GU/Prabhupada 0219 - સ્વામી બનવાના આ વ્યર્થ ખ્યાલને છોડી દો
Lecture on SB 7.9.24 -- Mayapur, March 2, 1976
તમારા દેશમાં એસી ટકા, નેવું ટકા લોકો મલેરિયાથી ચેપિત છે, અને તેઓ સીફીલીસમાં છે. તો શું અંતર છે? તમે કેમ બનાવો છો..? એક મેડીકલ માણસના રૂપે તમે તફાવત કેમ કરો છો કે 'આ રોગ તે રોગ કરતા સારો છે?' રોગ રોગ છે. વાસ્તવમાં તે સત્ય છે. તમે કહો છો "અમે મલેરિયાથી પીડિત છીએ. તે સીફીલીસથી પીડિત થવા કરતા સારું છે." ના. રોગ રોગ છે. તેવી જ રીતે, બ્રહ્મા કે કીડી, રોગ સ્વામી કેવી રીતે બનવું, તે છે. તે રોગ છે. તેથી, આ રોગનું નિવારણ કરવા માટે, કૃષ્ણ આ રોગનું નિવારણ કરવા માટે આવે છે, ચોખ્ખું કહેવા માટે, "ધૂર્ત, તું સ્વામી નથી; તું સેવક છે. મને શરણાગત થા." આ રોગનું નિવારણ છે. જો વ્યક્તિ સ્વીકાર કરે છે કે "હવે વધુ નાહી," આર નારે બાપા, "વધુ સ્વામી બનવાનો પ્રયાસ નહીં," તે રોગનું નિવારણ છે.
તેથી ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે, જેમ કે પ્રહલાદ મહારાજે પણ કહ્યું છે, નિજ ભૃત્ય-પાર્શ્વમ (શ્રી.ભા. ૭.૯.૨૪) "મને તમારા સેવકોના સેવકના રૂપે સંલગ્ન કરો." તે જ વસ્તુ ચૈતન્ય મહાપ્રભુએ પણ કહી છે, ગોપી-ભર્તુર પદ કમલયોર દાસ-દાસ-અનુદાસ: (ચૈ.ચ. મધ્ય ૧૩.૮૦). તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલે કે આપણે સ્વામી બનવાનો આ વ્યર્થ ભાવ ત્યજવો જ પડે. આ કૃષ્ણ ભાવનામૃત છે. આપણે કેવી રીતે સેવક બનવું તે શીખવું પડે. માત્ર સેવક જ નહીં, પણ સેવકના સેવકનો સેવક... તે ઉપાય છે. તેથી પ્રહલાદ મહારાજે કહ્યું છે, "તો હવે મે સ્વામી બનવાનું આ બધું વ્યર્થ સમજી લીધું છે. મારા પિતાએ પણ સ્વામી બનવાનો પ્રયાસ કર્યો હતો. તો આ જ્ઞાન, હવે હું સિદ્ધ છું. સ્વામી બનવાનો કોઈ મતલબ નથી. વધારે સારું છે, જો તમારે મને કોઈ વરદાન આપવું જ છે, કૃપા કરીને મને તમારા સેવકનો સેવક બનાવો." આ વરદાન છે. તો જે વ્યક્તિ કૃષ્ણના દાસનો દાસ બનવાનું શીખી ગયો છે, તે સિદ્ધ છે. તેથી ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે, તૃણાદ અપિ સુનીચેન તરોર અપિ સહિષ્ણુના. એક સેવકે સહન કરવું જોઈએ. સહન. સેવક, ક્યારેક સ્વામી કેટલી બધા વસ્તુઓનો આદેશ આપે છે, તો તે વિચલિત થઇ જાય છે. પણ છતાં, તેણે સહન કરીને આદેશને પૂરો કરવો જોઈએ. તે સિદ્ધિ છે. અહી ભારતમાં હજી પણ, જ્યારે વ્યક્તિ લગ્ન કરવા માટે જાય છે, તો તેની...આ પ્રથા છે. તેની માતા વરને પ્રશ્ન કરે છે, "મારા છોકરા, તું ક્યા જાય છે?" તે જવાબ આપે છે, "હે માતા, હું તમારા માટે એક દાસી લાવવા માટે જાઉં છું." આ પ્રથા છે. "હે માતા, હું તમારા માટે એક દાસી લાવવા માટે જાઉં છું." તેનો અર્થ છે કે "મારી પત્ની, તમારી વધુ, તમારી દાસીના રૂપે સેવા કરશે." આ વૈદિક સભ્યતા છે.
જ્યારે કૃષ્ણ તેમની સોળ હજાર પત્નીઓ સાથે હસ્તિનાપુર ગયા હતો, તો દ્રૌપદી... તે સ્વાભાવિક છે સ્ત્રી અને સ્ત્રીના વચ્ચે, તેઓ તેમના પતિના વિશે ચર્ચા કરે છે. તે સ્વાભાવિક છે. તો દ્રૌપદી કૃષ્ણની દરેક પત્નીને પૂછે છે. દરેકને નહીં. તે અશક્ય છે, સોળ હજાર. વિશેષ કરીને મુખ્ય પટ્ટરાણિયો, શરૂઆત.. શું છે (અસ્પષ્ટ)? રૂકમીણી, હા. તો તેમનામાંથી દરેક તેમના વિવાહ-સંસ્કારનું વર્ણન કરી રહ્યા હતા કે "મારો.." રૂકમીણીએ સમજાવ્યું કે "મારા પિતા મને કૃષ્ણને સોપી દેવા માટે ઈચ્છુક હતા, પણ મારા મોટા ભાઈ સમ્મત ના થયા. તે મને શિશુપાલ સાથે લગ્ન કરાવવા ઈચ્છતા હતા. તો મને તે ગમતું ન હતું. મે કૃષ્ણને એક ખાનગી પત્ર લખ્યો હતો, કે 'મેં મારું જીવન તમારા પ્રતિ સમર્પિત કર્યું છે, પણ આ સ્થિતિ છે. કૃપા કરીને આવીને મારુ અપહરણ કરો.' તો આ રીતે કૃષ્ણે મારુ અપહરણ કરીને મને તેમની દાસી બનાવી." રાણીની પુત્રી, રાજાની પુત્રી... તેમનામાંથી દરેક રાજાની પુત્રીઓ હતી. તે સાધારણ વ્યક્તિની પુત્રીઓ ન હતી. પણ તે કૃષ્ણની દાસી બનવા માગતા હતા. આ વિચાર છે, દાસ અને દાસી બનવાનો. આ માનવ સભ્યતાનો આદર્શ છે. દરેક સ્ત્રીએ તેના પતિની દાસી બનવાનો પ્રયાસ કરવો જોઈએ, અને દરેક પુરુષે કૃષ્ણના સો વાર દાસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ભારતીય સભ્યતા છે, એવું નહીં કે "પતિ અને પત્ની, અમને સમાન હક છે." તે, યુરોપમાં, અમેરિકામાં, આ આંદોલન ચાલી રહ્યું છે, "સમાન હક." તે વેદિક સભ્યતા નથી. વૈદિક સભ્યતા છે કે પતિ કૃષ્ણનો નિષ્ઠાવાન દાસ હોવો જોઈએ, અને પત્ની તેના પતિની નિષ્ઠાવાન દાસી હોવી જોઈએ.