GU/Prabhupada 0306 - આપણે આપણા શંકાસ્પદ સવાલો રજૂ કરવા જોઈએ



Lecture -- Seattle, October 2, 1968

પ્રભુપાદ: તો કોઈ પ્રશ્ન છે? સૌથી પેહલા શ્રોતાગણોમાંથી. અમે પ્રશ્નો માટે આમંત્રણ આપીએ છીએ, જો તમને કોઈ પ્રશ્ન છે, સંશય છે, આ વાક્યોના વિષયમાં, તમે પૂછી શકો છો. તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા (ભ.ગી. ૪.૩૪). બધું જ, જો તમે ગંભીર છો સમજવા માટે, આપણે આપણા સંશયાત્મક પ્રશ્નોને પ્રસ્તુત કરવા જોઈએ અને પછી સમજવું જોઈએ. તમે જોયું. હા?

જુવાન માણસ: શું કોઈ વ્યક્તિ એવી ચેતનાને પ્રાપ્ત કરી શકે છે જે શબ્દોની પરે છે? નહિતો, મારો કહેવાનો અર્થ છે, એવું વાર્તાલાપ/આદાન પ્રદાન થઇ શકે છે જે શબ્દ નથી પણ ધ્વનિ છે, જે ધ્વનિની જેમ છે અથવા ધ્વનિ જ છે? કદાચ ૐ ને પહોંચવું. જો તેવું કોઈ આદાન પ્રદાન છે, એવું કઈ જે આપણી વચ્ચે સમજૂતી છે, મારા અને મારા ભાઈ, બીજા અને આપણા બધાની વચ્ચે? જો કોઈ તેવો અનુભવ છે હોઈ શકે જ્યાં અમે.. શું તે "ડોંગ"."ઓંગ"ની જેમ સંભળાય છે. જો આ શબ્દ સિવાય બીજું કઈ છે? વાતો?

પ્રભુપાદ: હા, આ હરે કૃષ્ણ.

જુવાન માણસ: હરે કૃષ્ણ.

પ્રભુપાદ: હા.

જુવાન માણસ: શું તમે વિવરણ આપી શકો છો? શું તમે મને કહી શકો છો તે કેવી રીતે થાય? કેવી રીતે તે હંમેશ માટે થાય? એક માણસ હોવા વગર, અંગ્રેજી ભાષામાં વાત કર્યા વગર, કે બીજી ભાષાઓ વાત કર્યા વગર? કેવી રીતે તે એક ભાષામાં વાત કરવી?

પ્રભુપાદ: ધ્વનિનું કોઈ પણ ભાષામાં કંપન થઈ શકે છે. એનો ફરક નથી પડતો કે હરે કૃષ્ણ માત્ર સંસ્કૃત ભાષામાં જ બોલાઈ શકે છે. તમે અંગ્રેજીમાં પણ તેને બોલી શકો છો: "હરે કૃષ્ણ." શું કોઈ મુશ્કેલી છે? આ છોકરાઓ, તે પણ અંગ્રેજીમાં હરે કૃષ્ણ કહે છે. તો કોઈ પણ મુશ્કેલી નથી. તે ધ્વનિનું મહત્વ છે. તેનો ફરક નથી પડતો કે કોણ ધ્વનિ ઉચ્ચારે છે. જેમ કે પિયાનોમાં, જો તમે અડો, ત્યારે "ડુન્ગ" અવાજ આવે છે. તેનો ફરક નથી પડતો કે તે અમેરિકન વગાડે છે અથવા ભારતીય વગાડે છે કે એક હિન્દુ વગાડે છે કે મુસ્લિમ વગાડે છે, ધ્વનિ તો ધ્વનિ છે. તેવી જ રીતે, આ પિયાનો, હરે કૃષ્ણ, તમે જરા અડો અને તે વાગશે. બસ તેટલું જ. હા?

જુવાન માણસ (૨): શું તમે બેસીને એકલા ધ્યાન કરો છો? તમે તમારા મન સાથે શું કરો છો જ્યારે તે અહીં કે ત્યાં દોડે છે? શું તમે કઈ વિચારો છો? શું તમે તેને કોઈના ઉપર રાખો છો કે શું તમે તેને ભ્રમણ કરવા દો છો?

પ્રભુપાદ: સૌથી પેહલા મને કહો કે તમે ધ્યાનનો અર્થ શું સમજો છો?

જુવાન માણસ (૨): એકલા શાંતિથી બેસવું.

પ્રભુપાદ: હું?

તમાલ કૃષ્ણ: એકલા શાંતિથી બેસવું.

પ્રભુપાદ: એકલા શાંતિથી બેસવું. શું તે શક્ય છે? શું તમને લાગે છે કે તે શક્ય છે?

જુવાન માણસ (૨): જો તમે તમારા મનને સાંભળો.

પ્રભુપાદ: મન હંમેશા કાર્ય કરે છે.

જુવાન માણસ (૨): તે તમારી સાથે વાત કરે છે.

પ્રભુપાદ: કેવી રીતે તમે શાંત મન સાથે બેસી શકો? મન હંમેશા કાર્ય કરે છે. શું તેવો કોઈ પણ અનુભવ છે કે મન કાર્ય નથી કરતું જ્યારે તમે શાંતિથી બેસો છો? જ્યારે તમે સૂઓ છો, ત્યારે મન કાર્ય કરે છે. તમે સપના જુઓ છો. તો તે મનનું કાર્ય છે. તો તમને ક્યારે તમારૂ મન શાંત મળે છે?

જુવાન માણસ (૨): તે જ હું તમને પૂછવાનો પ્રયાસ કરું છું.

પ્રભુપાદ: હા. તો તેથી મન ક્યારેય પણ શાંત નથી. તમારે તમારા મનને ક્યાંક તો સંલગ્ન કરવું જ પડે. તે ધ્યાન છે.

જુવાન માણસ (૨): તમે તેને કોની સાથે સંલગ્ન કરો છો

પ્રભુપાદ: હા, તે કૃષ્ણ છે. અમે અમારું મન સૌથી સુંદર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, કૃષ્ણમાં સંલગ્ન કરીએ છીએ. માત્ર મનને જ નહીં, પણ મનને ઇન્દ્રિયો સાથે કાર્યમાં લગાડીએ છીએ. કારણકે મન ઇન્દ્રિયો સાથે કાર્ય કરે છે.