GU/Prabhupada 0257 - તમે ભગવાનના નિયમોને કેવી રીતે પાર કરી શકો?



Lecture -- Seattle, September 27, 1968

તો આપણો કાર્યક્રમ છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી. ગોવિન્દમ આદિ પુરુષમ તમ અહમ ભજામી. આ ભૌતિક જગતમાં દરેક વ્યક્તિ સુખ પ્રાપ્ત કરવાનો કષ્ટથી બહાર આવવાનો પ્રયાસ કરે છે. બે વસ્તુઓ ચાલી રહ્યા છે, પ્રયાસ. વિવિધ પદ્ધતિઓ છે. ભૌતિક પદ્ધતિ પૂર્ણ રૂપે વ્યર્થ છે. તે પેહલા જ સાબિત થયેલું છે. ગમે તેટલી માત્રાનું ભૌતિક આરામ કે સુવિધાઓ, કહેવાતું સુખ, જે સુખની આપણે આકાંક્ષા કરીએ છીએ, તે નથી આપી શકતું. તે શક્ય નથી. તો પછી બીજા પ્રકારના વિધિઓ છે. ત્રણ પ્રકારના તાપો છે આપણી ભૌતિક બદ્ધ અવસ્થાના કારણે: આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક. આધ્યાત્મિક એટલે કે આ શરીર અને મનથી સંબંધિત. જેમ કે જ્યારે આ શરીરની વિવિધ અંત:ક્રિયાઓમાં કોઈ અવ્યવસ્થા થાય છે, આપણને કોઈ તાવ આવે છે, દુખાવો, માથામાં દર્દ - કેટલી બધી વસ્તુઓ. તો આ કષ્ટોને આધ્યાત્મિક કેહવાય છે, શરીર સાથે સંબંધિત. અને બીજા પ્રકારનું આધ્યાત્મિક કષ્ટ મનના કારણે છે. જો મને ખૂબ મોટું નુકસાન થયું છે. ત્યારે મારું મન સારી સ્થિતિમાં નથી. તો તે પણ કષ્ટ છે. તો આ શરીરના રોગને કારણે, અથવા મનની અસંતુષ્ટિના કારણે, કષ્ટો છે. પછી ફરીથી, આધિભૌતિક - બીજા જીવો દ્વારા મળતા કષ્ટ. જેમ કે આપણે મનુષ્યો છીએ, પણ આપણે લાખો માસૂમ પશુઓને રોજ કતલખાનામાં મોકલીએ છીએ. તેઓ કહી નથી કરી શકતા, પણ તેને આદિભૌતિક કેહવાય છે, જે કષ્ટ બીજા જીવો દ્વારા મળે છે. તેવી જ રીતે, આપણને પણ બીજા જીવો દ્વારા કષ્ટ આપવામાં આવે છે. ભગવાનના નિયમો, મારા કહેવાનો અર્થ છે, તમે પાર ન કરી શકો. તો ભૌતિક નિયમો, રાજ્યના નિયમોથી તમે પોતાને છુપાવી શકો છો. પણ ભગવાનના નિયમોથી તમે પોતાને છુપાવી નથી શકતા. કેટલા બધા સાક્ષીઓ છે. સૂર્ય તમારો સાક્ષી છે, ચંદ્ર તમારો સાક્ષી છે, દિવસ તમારો સાક્ષી છે, રાત્રી તમારો સાક્ષી છે, આકાશ તમારો સાક્ષી છે. તો તમે ભગવાનના નિયમોને કેવી રીતે પાર કરી શકો? તો... પણ આ ભૌતિક પ્રકૃતિની રચના એવી રીતે થઈ છે કે આપણે કષ્ટ ભોગવવું જ પડે. આધ્યાત્મિક, શરીર અને મનના સંબંધમાં, અને બીજા જીવો દ્વારા અપયેલા કષ્ટો, અને બીજુ કષ્ટ આધિદૈવિક. આધિદૈવિક, જેમ કે કોઈ ભૂત દ્વારા ગ્રસ્ત છે, કોઈ ભૂત તેના ઉપર આક્રમણ કરે છે. ભૂતને જોઈ નથી શકતા, પણ તેને કોઈ ઉન્માદ થઇ ગયો છે, તે કોઈ બકવાસ કરે છે. અથવા દુકાળ છે, ભૂકંપ છે, યુદ્ધ છે, મહામારી છે, કેટલી બધી વસ્તુઓ. તો હમેશા કષ્ટો છે. પણ આપણે તેને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરીએ છીએ.

કષ્ટો તો હમેશા છે. પણ આપણે કષ્ટોથી બહાર આવવાનો પ્રયાસ કરીએ છીએ, તે હકીકત છે. સમસ્ત અસ્તિત્વનો સંઘર્ષ તે કષ્ટથી બહાર આવવા માટે છે. પણ વિવિધ પ્રકારના નિર્દેશન છે. કોઈ કહે છે તમે કષ્ટોથી આ રીતે બહાર આવો, કોઈ કહે છે તમે કષ્ટોથી તે રીતે બહાર આવો. તો નિર્દેશન આધુનિક વૈજ્ઞાનિકો દ્વારા અપાયેલા છે, તત્વજ્ઞાનીઓ દ્વારા, નાસ્તિકો દ્વારા કે આસ્તિકો દ્વારા, કર્મીઓ દ્વારા, કેટલા બધા છે. પણ કૃષ્ણ ભાવનામૃત આંદોલન પ્રમાણે તમે બધા કષ્ટોથી બહાર આવી શકો છો જો તમે માત્ર તમારી ચેતનાને બદલશો, બસ તેટલું જ. તે કૃષ્ણ ભાવનામૃત છે. જેમ કે ઘણી વાર મેં તમને ઉદાહરણ આપેલું છે... આપણા બધા કષ્ટો જ્ઞાનના અભાવના કારણે, અજ્ઞાનના કારણે છે. તે જ્ઞાન સારા અધીકારીઓના સંગ દ્વારા પ્રાપ્ત થઇ શકાય છે.