GU/Prabhupada 0374 - 'ભજહુ રે મન' પર તાત્પર્ય - ભાગ ૧
Purport to Bhajahu Re Mana -- San Francisco, March 16, 1967
ભજહુ રે મન શ્રી નંદનંદન અભય ચરણારવિંદ રે. ભજ, ભજ એટલે કે ભક્તિ કરવી; હું, હે; મન, મન. કવિ ગોવિંદ દાસ, એક મહાન તત્ત્વજ્ઞાની અને ભગવદ ભક્ત, તે પ્રાર્થના કરી રહ્યા છે. તે તેમના મનને પ્રાર્થના કરે છે, કારણકે મન મિત્ર છે અને મન દરેક વ્યક્તિનો શત્રુ પણ છે. જો વ્યક્તિ તેના મનને કૃષ્ણ ભાવનામૃતમાં પ્રશિક્ષિત કરી શકે છે, ત્યારે તે સફળ છે. જો તે તેના મનને પ્રશિક્ષિત નથી કરી શકતો, ત્યારે જીવન નિષ્ફળ છે. તેથી ગોવિંદ દાસ, ભગવાન કૃષ્ણના એક મહાન ભક્ત... તેમનું નામ જ દર્શાવે છે, ગોવિંદ દાસ. ગોવિંદ, કૃષ્ણ, અને દાસ મતલબ સેવક. આ બધા ભક્તોનો ભાવ હોય છે. તેઓ હંમેશા આ નામ લગાડે છે દાસ, મતલબ સેવક. તો ગોવિંદ દાસ પ્રાર્થના કરે છે, "હે મારા મન, કૃપા કરીને, તું નંદ મહારાજના પુત્રની ભક્તિ કરવાનો પ્રયત્ન કર, જે અભય-ચરણ છે, જેમના ચરણ કમળ સુરક્ષિત છે. ત્યાં કોઈ પણ ભય નથી." અભય, અભય એટલે કે કોઈ પણ ભય નથી, અને ચરણ, ચરણ એટલે કે ચરણ કમળ. તો, તે તેમના મનને ભલામણ કરે છે, "મારા પ્રિય મન, કૃપા કરીને, તું મહારાજ નંદના પુત્રના અભય ચરણ કમળની ભક્તિ કરવામાં પ્રવૃત્ત થઇ જા." ભજહુ રે મન શ્રી નંદ-નંદન. નંદ-નંદન એટલે કે નંદ મહારાજના પુત્ર, કૃષ્ણ. અને તેમના ચરણ, અભય છે, નિર્ભય. તો ગોવિંદ દાસ તેમના મનને વિનંતી કરે છે, "કૃપા કરીને કૃષ્ણના ચરણ કમળના દિવ્ય પ્રેમમય સેવામાં સંલગ્ન થઇ જા." જ્યાં સુધી બીજી વસ્તુઓની વાત છે...
અને તે કહે છે કે દુર્લભ માનવ-જન્મ. દુર્લભ એટલે કે ખૂબજ મુશ્કેલીથી પ્રાપ્ત થઇ શકે તેવું. માનવ જન્મ એટલે કે આ મનુષ્ય જીવન. તે ખૂબજ લાંબા સમય પછી પ્રાપ્ત થાય છે. એક વાર તક અપાય છે કૃષ્ણ ભાવનાભાવિત બનવા માટે જેનાથી વ્યક્તિ આ જન્મ મૃત્યુના ચક્રથી બહાર આવી શકે. તેથી તે ભલામણ કરે છે કે આ જીવન, આ મનુષ્ય રૂપનું જીવન, ખૂબજ મહત્વનું છે, દુર્લભ. દુર્લભ મતલબ... દુ: મતલબ ખૂબજ મુશ્કેલીથી,અને લભ એટલે કે પ્રાપ્ત થઇ શકે તેવું. તો મૂર્ખ લોકો, તે જાણતા નથી કે આ મનુષ્ય જીવન કેટલું મહત્વનું છે. તે માત્ર પશુઓની જેમ ઇન્દ્રિય તૃપ્તિમાં સંલગ્ન થાય છે. તો આ શિક્ષણ આપતું છે, તે તેમના મનને પ્રશિક્ષિત કરે છે કે, "તું તારા મનને ભગવાન કૃષ્ણના ચરણ કમળની ભક્તિ કરવામાં સંલગ્ન કર." દુર્લભ માનવ જનમ સત-સંગે. અને મનનું આ પ્રશિક્ષણ માત્ર સારા સંગમા શક્ય છે, સત-સંગ. સત-સંગ એટલે કે જે લોકો, સો ટકા ભગવાનની સેવામાં સંલગ્ન છે. તેમને સત કહેવાય છે. સતામ પ્રસંગાત. ભક્તોના સંગ વગર, મનને પ્રશિક્ષિત કરવું શક્ય નથી. તે કહેવાતા યોગ પદ્ધતિ કે ધ્યાન દ્વારા શક્ય નથી. વ્યક્તિએ ભક્તો સાથે સંગ કરવો જોઈએ, નહિતો તે શક્ય નથી. તેથી અમે આ કૃષ્ણ ભાવનાભાવિત સમાજની સ્થાપના કરી છે, જેથી વ્યક્તિ આ સંગનો લાભ લઇ શકે. તો ગોવિંદ દાસ, ભક્ત અને કવિ, શિખામણ આપે છે, દુર્લભ માનવ જન્મ સત-સંગે,"તમને આ ખૂબજ સરસ, દુર્લભ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે. હવે ભક્તો સાથે સંગ કરીને મનને કૃષ્ણના ચરણ કમળની સેવામાં સંલગ્ન કરો." તે તેમના મનને નિવેદન કરે છે.
પછી તે જીવનની નિરાશાને બતાવે છે. તે શું છે? શીત આતપ બાત બરીશન એ દિન જામીની જાગી રે. શીત એટલે કે શિયાળો. આતપ એટલે કે ઉનાળો, જ્યારે તીવ્ર સૂર્યકિરણો હોય છે. શીત આતપ, બાત, ઠંડી, બરીશન, ભારી વર્ષા. તો આ ખલેલ હંમેશા હોય છે. ક્યારેક ખૂબજ ઠંડી હોય છે. ક્યારેક ખૂબજ ગરમી પડે છે. ક્યારેક મુશળાધાર વર્ષા પડે છે. ક્યારેક આ કે બીજું કઈ ચાલી રહ્યું છે. તો તે કહે છે કે, શીત આતપ બાત બરીશન એ દિન જામીની જાગી રે. આખો દિવસ અને રાત, લોકો ખૂબજ મેહનત કરે છે, પરવાહ કર્યા વગર, ખૂબજ ઠંડી, ખૂબજ ગરમી, અને ભારે વરસાદ, અને રાતમાં, રણમાં જઈને, કે સમુદ્રની અંદર જઈને - બધે જ લોકો ખૂબજ વ્યસ્ત છે. શીત આતપ બાત બરીશન એ દિન જામીની જાગી રે. રાતપાળી હોય છે, અને બીજા કેટલા બધા કાર્યો હોય છે. તો તે કહે છે કે,
- શીત આતપ બાત બરીશન
- એ દિન જામીની જાગી રે
- બીફલે સેવીનુ કૃપણ દુર્જન
- ચપલ સુખ લભ લાગી રે
"હવે આ બધા પરિશ્રમ કર્યા પછી, મેં શું કર્યું છે?" મેં એવા લોકોની સેવા કરી છે જે મારા કૃષ્ણ ભાવનામૃતના પ્રતિ જરા પણ અનુકૂળ નથી. અને કેમ તેમની સેવા કરી છે?" ચપલ સુખ લભ લાગી રે: "ચપલ, ખૂબજ અસ્થાયી સુખ. હું વિચારું છું કે જો મારૂ નાનું બાળક સ્મિત કરશે, હું સુખી બનીશ. હું વિચારું છું કે જો મારી પત્ની પ્રસન્ન થશે, તો હું સુખી થઈશ. પણ આ અસ્થાયી સ્મિત કરવું કે સુખનો અનુભવ કરવું, તે બધુ અસ્થાયી છે." તે વ્યક્તિએ સાક્ષાત્કાર કરવો પડે. બીજા ઘણા બધા કવિઓ પણ છે, જેમણે આ જ રીતે ગાયું છે કે.., આ મન એક રણ જેવું છે, અને તે જળના સાગરની પાછળ આકાંક્ષા કરે છે. એક રણમાં, જો એક સમુદ્ર આવી જાય, તો તે ડૂબી શકે છે. અને ત્યાં શું લાભ મળી શકે છે જ્યારે પાણીનું એક જ ટીપું છે ત્યારે? તેવી જ રીતે, આપણું મન, આપણી ચેતના, આનંદના સાગરની પાછળ છે. અને પારિવારિક જીવનમાં, સામાજિક જીવનમાં આ અસ્થાયી સુખ તે બિલકુલ પાણીના એક ટીપાં સમાન છે. તો લોકો તત્વજ્ઞાની છે, જેમણે આ જગતનો વાસ્તવમાં અભ્યાસ કર્યો છે, તે સમજી શકે છે કે, "આ અસ્થાયી સુખ મને સુખી નહીં કરી શકે."
પછી તે કહે છે કે, કમલ દલ જલ, જીવન તલમલ. કમલ-દલ જલ એટલે કે કમળનું ફૂલ. તમે તળાવોમાં કમળનું ફૂલ જોયું હશે. તે ડગુમગુ હોય છે, હંમેશા પાણીની ઉપર હોય છે. અસ્થિર. કોઈ પણ રીતે, કોઈ પણ સમયે, તે ડૂબી શકે છે. તેવી જ રીતે, આ જીવન હંમેશા સંકટથી પૂર્ણ છે, હંમેશા સંકટમાં હોય છે. કોઈ પણ ક્ષણે તે પૂરું થઇ શકે છે. કેટલા બધા કિસ્સાઓ છે. લોકો તેને જુએ છે, પણ તે ભૂલી જાય છે. તે અદભુત વાત છે. તે જુએ છે કે, દર રોજ, દર ક્ષણે, તે પોતે સંકટમાં છે, બીજા લોકો સંકટમાં છે. છતાં, તે વિચારે છે કે "હું સુરક્ષિત છું." આ પરિસ્થિતી છે.