GU/Prabhupada 0228 - અમર કેવી રીતે બનવું તેનો સાક્ષાત્કાર કરો



Lecture on BG 2.15 -- London, August 21, 1973

તો તેમના સમ્મેલનો, તેમના સંયુક્ત રાષ્ટ્ર, તેમનો વૈજ્ઞાનિક વિકાસ, તેમની શૈક્ષણિક પદ્ધતિ, તત્વજ્ઞાન, અને ફલાણું, ફલાણું, બધું આ ભૌતિક જગતમાં કેવી રીતે સુખી બનવું તેના વિશે છે. ગૃહ-વ્રતાનામ. તેમનું લક્ષ્ય છે અહી કેવી રીતે સુખી બનવું. અને તે શક્ય નથી. આ ધૂર્તો, તેઓ સમજી નથી શકતા. જો તમારે સુખી બનવું છે, તો તમારે કૃષ્ણ પાસે આવવું જ પડશે, મામ ઉપેત્ય તુ કૌન્તેય દુ:ખાલયમ અશાશ્વતમ નાપ્નુવન્તી (ભ.ગી. ૮.૧૫). કૃષ્ણ કહે છે, "જો કોઈ મારી પાસે આવે છે, તો તે પાછો આ જગ્યામાં નહીં આવે જે દુઃખોથી ભરેલું છે." દુ:ખાલયમ. આ ભૌતિક જગતને કૃષ્ણ દ્વારા દુ:ખાલયમ કેહવામાં આવેલું છે. આલયમ એટલે કે નિવાસ, અને દુઃખ એટલે કે કષ્ટ. અહી બધું કષ્ટમય છે, પણ મૂર્ખો મોહમાં, માયાથી આવૃત થયેલા, તે કષ્ટને સુખ માને છે. તે માયા છે. તે કદાપિ સુખ નથી. એક માણસ આખો દિવસ અને રાત મહેનત કરે છે, અને કારણકે તેને થોડા કાગળો મળે છે જ્યાં લખેલું છે, "અમે ભગવાનમાં વિશ્વાસ કરીએ છીએ. આ કાગળ લો, સો ડોલર. હું તને છેતરું છું." શું તેવું નથી? "હું ભગવાનમાં વિશ્વાસ કરું છું. હું તને રકમ આપવાનું વચન આપું છું. હવે આ કાગળ લે. તેની કિંમત એક પૈસો પણ નથી. પણ ત્યાં લખેલું છે સો ડોલર." તો હું વિચારું છું હું ખૂબ સુખી છું: "મને આ નોટ મળી છે." બસ, આટલું જ. છેતરનાર અને છેતરાઈ ગયેલા. આ ચાલી રહ્યું છે.

તો આપણે આ ભૌતિક જગતના સુખ અને દુઃખથી વિચલિત ન થવું જોઈએ. તે આપણું લક્ષ્ય હોવું જોઈએ. આપણું લક્ષ્ય હોવું જોઈએ કેવી રીતે કૃષ્ણ ભાવનામૃતનો અમલ કરવો. કેવી રીતે અમલ કરવો. અને ચૈતન્ય મહાપ્રભુએ ખૂબજ સરળ ઉપાય બતાવ્યો છે:

હરેર નામ હરેર નામ હરેર નામૈવ કેવલમ
ક્લૌ નાસ્તિ એવ નાસ્તિ એવ નાસ્તિ એવ ગતિર અન્યથા
(ચૈ.ચ. આદિ ૧૭.૨૧)

આ કલિયુગમાં તમે કોઈ પ્રકારની કઠોર તપસ્યા ના કરી શકો. બસ તમે હરે કૃષ્ણનો જપ કરો. તે પણ આપણે નથી કરી શકતા. જરા જુઓ. કેટલા દુર્ભાગ્યશાળી છીએ આપણે. આ કલિયુગની અવસ્થા છે. મંદા: સુમંદ મતયો મંદ-ભાગ્યા ઉપદ્રતા: (શ્રી.ભા. ૧.૧.૧૦). તેઓ ખૂબ ધૂર્ત છે, મંદ. મંદ એટલે કે ખૂબજ ખરાબ, મંદ. અને સુમંદ-મતય:.અને જો તેમને કઈક સુધારવું છે, ત્યારે તે કોઈક ધૂર્ત ગુરુજી મહારાજનો સ્વીકાર કરશે. મંદ સુમંદ-મતય: અને કોઈ દળ જેનું કઈ પ્રામાણિક યોગદાન નથી, તે સ્વીકાર કરશે: "ઓહ, તે ખૂબ સરસ છે." તો સૌથી પેહલા તે ખરાબ છે, અને તેના પછી તે કઈ સ્વીકાર કરશે, તો તે પણ ખરાબ હશે. કેમ? દુર્ભાગ્યશાળી. મંદા સુમંદ-મતયો મંદ ભાગ્યા: (શ્રી.ભા. ૧.૧.૧૦). મંદ-ભાગ્યા: એટલે કે દુર્ભાગ્યશાળી. અને તેના ઉપરાંત, ઉપદ્રતા: હમેશા પીડિત છે - વધારે પડતા કરથી, વર્ષાના અભાવથી, ખોરાકના અભાવથી. કેટલી બધી વસ્તુઓ. આ કલિયુગની અવસ્થા છે. તેથી ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે... ચૈતન્ય મહાપ્રભુએ નહીં. તે વૈદિક સાહિત્યમાં છે, કે તમે યોગ અભ્યાસ નથી કરી શકતા, ધ્યાન કે મોટા, મોટા યજ્ઞો, કે મોટા મોટા મંદિરો અર્ચાવિગ્રહની પૂજા-અર્ચના માટે નિર્માણ નથી કરી શકતા. આજકાલ તે ખૂબ, ખૂબજ અઘરું છે. માત્ર હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે,હરે રામ હરે રામ રામ રામ હરે હરેનો જપ કરો. અને ધીમે ધીમે તમને સાક્ષાત્કાર થશે કેવી રીતે અમર બનવું.

આપનો ખૂબ ખૂબ આભાર.