Walk -- July 21, 1975, San Francisco

પ્રભુપાદ: તમારે બન્નેનો સંગ કરવો જોઈએ. ગુરુ કૃષ્ણ કૃપાય પાય ભક્તિ લતા બીજ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૫૧). બન્ને ગુરુની કૃપા અને કૃષ્ણની કૃપા, બન્ને ભેગી થવી જોઈએ. ત્યારે તમને મળશે.

જયદ્વૈત: અમે ખૂબજ આતુર છે પ્રભુપાદ તે ગુરુ-કૃપાને મેળવવા માટે.

પ્રભુપાદ: કોણ?

જયદ્વૈત: અમે બધા.

પ્રભુપાદ: હા. યસ્ય પ્રસાદાદ ભગવદ પ્રસાદો. જો તમને ગુરુની કૃપા મળશે, તો તરત જ તમને કૃષ્ણની કૃપા પણ મળી જશે.

નારાયણ: શું ગુરુ કૃપા માત્ર ગુરુને પ્રસન્ન કરવાથી જ મળશે, શ્રીલ પ્રભુપાદ?

પ્રભુપાદ: નહિતો કેમ?

નારાયણ: ક્ષમા કરો?

પ્રભુપાદ: નહિતો કેવી રીતે મળે?

નારાયણ: તો જે શિષ્યોને તમારા દર્શન મેળવવાની કે વાત કરવાની તક નથી...

પ્રભુપાદ: તે જ તે વાત કરી રહ્યા હતા, વાણી અને વપુ: ભલે તમે તેમનું શરીર નથી જોઈ શકતા, તમે તેમના શબ્દોનો સ્વીકાર કરો, વાણી.

નારાયણ: પણ તેમને કેવી રીતે ખબર પડશે કે તમને પ્રસન્ન કરી રહ્યા છે, શ્રીલ પ્રભુપાદ?

પ્રભુપાદ: જો તમે વાસ્તવમાં ગુરુના શબ્દોનું પાલન કરશો, તેનો અર્થ છે કે તેઓ પ્રસન્ન છે. અને જો તમે પાલન નહીં કરો, ત્યારે તેઓ કેવી રીતે પ્રસન્ન થઇ શકે?

સુદામા: તે જ નહીં, તમારી કૃપા બધી જગ્યાએ વ્યાપ્ત છે, અને જો અમે લાભ લઈએ, તમે એક વાર અમને કહ્યું હતું, તો અમે તેના પરિણામનો અનુભવ કરી શકીએ છીએ.

પ્રભુપાદ: હા.

જયદ્વૈત: અને જો આપણને જે ગુરુ કહે છે, તેના ઉપર વિશ્વાસ છે, તો આપણે તેને તરત જ કરીશું.

પ્રભુપાદ: હા. મારા ગુરુ મહારાજ ૧૯૩૬માં અવસાન પામ્યા અને મે આ આંદોલન ૧૯૬૫ માં શરુ કર્યું હતું, ૩૦ વર્ષો પછી. પછી? મને ગુરુની કૃપા મળે છે. તે વાણી છે. ભલે ગુરુ વ્યક્તિગત રીતે ઉપસ્થિત નથી, પણ જો તમે વાણીનું પાલન કરશો, તો તમને મદદ મળશે.

સુદામા: તો વિરહનો ક્યારે પણ પ્રશ્ન જ નથી, જ્યા સુધી શિષ્ય ગુરુના આદેશનું પાલન કરે છે.

પ્રભુપાદ: ના. ચક્ષુ દાન દિલો યેઈ... આગલો શ્લોક શું છે?

સુદામા: ચક્ષુ દાન દિલો યેઈ, જન્મે જન્મે પ્રભુ સેઈ.

પ્રભુપાદ: જન્મે જન્મે પ્રભુ સેઈ. તો વિરહનો પ્રશ્ન જ ક્યાં છે? જેણે આપણી આંખો ખોલી છે, તે આપણા દરેક જન્મમાં આપણા પ્રભુ છે.

પરમહંસ: શું તમે તમારા ગુરુ મહારાજથી ક્યારેય પણ તીવ્ર વિરહનો અનુભવ નથી કરતાં?

પ્રભુપાદ: તે તમારે પ્રશ્ન કરવાની જરૂર નથી.