GU/Prabhupada 0367 - વૃંદાવનનો અર્થ છે કે કૃષ્ણ કેન્દ્રમાં છે



Lecture on BG 7.1 -- Bombay, December 20, 1975

તો કૃષ્ણ વ્યક્તિગત રીતે ભગવદ ગીતાનો ઉપદેશ આપે છે તેમને સમજવા માટે, તો આપણે આનો લાભ લેવો જોઈએ, નહિતો આપણે આ મનુષ્ય જીવનની તક ગુમાવીએ છીએ. કૃષ્ણ ભગવદ ગીતા બિલાડીઓ અને કુતરાઓને નથી શીખાવાડી રહ્યા. તેઓ સૌથી પ્રભાવશાળી વ્યક્તિને શીખવાડે છે, ઇમમ રાજર્ષયો વિદુઃ (ભ.ગી. ૪.૨). તો, ભગવદ્ ગીતા રાજર્ષિના માટે છે, ખૂબજ ધનવાન, વૈભવશાળી, અને સાથે જ તે સંત પુરુષ છે. પહેલા બધા રાજાઓ રાજર્ષિ હતા. રાજા અને ઋષિ બન્ને સાથે. તો આ ભગવદ ગીતા આળસુ વ્યક્તિઓ માટે નથી. તે સમાજના મુખ્ય સદસ્યો દ્વારા સમજવામાં આવવું જોઈએ. યદ યદ આચરતી શ્રેષ્ઠસ તદ તદ એવેતરો જનાઃ (ભ.ગી. ૩.૨૧). તો જે લોકો સમાજના નેતા થવાનો દાવો કરે છે, તેમણે ભગવદ ગીતા શીખવી જ જોઈએ, કેવી રીતે વ્યવહારિક અને વાસ્તવિક નેતા બનવું, અને પછી સમાજનો લાભ થશે. અને જો આપણે ભગવદ ગીતા અને કૃષ્ણના ઉપદેશનું પાલન કરીશું, તો બધી સમસ્યાઓનો ઉકેલ થઇ જશે. તે કોઈ કોમી ધાર્મિક ભાવ કે ધર્માંન્ધતા નથી. તે એવું નથી. તે એક વિજ્ઞાન છે - સમાજ વિજ્ઞાન, રાજકારણનું વિજ્ઞાન, સાંસ્કૃતિક વિજ્ઞાન. બધું જ છે.

તો અમારી વિનંતી છે કે તમે દરેક વ્યક્તિ ગુરુ બની જાઓ. તે ચૈતન્ય મહાપ્રભુનો આદેશ છે. તેમને જોઈએ છે કે દરેક વ્યક્તિ ગુરુ બનવો જ જોઈએ. કેવી રીતે? તેઓ તે કહે છે:

યારે દેખ તારે કહ 'કૃષ્ણ' ઉપદેશ
આમાર આજ્ઞાય ગુરુ હય તાર એઇ દેશ
(ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮)

આ ગુરુ છે. ધારો કે તમે પરિવારના સદસ્ય છો. કેટલા બધા જીવો, તમારા પુત્રો, તમારી પુત્રીઓ, તમારી પુત્રવધુઓ, કે સંતાનો, તમે તેમના ગુરુ બની શકો છો. આ જ રીતે દર સવારે અને સાંજે તમે બેસીને ભગવદ ગીતા ઉપર વાત કરી શકો છો, યારે દેખ તારે કહ કૃષ્ણ-ઉપદેશ (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮). તમારે કોઈ પણ વસ્તુનું નિર્માણ કરવાની જરૂર નથી. ઉપદેશ છે; તમે બસ તેને ફરીથી કહો અને તેમને સાંભળવા દો -તમે ગુરુ બની જશો. તે સહેજ પણ મુશ્કેલ નથી. તે આપણો પ્રચાર છે. અમે એકલા ગુરુ બનવાની ઈચ્છા નથી કરતા, પણ અમે એ રીતે પ્રચાર કરવાની ઈચ્છા કરીએ છીએ કે, મુખ્ય વ્યક્તિ, કે કોઈ પણ માણસ, તે તેની આસપાસમાં ગુરુ બની શકે. કોઈ પણ તે કરી શકે છે. એક કૂલી, તે પણ, તેને પરિવાર છે, તેને મિત્રો છે, ભલે તે અભણ છે, તે કૃષ્ણનો ઉપદેશ સાંભળી શકે છે અને તેનો જ પ્રચાર કરી શકે છે. આની અમને જરૂર છે. અને અમે આ બધા આદરણીય સજ્જનોને, નેતાઓને આમંત્રણ આપીએ છીએ આ શીખવવા માટે. તે ખૂબજ સરળ છે: મન-મના ભવ મદ-ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫), અને કૃષ્ણના આદેશનું પાલન કરવાથી, તેઓ આશ્વાસન આપે છે, મામ એવૈષ્યસિ, "તમે મારી પાસે આવો છો." યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ (ભ.ગી. ૧૫.૬). ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતી કૌંતેય (ભ.ગી. ૪.૯). ખૂબજ સરળ વાત છે.

તો અમારી એક જ વિનંતી છે કે સમાજના નેતાઓએ ભગવદ ગીતાના ઉપદેશને ખૂબજ ગંભીરતાથી લેવું જોઈએ, પોતે શીખીને, બીજાને શીખવાડવું જોઈએ. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. તે સહેજ પણ મુશ્કેલ નથી; તે ખૂબજ સરળ છે. દરેક વ્યક્તિ તે કરી શકે છે. પણ પરિણામ હશે કે જેવુ તમે સમજશો, લોકો કૃષ્ણને સમજશે, જન્મ કર્મ ચ મે દિવ્યમ યો જાનતી તત્ત્વતઃ (ભ.ગી. ૪.૯), જે પણ વ્યક્તિ કૃષ્ણને સમજી જશે, તેનું પરિણામ છે કે ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ... (ભ.ગી. ૪.૯). આ શરીરને છોડ્યા પછી તે બીજુ કોઈ પણ ભૌતિક શરીર નહીં સ્વીકારે. તે તેના આધ્યાત્મિક વ્યક્તિત્વમાં રહીને કૃષ્ણના સમાજમાં આનંદ માણે છે. તે વૃંદાવન છે. ગોપીજન-વલ્લભ. કૃષ્ણ.. કૃષ્ણ, વૃંદાવન એટલે કે કૃષ્ણ કેન્દ્રમાં છે. તે બધાના પ્રેમની વિષય વસ્તુ છે. ગોપીઓ, ગોપાળો, વાછરડા, ગાયો, વૃક્ષો, ફળો, ફૂલો, પિતા, માતા - બધા કૃષ્ણથી આસક્ત છે. તે વૃંદાવન છે. તો આ પ્રતિકૃતિ છે, આ વૃંદાવન અને સાચું વૃંદાવન છે. આ પણ સાચું છે. નિરપેક્ષમાં કોઈ ફરક નથી હોતો. પણ આપણી સમજ માટે મૂળ વૃંદાવન છે,

ચિંતામણિ પ્રકર સદ્મશુ કલ્પ વૃક્ષ
લક્ષાવૃતેષુ સુરભિર અભીપાલયંતમ
લક્ષ્મીસહસ્ત્રશત સંભ્રમસેવ્યમાનમ
ગોવિંદમ આદિ પુરૂષમ તમ અહમ ભજામિ
(બ્ર.સં. ૫.૨૯)
વેણુમ ક્વણન્તમ અરવિંદ-દલાયાતાક્ષમ
બરહાવતામ સમસિતામ્બુદ સુંદરાંગમ
કંદર્પ કોટી કમનીય વિશેષ શોભમ
ગોવિંદમ (આદિ પુરૂષમ તમ અહમ ભજામિ)
(બ્ર.સં. ૫.૩૦).

આ વર્ણન છે, ગોલોક વૃંદાવનનું.