GU/Prabhupada 0282 - આપણે આચાર્યોના પદચિહ્નોનુ અનુસરણ કરવુ પડે



Lecture on BG 7.2 -- San Francisco, September 11, 1968

તો,

મનુષ્યાણામ સહસ્રેષુ
કશ્ચિદ યતતિ સિદ્ધયે
યતતામ અપિ સિધ્ધાનામ
કશ્ચિન મામ વેત્તિ તત્ત્વતઃ
(ભ.ગી. ૭.૩)

અહીં તે કહેવાયેલું છે કે મનુષ્યસ તેષામ શાસ્ત્ર અધિકાર યજ્ઞાનામ સહસ્ર-મધ્યે. હવે, હું શું છું, ભગવાન શું છે, આ ભૌતિક જગત શું છે, કેવી રીતે તે કાર્ય કરે છે, આ વાતો એક શિક્ષિત માણસના કાર્યો છે. એક મૂર્ખ માણસ ના સ્વીકારી શકે. તેથી શાસ્ત્ર અધિકાર. શાસ્ત્ર એટલે કે વ્યક્તિને થોડું જ્ઞાન છે શાસ્ત્રોમાં, જ્ઞાનના ગ્રંથોમાં. જેવા આપણે શોધીશું, કેટલા લોકોને શાસ્ત્રોમાં જ્ઞાન છે, સંખ્યા એમ જ ઘટી જશે. આ જગ્યામાં જો તમે શોધશો કે કેટલા અશિક્ષિત લોકો છે, ઓહ, તમને ખૂબજ મળશે. અને જેવુ તમારે જાણવું છે કે કેટલા એમ.એ.છે, સંખ્યા તરત જ ઘટી જશે. તેવી જ રીતે, કેટલા બધા માણસો છે, પણ જો તમે શોધવા માગો છો તે વ્યક્તિને જે તેના જીવનની સિદ્ધિ પ્રાપ્ત કરવા માગે છે, તે જ ક્ષણે સંખ્યા ઘટી જાય છે. અને તેમનામાંથી જેમ કે કેટલા બધા આધ્યાત્મિકવાદીઓ, સ્વામીઓ, યોગીઓ છે. જો તમે તેમનામાંથી ગણતરી કરશો કોને ભગવાનને સમજવા છે, કોની પાસે ભગવાનનું જ્ઞાન છે, તરત જ સંખ્યા ઘટી જાશે. ફરીથી.

તેથી કૃષ્ણ કહે છે કેટલા બધા હજારો લોકોમાંથી, કોઈ ઉત્સુક છે જીવનની સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે. અને તેવા હજારો, હજારો લોકો જે વાસ્તવમાં તેમના જીવનની સિદ્ધિને પ્રાપ્ત કરવા માગે છે, તમને કોઈક જ મળશે - નહિતો તમને કોઈ ના પણ મળે - જે ભગવાન કે કૃષ્ણને જાણે છે. પણ કૃષ્ણ એટલા દયાળુ છે કે તેઓ સ્વયમ આવે છે જેથી બધા તેમને જાણી શકે. અને તેઓ એટલા દયાળુ છે કે આ ભૌતિક જગતથી પ્રસ્થાન કરતાં પેહલા, તેઓ આ ભગવદ ગીતાને છોડી જાય છે જેથી તમે તેમની વ્યક્તિગત વાતોથી જાણી શકો કે ભગવાન શું છે. તો જો તમે ભગવદ્ ગીતાને ઠીક રીતે વાંચશો, જેમ તે કૃષ્ણ દ્વારા કહેવાયેલું છે, તેનું મિથ્યા અર્થઘટન કરીને નહીં, વ્યર્થરૂપે નહીં, પણ તેના મૂળ રૂપે, તેના મૂળ રૂપે..... એક હળ ને હળ કહો. કૃષ્ણ કહે છે "હું પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છું." આ વાક્યને મૂર્ખતાપૂર્ણ તમારૂ તાત્પર્ય આપતા નહીં, પણ કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના રૂપે સ્વીકારો. અને તેમના કાર્યો દ્વારા, તેમના શાસ્ત્રીક જ્ઞાન દ્વારા, બુદ્ધિ દ્વારા... બધા આચાર્યોએ તેમને સ્વીકાર્યા છે.

તો આપણને આચાર્યોના પદચિહ્નોનું અનુસરણ કરવું પડે. મહાજનો યેન ગત: સ પંથા: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૮૬). આપણને ઉચ્ચ વસ્તુઓનું જ્ઞાન ના પ્રાપ્ત થઈ શકે જ્યા સુધી આપણે મહાન વ્યક્તિઓના પદચિહ્નોનું અનુસરણ ના કરીએ. જેમ કે વૈજ્ઞાનિક દુનિયામાં પણ, ગુરુત્વાકર્ષણનો નિયમ. તમને ગુરુત્વાકર્ષણના નિયમ વિશે કશું ખબર નથી, પણ સર આઇસેક ન્યુટન, તેમણે કહ્યું છે કે ગુરુત્વાકર્ષણનો નિયમ છે. તેમણે સ્વીકાર્યું છે. બસ. તેનો અર્થ છે કે તમે એક મહાન વ્યક્તિત્વનું અનુસરણ કરો છો. તેવી જ રીતે, કૃષ્ણને પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના રૂપે સ્વીકારવા જોઈએ, આપણા મનના તર્કોથી નહીં. પણ તેમનો સ્વીકાર કરવામાં આવેલો છે, ભગવાન ચૈતન્ય, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય જેવા વ્યક્તિઓ દ્વારા, મહાન વ્યક્તિઓ જે આધ્યાત્મિક જગતના લક્ષનું માર્ગદર્શન કરે છે. તેથી તમારે તે રીતે જ સ્વીકાર કરવો પડે.