GU/Prabhupada 0338 - આ લોકશાહીનું મૂલ્ય શું છે? બધા મૂર્ખો અને ધૂર્તો



Lecture on BG 1.31 -- London, July 24, 1973

ચતુર્વિધા ભજન્તે મામ સુકૃતિના. સુકૃતિના એટલે કે પુણ્યવાન. કૃતિ એટલે કે સાંસારિક કાર્યો કરવામાં ખૂબજ નિષ્ણાત. તો જે વ્યક્તિ પુણ્ય કાર્યો કરવામાં સંલગ્ન છે, તેને સુકૃતિ કહેવાય છે. બે પ્રકારના કાર્યો છે: પાપમય કર્મો; અને પુણ્યશાળી કર્મો. તો જે વ્યક્તિ ચર્ચમાં કે મંદિરમાં જઈને પ્રાર્થના કરે છે, "ઓ ભગવાન, મને મારી રોજી રોટી આપો," અથવા "હે ભગવાન, મને થોડું ધન આપો," અથવા "હે ભગવાન, મને આ કષ્ટથી મુક્તિ આપો," તેઓ પણ પુણ્યવાન છે. તેઓ પાપી નથી. જે પાપી વ્યક્તિઓ છે, તેઓ ક્યારે પણ ભગવાનને કે કૃષ્ણને શરણાગત નહીં થાય. ન મામ દુષ્કૃતિનો મૂઢા: પ્રપદ્યન્તે નરાધમા: (ભ.ગી. ૭.૧૫). આ વર્ગના માણસો, પાપી મનુષ્યો, ધૂર્તો, માનવતામાં સૌથી નીચા લોકો, જેમનું જ્ઞાન માયા દ્વારા હરી લેવામાં આવેલું છે, અને અસુર - આ વર્ગના માણસો ક્યારેય પણ ભગવાનને શરણાગત નહીં થાય. તેથી તે દુષ્કૃતિના છે, પાપી. તો કૃષ્ણ પુણ્યવાન છે, પણ છતાં તેને પારિવારિક લાભ જોઈએ છે. તે તેની ખામી છે. એર, અર્જુન. પારિવારિક સુખ. તેને પરિવાર, સમાજ અને પ્રેમથી સુખી રેહવું છે. તેથી તે કહે છે ન કાંક્ષે વિજયમ. આને કહેવાય છે વૈરાગ્ય. સ્મશાન-વૈરાગ્ય. તેને સ્મશાન વૈરાગ્ય કહેવાય છે. સ્મશાન-વૈરાગ્ય એટલે કે ભારતમાં, હિંદુઓ, તેઓ મૃત દેહને બાળે છે. તો પરિવારના સદસ્યો મૃત દેહને બાળવાના ઘાટ સુધી લઈ જાય છે, બાળવા માટે. અને જ્યારે દેહ બાળવામાં આવે છે, ત્યાં ઉપસ્થિત બધા લોકો, થોડા સમય માટે, તેઓ થોડા વૈરાગી બની જાય છે: "ઓહ, આ તો દેહ છે. આપણે દેહ માટે કામ કરીએ છીએ. હવે તે પૂરું થઇ ગયું છે. તે રાખમાં બળી ગયું છે. તો તેનો લાભ શું છે?" આ પ્રકારનો વૈરાગ્ય, ત્યાગ છે. પણ જેવા તેઓ ઘાટથી પાછા આવે છે, તે ફરીથી તેના કાર્યો પ્રારંભ કરે છે. સ્મશાનમાં, તે વૈરાગી બની જાય છે. અને જેવો તે ઘરે આવે છે, ફરીથી તે ખૂબ આતુર છે, આતુર છે, કેવી રીતે ધન કમાવવું, કેવી રીતે ધન કમાવવું, કેવી રીતે ધન કમાવવું, કેવી રીતે ધન કમાવવું. તો આ પ્રકારના વૈરાગ્યને સ્મશાન વૈરાગ્ય કહેવાય છે, અસ્થાયી. તે વૈરાગી નથી બની શકતો. અને તેણે કહ્યું, ન કાંક્ષે વિજયમ (ભ.ગી. ૧.૩૧) "મને વિજય નથી જોઈતો. મને આ નથી જોઈતું." આ અસ્થાયી ભાવ છે. અસ્થાયી ભાવ. આ લોકો, તેઓ પારિવારિક જીવનથી આસક્ત છે. તેઓ એવું કહી શકે છે, કે "મને આ સુખ નથી જોઈતું, મને આ સારું પદ, વિજયની ઈચ્છા નથી. મને નથી જોઈતું." પણ તેને બધું જોઈએ છે. તેને બધું જોઈએ છે. કારણકે તે જાણતો નથી કે શ્રેયસ શું છે. શ્રેયસ કૃષ્ણ છે. વાસ્તવમાં, જ્યારે વ્યક્તિને કૃષ્ણ મળે છે, કે કૃષ્ણ ભાવનામૃત મળે છે, ત્યારે તે કહી શકે છે કે "મને આ જોઈતું નથી." તે લોકો તેમ નહીં કહે. કેમ તેઓ કહેશે, "આ નથી જોઈતું?" અહીં આપણી પાસે શું છે? ધારો કે મારી પાસે રાજ્ય છે. તો શું તે મારું રાજ્ય છે? નહીં. તે કૃષ્ણનું રાજ્ય છે. કારણકે કૃષ્ણ કહે છે ભોકતારમ યજ્ઞ તપસામ સર્વ-લોક મહેશ્વરમ (ભ.ગી. ૫.૨૯). તેઓ સ્વામી છે. હું તેમનો પ્રતિનિધિ હોઈ શકું છું. કૃષ્ણની ઈચ્છા છે કે બધા લોકો કૃષ્ણ ભાવનાભાવિત હોવા જોઈએ.

તો રાજાનું કર્તવ્ય છે, કૃષ્ણના પ્રતિનિધિના રૂપમાં, કે દરેક વ્યક્તિને કૃષ્ણ ભાવનાભાવિત બનાવવું. તો તે સારું કર્તવ્ય કરે છે. અને કારણકે રાજાઓ તેમ ના કર્યું, એટલે હવે બધી જગ્યાએ રાજશાહીની પાબંદી થઈ ગઈ છે. તો ફરીથી રાજાઓ, જ્યાં પણ રાજશાહી છે, થોડું, રાજશાહીનો દેખાવો પણ, જેમ કે અહીં ઈંગ્લેન્ડમાં છે, વાસ્તવમાં જો રાજા કૃષ્ણ ભાવનાભાવિત બનશે, વાસ્તવમાં તે કૃષ્ણનો પ્રતિનિધિ બનશે, તો આખા રાજ્યનું મુખ બદલાઈ જશે. તેની જરૂર છે. આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન તે હેતુ માટે છે. અમને આ કહેવાતું લોકતંત્ર બહુ પસંદ નથી. આ લોકતંત્રનું શું મૂલ્ય છે? બધા ધૂર્તો અને મૂર્ખો. તે બીજા કોઈ મૂર્ખ અને ધૂર્ત માટે મત આપે છે, અને તે પ્રધાનમંત્રી બને છે, અને આ કે તે. જેમ કે... કેટલા બધા ઉદાહરણ છે. તે લોકો માટે સારુ નથી. અમે આ કહેવાતા લોકતંત્ર માટે નથી. કારણકે તે લોકો પ્રશિક્ષિત નથી. જો રાજા પ્રશિક્ષિત છે... તે રાજતંત્રની પદ્ધતિ હતી. જેમ કે યુધિષ્ઠિર મહારાજ કે અર્જુન કે કોઈ પણ. બધા રાજાઓ. રાજર્ષિ. તેમને રાજર્ષિ કહેવામાં આવતા હતા.

ઇમમ વિવસ્વતે યોગમ
પ્રોકતવાન અહમ અવ્યયમ
વિવસ્વાન મનાવે પ્રાહ
મનુર ઈક્ષ્વાકવે અબ્રવીત્ત
(ભ.ગી. ૪.૧)

એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુઃ (ભ.ગી.૪.૨). રાજર્ષય: રાજા, રાજા એટલે કે તે માત્ર રાજા જ નહીં. તે એક મહાન ઋષિ પણ છે, સંત પુરુષ. જેમ કે મહારાજ યુધિષ્ટિર કે અર્જુન. તે બધા મહાન સંત પુરુષો છે. તેઓ સામાન્ય, આ મત્ત રાજાઓ નથી, કે "મારી પાસે આટલું બધું ધન છે, મને દારૂ પીવા દો અને વેશ્યાનો નાચ થવા દો." એવું નથી. તેઓ ઋષિ હતા. જો કે તેઓ રાજા હતા, તેઓ ઋષિ હતા. તે પ્રકારના રાજાઓની જરૂર છે, રાજર્ષિ. પછી લોકો સુખી હશે. બંગાળીમાં કહેવત છે, રાજારા પાપે રાજ નષ્ટ ગૃહિણી દોષે ગૃહસ્થ ભ્રષ્ટ. ગૃહસ્થ જીવનમાં, જો પત્ની સારી નથી, ત્યારે તે જીવનમાં કોઈ પણ સુખી નહીં રહે, ગૃહસ્થ જીવનમાં, ઘરેલુ જીવનમાં. તેવી જ રીતે, રાજ્યમાં, જો રાજા પાપી છે. ત્યારે બધા બધું, બધા લોકો કષ્ટ ભોગવશે. આ સમસ્યા છે.