GU/Prabhupada 0233 - આપણને કૃષ્ણ ભાવનામૃત ગુરુ અને કૃષ્ણની કૃપાથી મળે છે



Lecture on BG 2.4-5 -- London, August 5, 1973

તો કૃષ્ણને શત્રુઓ છે. અરિસુદન. અને તેમને મારવા પડશે. કૃષ્ણના બે કાર્યો છે: પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ (ભ.ગી. ૪.૮). દુષ્ટો... તેઓ દુષ્ટો છે. જે અસુરો કૃષ્ણને પડકાર આપે છે, જે કૃષ્ણ સાથે હરીફાઈ કરવા માગે છે, જે કૃષ્ણની સંપત્તિનો ભોગ કરવા માગે છે, તે બધા કૃષ્ણના શત્રુઓ છે, અને તેમને મારી નાખવા જોઈએ. તો મારવાનું કાર્ય અહી શત્રુઓ માટે ઠીક છે, સામાન્ય રીતે નહીં. ત્યારે આગલો પ્રશ્ન છે, "ઠીક છે, શત્રુઓને તમે મારી શકો છો, માન્યું. પણ કેવી રીતે તમે મને મારા ગુરુઓને મારવા માટે ભલામણ આપો છો? ગુરુન અહત્વા. પણ જો તે કૃષ્ણના માટે છે, જો જરૂરી છે, તો તમારે તમારા ગુરુને પણ મારવા પડે. તે સિદ્ધાંત છે. કૃષ્ણના માટે. જો કૃષ્ણ માગે છે, ત્યારે તમે ના પાડી ન શકો... જો કૃષ્ણ ઈચ્છે છે કે તમે તમારા ગુરુને મારી નાખો, ત્યારે તમારે કરવું જ પડે. તે કૃષ્ણ ભાવનામૃત છે. અવશ્ય, કૃષ્ણ કદી તમને ગુરુને મારવા માટે નહીં કહે, પણ... કારણકે ગુરુ અને કૃષ્ણ એક સમાન છે. ગુરુ-કૃષ્ણ-કૃપાય (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૫૧). આપણને કૃષ્ણ ભાવનામૃત ગુરુ અને કૃષ્ણની કૃપાથી મળે છે. તો સાચા ગુરુને ક્યારેય પણ મારવા ન જોઈએ, પણ કહેવાતા ગુરુઓને મારવા જ પડે. કહેવાતા, બનાવટી, મિથ્યા ગુરુ, તેને મારવો જોઈએ. જેમ કે પ્રહલાદ મહારાજ. જ્યારે પ્રહલાદ મહારાજ... ઉભા હતા. નરસિંહદેવ, તેના પિતાની હત્યા કરે છે. પિતા ગુરુ છે. સર્વ-દેવમયો ગુરુ: (શ્રી.ભા. ૧૧.૧૭.૨૭). તેવી જ રીતે, પિતા પણ ગુરુ છે, ઓછામાં ઓછું ઔપચારિક રીતે તેઓ ગુરુ છે. ભૌતિક રીતે ગુરુ છે. તો કેમ પ્રહલાદ મહારાજે નરસિંહદેવને તેના ગુરુને મારી નાખવા દીધા? તેમના પિતા. બધાને ખબર હતી કે હિરણ્યકશિપુ તેમના પિતા હતા. શું તમને જોવું ગમે કે તમારા પિતા બીજા કોઈ વ્યક્તિ દ્વારા મારવામાં આવી રહ્યા છે અને તમે ત્યાં ઉભા રેહશો? તમે વિરોધ નહીં કરો? શું તે તમારું કર્તવ્ય નથી? ના, તે તમારું કર્તવ્ય છે. જ્યારે તમારા પિતા ઉપર આક્રમણ થાય છે, ત્યારે તમારે વિરોધ કરવો જ જોઈએ. ઓછામાં ઓછું, જો તમે નિર્બળ હોવ, તો પણ લડવું જ જોઈએ. સૌથી પેહલા તમારું જીવન બલિદાન કરો. "એવું કેવી રીતે થાય કે મારા પિતાને મારી સામે મારી નાખવામાં આવે?" તે આપણું કર્તવ્ય છે. પણ પ્રહલાદ મહારાજે વિરોધ ના કર્યો. તે વિનંતી કરી શકતા હતા કે - તેઓ ભક્ત છે - "હે સ્વામી, હે પ્રભુ, ભગવાન, તમે મારા પિતાને કૃપા કરીને માફ કરી દો." તેમણે કર્યું હતું. પણ તેઓ જાણતા હતા કે "મારા પિતાને મારી નાખવામાં નથી આવી રહ્યા. તે મારા પિતાનું શરીર છે." પછી તેમણે તેમના પિતાના માટે બીજી રીતે ભિક્ષા માગી હતી. સૌથી પેહલા, જ્યારે નરસિંહદેવ ક્રોધિત હતા, તેઓ શરીરને મારી નાખી રહ્યા હતા, તેઓ જાણતા હતા કે "આ શરીર મારા પિતા નથી. આત્મા મારા પિતા છે. તો ભગવાનને પોતાને સંતુષ્ટ થવા દો મારા પિતાના શરીરને મારીને; પછી હું તેમને બચાવીશ."