GU/Prabhupada 0206 - વૈદિક સમાજમાં રૂપિયાનો કોઈ પ્રશ્ન જ નથી



Morning Walk -- October 16, 1975, Johannesburg

પ્રભુપાદ: એમ માનો કે "દરેક વ્યક્તિ ધૂર્ત છે," અને પછી તેમને પ્રશિક્ષણ આપો. તેની જરૂર છે. દરેકને ધૂર્ત તરીકે લો. કોઈ પ્રશ્ન જ નથી કે "આ બુદ્ધિશાળી વ્યક્તિ છે, આ ધૂર્ત છે, આ છે ..." ના. સૌથી પેહલા તેમને ધૂર્ત માનીને તેમને પ્રશિક્ષણ આપો. તેની જરૂર છે. અત્યારે તેની જરૂર છે. વર્તમાન સમયે આખી દુનિયા ધૂર્તોથી ભરેલી છે. હવે, જો તેઓ કૃષ્ણ ભાવનાભાવિત બનશે તો, તેમનામાથી પસંદગી કરો. જેમ કે હું પ્રશિક્ષણ આપું છું. તમે બ્રાહ્મણ છો પ્રશિક્ષણ દ્વારા. તો જો બ્રાહ્મણની જેમ પ્રશિક્ષિત થવા માટે તૈયાર છે, તેને બ્રાહ્મણ વર્ગમાં વિભાજીત કરો. જેને ક્ષત્રિયની જેમ પ્રશિક્ષણ અપાયેલ છે, તેને પણ વિભાજીત કરો. આ રીતે, ચાતુર વર્ણ્યમ મયા સૃષ્ટમ... (ભ.ગી. ૪.૧૩).

હરિકેશ: અને તે ક્ષત્રિય મૂળ રૂપે બધાને શૂદ્રની રીતે સંલગ્ન કરશે અને તેમનામાંથી પસંદગી કરશે. પ્રભુપાદ: હમ્મ? હરિકેશ: તે શરૂઆતમાં કોઈને પકડશે...

પ્રભુપાદ: ના, ના, ના. તમે પકડો... તમે લોકોના આખા સમૂહને શૂદ્ર માનો. પછી...

હરિકેશ: પકડો.

પ્રભુપાદ: પકડો. અને બીજા, જે ન તો બ્રાહ્મણ છે ન તો ક્ષત્રિય છે ન તો વૈશ્ય છે, ત્યારે તે શૂદ્ર છે. બસ, તે ખૂબજ સરળ વસ્તુ છે. જો તેને એન્જીનીયરની જેમ પ્રશિક્ષણ ન આપી શકાય, તો તેને એક સાધારણ વ્યક્તિના રૂપે માનવામાં આવે છે. કોઈ બળજબરી નથી. આ સમાજને વ્યવસ્થિત કરવાની વિધિ છે. કોઈ બળજબરી નથી. શૂદ્રની પણ જરૂર છે.

પુષ્ટ કૃષ્ણ: હવે આધુનિક સમાજમાં શિક્ષિત બનવા કે એન્જીનીયર બનવા માટેની પ્રેરણા ધન છે. વૈદિક સંસ્કૃતિમાં પ્રેરણા શું છે?

પ્રભુપાદ: ધનની કોઈ જરૂર નથી. બ્રાહ્મણ બધું જ મફતમાં શીખવાડે છે. ધનનો કોઈ પ્રશ્ન જ નથી. કોઈ પણ એક બ્રાહ્મણની જેમ, કે એક ક્ષત્રિયની જેમ, કે એક વૈશ્યની જેમ પ્રશિક્ષણ લઇ શકે છે, કોઈ... વૈશ્યને કોઈ શિક્ષાની જરૂર નથી. ક્ષત્રિયને થોડી જરૂર છે. બ્રાહ્મણોને જરૂર છે. પણ તે મફતમાં છે. માત્ર એક બ્રાહ્મણ ગુરુને શોધી કાઢો અને તે તમને મફતમાં શિક્ષણ આપશે. બસ. તે સમાજ છે. હવે, જેવુ... વર્તમાન સમયે, વ્યક્તિને શિક્ષિત થવું છે, તેને ધનની જરૂર પડે છે. પણ વૈદિક સમાજમાં ધનનો કોઈ પ્રશ્ન જ નથી. શિક્ષણ મફત.

હરિકેશ: તો તે સમાજમાં શું પ્રેરણા સુખ છે?

પ્રભુપાદ: હા, તે છે... બધા આકાંક્ષા કરે છે: "ક્યાં છે સુખ?" આ સુખ હશે. જ્યારે લોકો શાંત હશે, તેમની જીવન અવસ્થામાં સંતુષ્ટ રહેશે, તેનાથી સુખ આવશે, એમ કલ્પના કરવા દ્વારા નહીં કે "જો મારા પાસે એક ગગનચુંબી ઇમારત છે, તો હું સુખી રહીશ," અને પછી તેના ઉપરથી કૂદીને આત્મહત્યા કરવું. તે ચાલી રહ્યું છે. તે વિચારે છે કે "જો મારી પાસે ગગનચુંબી ઇમારત હશે, તો હું સુખી બનીશ," અને જ્યારે તે દુઃખી થઇ જાય છે, તે નીચે કૂદી જાય છે. તે ચાલી રહ્યું છે. આ સુખ છે. તેનો અર્થ છે કે બધા ધૂર્તો છે. તેમને ખબર નથી કે સુખ એટલે શું છે. તેથી બધાને કૃષ્ણ પાસેથી માર્ગદર્શનની જરૂર છે. આ છે કૃષ્ણ ભાવનામૃત આંદોલન. હવે તમે કહેતા હતા કે અહીં આત્મહત્યાની સંખ્યા ખૂબ વધારે છે?

પુષ્ટ કૃષ્ણ: હા.

પ્રભુપાદ:કેમ?. આ દેશમાં સોનાની ખાણો છે, અને કેમ તેઓ ...? અને તમે કીધું હતું કે અહીં ગરીબ બનવું મુશ્કેલ છે.

પુષ્ટ કૃષ્ણ: હા, તમારે અહીં ખૂબ મેહનત કરવી પડશે ગરીબ રહેવા માટે.

પ્રભુપાદ: હા. અને છતાં આત્મહત્યા છે. કેમ? દરેક માણસ ખૂબ ધની વ્યક્તિ છે, અને છતાં કેમ તે આત્મહત્યા કરે છે? હમ્મ? શું તમે જવાબ આપી શકો છો?

ભક્ત: તેમને કેન્દ્રિય સુખની ખોટ છે?

પ્રભુપાદ: હા. કોઈ સુખ નથી.