GU/Prabhupada 0350 - આપણે લોકોને કૃષ્ણને જોવા માટે યોગ્ય બનાવીએ છીએ
Lecture on BG 7.2 -- Nairobi, October 28, 1975
બ્રહ્માનંદ: તે કહે છે કે વેદોથી આપણે જાણીએ છીએ કે કૃષ્ણ અનંત છે, વિશેષ રીતે જ્યારે તેઓ ગોપીઓ સાથે તેમની રાસ-લીલા કરી રહ્યા હતા. તો જો કૃષ્ણ અનંત છે, કેમ તેમણે...?
ભારતીય માણસ: આખી દુનિયાભરમાં પોતાને પ્રકટ ના કર્યા કે જીવોને સમાન તક મળે ભગવદ ધામ જવા માટે?
બ્રહ્માનંદ: કેમ તેમણે પોતાને આખી દુનિયામાં પ્રકટ ના કર્યા જેનાથી જીવોને સમાન તક મળે...?
પ્રભુપાદ: હા, તેમણે પ્રકટ કર્યા છે, પણ તમારી પાસે આંખો નથી તેમને જોવા માટે. તે તમારી ખોટ છે. કૃષ્ણ બધી જગ્યાએ ઉપસ્થિત છે. પણ જેમ કે સૂર્ય આકાશમાં ઉપસ્થિત છે. તમે હમણાં કેમ નથી જોઈ શકતા? હું? આનો જવાબ આપો. શું તમે વિચારો છો કે સૂર્ય આકાશમાં નથી? શું તમે વિચારો છો કે સૂર્ય ત્યાં નથી? તો તમે છત ઉપર જઈને સૂર્યના દર્શન કરો. (હાસ્ય) તમે કેમ પોતાને ધૂર્ત સાબિત કરો છો, કે "ના, ના, કોઈ સૂર્ય નથી"? શું તે શિક્ષિત વ્યક્તિઓ દ્વારા સ્વીકૃત થશે? કારણકે તમે સૂર્યને નથી જોઈ શકતા, શું સૂર્ય નથી? શું તે કોઈ પણ શિક્ષિત વિદ્વાન દ્વારા સ્વીકૃત થશે? રાત્રે તમે સૂર્યને નથી જોઈ શકતા, તો જો તમે કોઈ પણ શિક્ષિત વ્યક્તિને કહેશો, કોઈને પણ, જે વસ્તુઓને જાણે છે, "ના, ના, કોઈ સૂર્ય નથી," તો શું તે સ્વીકાર કરશે? તે કહેશે કે,"સૂર્ય તો છે. પણ તું મૂર્ખ, તું તેને જોઈ નથી શકતો." બસ તેટલું જ. "તું તારી મૂર્ખતામાથી બાહર નીકળ. ત્યારે તું જોઇશ." નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ-માયા સમાવૃતઃ (ભ.ગી. ૭.૨૫). કૃષ્ણે કહ્યું. તે ધૂર્તોની સમક્ષ પ્રદર્શિત નથી થતાં, પણ જે જાણે છે, તે જુએ છે.
- પ્રેમાંજનચ્છુરિત ભક્તિ-વિલોચનેન
- સન્તઃ સદૈવ હ્રદયેષુ વિલોકયંતી
- યમ શ્યામ-સુન્દરમ અચિંત્ય ગુણ સ્વરૂપમ
- (ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામી)
- (બ્ર.સં. ૫.૩૮)
ભક્ત હંમેશા કૃષ્ણને જુએ છે. તેના માટે, તેઓ હંમેશા ઉપસ્થિત છે. અને ધૂર્તો માટે, તેઓ દેખાઈ નથી શકતા. તે અંતર છે. તો તમારે ધૂર્તતા છોડવી પડશે; ત્યારે તમે જોઈ શકો છો. ઈશ્વર સર્વ-ભૂતાનામ હ્રદ-દેશે અર્જુન તિષ્ઠતિ (ભ.ગી. ૧૮.૬૧). દરેકના હ્રદયની અંદર કૃષ્ણ વિદ્યમાન છે. પણ શું તમે જાણો છો? શું તમે જોઈ શકો છો? શું તમે તેમની સાથે વાત કરી શકો છો? તમારા હ્રદયમાં, તેઓ ઉપસ્થિત છે. પણ તે કોની સાથે વાત કરે છે? તેષામ સતત યુકતાનામ ભજતામ પ્રીતિ પૂર્વકમ દદામિ બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે (ભ.ગી. ૧૦.૧૦). તેઓ તે ભક્તો સાથે વાત કરે છે જે ચોવીસ કલાક તેમની સેવામાં સંલગ્ન છે. તે ભગવદ ગીતામાં વ્યક્ત છે. શું તમે ભગવદ ગીતા વાંચતા નથી? તો બધાના માટે યોગ્યતાની જરૂર છે. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલે કે અમે લોકોને યોગ્ય બનાવી રહ્યા છીએ કૃષ્ણને જોવા માટે. યોગ્ય બન્યા વગર, તમે કેવી રીતે જોઈ શકો છો? તેના માટે યોગ્યતાની જરૂર છે.