GU/Prabhupada 0345 - કૃષ્ણ દરેક વ્યક્તિના હ્રદયમાં વિરાજમાન છે
Lecture on SB 1.15.1 -- New York, November 29, 1973
આપણે દરેક કૃષ્ણ સાથે ખૂબજ નિકટ રીતે સંબંધિત છીએ, અને કૃષ્ણ દરેકના હ્રદયમાં બેઠા છે. કૃષ્ણ એટલા દયાળુ છે, કે તેઓ માત્ર પ્રતીક્ષા કરે છે "ક્યારે આ ધૂર્ત મારી સામે મુખ ફેરવશે." તેઓ ફક્ત, તેઓ એટલા દયાળુ છે. પણ આપણે જીવો, આપણે એટલા ધૂર્ત છીએ, કે આપણે આપણું મુખ કૃષ્ણ સિવાય બીજી બધી બાજુ ફેરવીશું. આ આપણી સ્થિતિ છે. આપણને સુખી બનવું છે, કેટલા બધા ખ્યાલો સાથે. દરેક વ્યક્તિને પોતપોતાની ધારણાઓ છે, "હવે આ છે.." પણ ધૂર્તો, તેઓ જાણતા નથી કે, સુખ પ્રાપ્ત કરવાનો વાસ્તવિક માર્ગ શું છે, તે કૃષ્ણ છે. તે લોકો આ વાત નથી જાણતા. ન તે વિદુઃ સ્વાર્થ ગતિમ હી વિષ્ણુમ દુરાશયા યે બહિર અર્થ માનિનઃ (શ્રી.ભા. ૭.૫.૩૧). તમે, તમારા દેશમાં જોઈ શકો છો, તેઓ કેટલી બધી વસ્તુઓનો પ્રયાસ કરી રહ્યા છે, કેટલી બધી ગગનચુંબી ઇમારતો, કેટલી બધી મોટર કાર, કેટલા બધા મોટા, મોટા શહેરો, પણ કોઈ સુખ નથી. કારણકે તેઓ જાણતા નથી કે શું ખૂટી રહ્યું છે. ખૂટતી કડી આપણે આપીએ છીએ. અહીં છે, "તમે કૃષ્ણને લો અને તમે સુખી બનશો." તે આપણું કૃષ્ણ ભાવનામૃત છે. કૃષ્ણ અને જીવ, તેઓ ખૂબ નિકટ રીતે સંબંધિત છે. જેમ કે પિતા અને પુત્ર, અથવા મિત્ર અને મિત્ર, અથવા સ્વામી અને સેવક, તેમ. આપણે ખૂબજ નિકટ રીતે સંબંધિત છીએ. પણ કારણકે આપણે કૃષ્ણ સાથે આપણા નિકટના સંબંધને ભૂલી ગયા છીએ, અને આ ભૌતિક જગતમાં સુખી બનવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તેથી આપણને આટલા બધા કષ્ટોનો અનુભવ કરવો પડે છે. આ પરિસ્થિતી છે. કૃષ્ણ ભૂલીયા જીવ ભોગ વાંછા કરે.
આપણે જીવો, આપણે આ ભૌતિક જગતમાં સુખી બનવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, "કેમ તમે ભૌતિક જગતમાં છો, કેમ આધ્યાત્મિક જગતમાં નથી?" આધ્યાત્મિક જગતમાં, કોઈ પણ ભોગી નથી બની શકતો, ભોક્તા. માત્ર તેઓ જ પરમ છે, ભોકતારામ યજ્ઞ તપસામ... (ભ.ગી. ૫.૨૯). કોઈ ભૂલ નથી. ત્યાં પણ જીવો છે, પણ તેઓ પૂર્ણ રીતે જાણે છે કે સાચા ભોક્તા, સ્વામી, કૃષ્ણ છે. તે આધ્યાત્મિક રાજ્ય છે. તેવી જ રીતે, આ ભૌતિક જગતમાં પણ, જો આપણે પૂર્ણ રીતે સમજીશું કે આપણે ભોક્તા નથી, કૃષ્ણ ભોક્તા છે, ત્યારે તે આધ્યાત્મિક જગત છે. આ કૃષ્ણ ભાવામૃત આંદોલન બધાને વિશ્વાસ બેસાડવાનો પ્રયત્ન કરે છે, કે આપણે, આપણે ભોક્તા નથી, કૃષ્ણ ભોક્તા છે. જેમ કે, આ આખું શરીર, પેટ ભોક્તા છે, અને હાથ અને પગ અને આંખ અને કાન અને મગજ અને બધું, આ બધુ સંલગ્ન કરવું જોઈએ કોઈ આનંદ કરી શકાય તેવી વસ્તુઓને પ્રાપ્ત કરીને પેટમાં નાખવા માટે. તે સ્વાભાવિક છે. તેવી જ રીતે, આપણે ભગવાનના, કે કૃષ્ણના, અંશ છીએ, આપણે ભોક્તા નથી.