GU/Prabhupada 0377 - 'ભજહુ રે મન' પર તાત્પર્ય



Purport to Bhajahu Re Mana -- Los Angeles, May 27, 1972

તો આ ભજન ગોવિંદ દાસ દ્વારા ગાવામાં આવ્યું હતું. ગોવિંદ-દાસ અભિલાષ રે. તેમની ઈચ્છા શું છે? અભિલાષ એટલે કે ઈચ્છા. ભજહુ રે મન શ્રી નંદનંદન: "મારા પ્રિય મન..." કારણકે મન આપણો મિત્ર અને શત્રુ છે. જો તમે મનને પ્રશિક્ષણ આપશો, તો મન તમારો શ્રેષ્ઠ મિત્ર છે. જો તમે તમારા મનને પ્રશિક્ષિત નથી કરી શકતા, તો મન તમારો સૌથી કડવો શત્રુ બની જશે. સ વૈ મન: કૃષ્ણ પદારવિન્દયો (શ્રી.ભા. ૯.૪.૧૮). તેથી મનને હંમેશા કૃષ્ણના ચરણ કમળમાં સંલગ્ન કરવું પડે, પછી મન આપમેળે નિયંત્રિત થશે અને મિત્ર બનશે. તો ગોવિંદ દાસ તેમની ઈચ્છા પ્રકટ કરે છે: "મારા પ્રિય મન, તું બસ નંદ-નંદનની ભક્તિમાં લાગી જા." તે... તે કૃષ્ણ નથી કેહતા. તે નંદ-નંદન કહે છે. ભજહુ રે મન શ્રી નંદ-નંદન. જો આપણે સીધા કૃષ્ણને સંબોધન કરીએ છીએ, તે બહુ પ્રસન્નદાયી નથી, પણ જો આપણે કહીએ કૃષ્ણ: નંદ-નંદન, યશોદા-નંદન, દેવકી-નંદન, પાર્થસારથી - તેમના ભક્તોના સંબંધમાં - ત્યારે તેઓ વધારે પ્રસન્ન થાય છે. તો ભજહુ રે મન શ્રી નંદ-નંદન. શા માટે શ્રી-નંદ-નંદન? હવે, અભય-ચરણારવિંદ રે. જો તમે કૃષ્ણ, નંદ-નંદન, ના ચરણ કમળનો આશ્રય લેશો, તો તમને પછી વધુ કોઈ પણ ભય કે ચિંતા નહીં રહે.

સમાશ્રિત યે પદ-પલ્લવ-પ્લવમ
મહત-પદમ પુણ્ય-યશો-મુરારે:
ભવામ્બુધીર વત્સ-પદમ પરમ પદમ
પદમ પદમ યત વિપદામ ન તેષામ
(શ્રી.ભા. ૧૦.૧૪.૫૮)

આ ભગવત-દર્શન છે. પદમ પદમ યત વિપદામ. આ ભૌતિક જગત, પદમ પદમ એટલે કે કદમ કદમ ઉપર સંકટ છે. તો જે વ્યક્તિ કૃષ્ણનો શરણ લેશે, મહત પદમ પુણ્ય-યશો મુરારે: સમાશ્રિત, તેના માટે હવે કોઈ પણ સંકટ નથી. અભય-ચરણારવિંદ રે. કૃષ્ણનો પૂર્ણ આશ્રય લેવો કેવી રીતે શક્ય છે, જે અભયપ્રદ છે, કોઈ ચિંતા નથી, વૈકુંઠ? દુર્લભ માનવ જનમ સત-સંગે. આ સંભવ છે જો તમે ભક્તો સાથે સંગ કરશો તો. જો તમે વિચારો કે "હવે હું ખૂબજ ઉન્નત બની ગયો છું. હવે હું એકલો રહીશ, અને હરે કૃષ્ણનો જપ કરીશ, હરિદાસ ઠાકુરની નકલ કરતાં," આ બકવાસ છે. તમે હરિદાસ ઠાકુરની નકલ ન કરી શકો. તમારે ભક્તો સાથે સંગ કરવો પડે. દુર્લભ માનવ જનમ સત-સંગે. સત-સંગે. સતામ પ્રસંગાન મમ-વીર્ય સંવિદો (શ્રી.ભા. ૩.૨૫.૨૫). જો તમે ભક્તો સાથે રેહશો, તો તેમના સંગ દ્વારા, તેમની સાથે વાતો કરતા કરતા, તમને સાચી ભગવદ્ ભાવનામૃતની સમજણ મળશે. તે ખૂબજ સરળ છે સમજવા માટે. જેમ કે આ ભૌતિક જગતમાં કેટલી બધી સંસ્થાઓ અને સમાજો છે. વ્યાપારીઓ, તેમની પાસે સ્ટોક એક્સ્ચેંજ સંઘ છે, જે લેવડ દેવડનું કાર્ય કરે છે. તેમને સંઘ હોય છે. તેઓ ત્યાં જાય છે, અને તેમના વ્યાપારની સગવડો ખૂબજ સારી હોય છે. તેવી જ રીતે, કેટલી બધી ક્લબો છે. જો તમારે દારૂ પીવો છે અને ઇન્દ્રિય ભોગ કરવો છે, કેટલી બધી ક્લબો છે અને તમે ત્યાં જશો અને તમે કેવી રીતે પીવું, કેવી રીતે મૈથુન કરવું, તે ખૂબજ સારી રીતે શીખશો. તો સંગ ખૂબજ મહત્વનો છે. એથી, આપણો કૃષ્ણ ભાવનામૃત સંઘ, આપણે લોકોને તક આપીએ છીએ આપણી સાથે સંગ કરવાની, જેથી તેઓ સમજી શકે કે કૃષ્ણ શું છે, કૃષ્ણ ભાવનામૃત શું છે. તેથી ગોવિંદ દાસ ભલામણ કરે છે, દુર્લભ માનવ જનમ સત-સંગે. માનવ. આ મનુષ્ય જન્મ ખૂબજ દુર્લભતાથી મળે છે. કૂતરાઓનો સંગ નહીં, કાગડાઓનો સંગ નહીં, પણ હંસોનો સંગ. સ્વભાવ પ્રમાણે સંગ હોય છે. "એક જ પ્રકારના પીંછાવાળા પક્ષીઓ સાથે રહે છે." કાગડાઓ, તે કાગડાઓ સાથે રહે છે, અને હંસો હંસ સાથે. શ્વેત હંશ, ખૂબજ સરસ જળ, ખૂબ સારો બગીચો, તેમને તે ગમશે. કાગડાઓને તે ગમશે નહીં. કાગડાઓને તે જગ્યા ગમે છે જ્યાં કચરો ફેંકવામાં આવે છે. તેઓ તેમાં આનંદ લે છે. તો તેવી જ રીતે, સ્વભાવના ગુણ પ્રમાણે, માનવ સમાજમાં વિવિધ સંગ છે. પણ તે ભલામણ કરવામાં આવે છે દુર્લભ માનવ જન્મ સત-સંગે: કાગડાઓ સાથે નહી પણ હંસો સાથે.

તમે હંસને દૂધ અને જળ આપો, તે દૂધ લઈ લેશે અને જળ છોડી દેશે. તેવી જ રીતે એક હંસ, પરમહંસ, મતલબ આ મનુષ્ય જીવનમાં, જે વ્યક્તિ જીવનનો આધ્યાત્મિક ભાગ લઈને ભૌતિક ભાગનો અસ્વીકાર કરે છે, તેને હંસ, પરમહંસ કહેવાય છે. આપણે મિશ્રિત છીએ. આપણું શરીર ભૌતિક છે, પણ હું આધ્યાત્મિક આત્મા છું. તો આપણે પદ્ધતિ જાણવી જોઈએ, કેવી રીતે ભૌતિક બંધનથી બહાર આવવું. તે ભૌતિક શરીરથી બહાર આવશે, પણ જ્યારે તે બહાર આવશે, ત્યારે તે આ ભૌતિક શરીરનો નાશ કરી દેશે. ખૂબજ સરસ ઉદાહરણ છે. અગ્નિ, લાકડામાં અગ્નિ છે, બધા જાણે છે. તો તમે અગ્નિ જલાવો, અને જો તમે તેને સૂકો બનાવો, ત્યારે અગ્નિ ખૂબજ સરળતાથી આવશે. અને જ્યારે તેજ અગ્નિ થાય છે, ત્યારે લાકડું નષ્ટ થઇ જાય છે. હવે લાકડાનું કોઈ અસ્તિત્વ જ નથી. તેવી જ રીતે, જો તમે તમારી આધ્યાત્મિક ચેતના, કૃષ્ણ ભાવનામૃતને ફરીથી જાગૃત કરી શકો, જ્યારે તે ખૂબ સારી રીતે ચાલતું હશે, ત્યારે તમારું ભૌતિક અસ્તિત્વ પૂરું થઇ જશે. આ પદ્ધતિ છે. દુર્લભ માનવ જન્મ-સત-સંગે તરહ એ ભવ-સિંધુ રે. આ રીતે, બસ ભવ સાગરની બીજી બાજુએ જાઓ.

પછી, કોઈ વ્યક્તિ કહી શકે છે કે, "જો હું કૃષ્ણ ભાવનામૃત આંદોલન સાથે સંગ કરું, તો મારૂ પરિવાર કેવી રીતે ચાલશે? કોણ મારી પત્ની અને બાળકો, સમાજ, મૈત્રી અને પ્રેમની દેખભાળ કરશે? મારે કેટલા બધા કાર્યો છે." ત્યાં, તેથી તે કહે છે કે, શીત આતપ બાત બરિશન એઈ દિન જામીની જાગી રે: "મારા પ્રિય મન, તું એટલું કષ્ટ ઉપાડે છે." શીત આતપ: "ખૂબ ઠંડીમાં તું કામ કરવા જઈશ. બળે તેવા ઉનાળામાં તમે કામ કરવા માટે જાઓ છો. ભારે વરસાદમાં પણ તમે તમારું કાર્ય નથી રોકી શકતા." શીત આતપ બાત બરિશન. "રાત પાળી. આખી રાત કામ કરવું." લોકો તેમ કરે છે. શીત આતપ બાત બરિશન એઈ દિન જામીની જાગી રે. આખો દિવસ કામ કરવું, ફરીથી મને થોડું વધારે ધન મળે છે, હું તમને રાતમાં પણ કામ કરવા દઉં, વધારે. આ રીતે તમે કામ કરો છો. તમે કેમ કામ કરો છો? તમે કેમ કામ કરો છો?

શીત આતપ બાત બારિશન
એઈ દિન જામીની જાગી રે
બીફલે સેવીનુ કૃપણ દુર્જન
ચપલ સુખ લભ લાગી રે

"આ રીતે મેં મારો સમય બરબાદ કર્યો છે," બીફલે સેવીનુ, "કૃપણ દુર્જનની સેવા કરવા માટે. કહેવાતા સમાજ, મૈત્રી અને પ્રેમની સેવા કરવા માટે. કૃપણ, તે ક્યારે પણ કૃષ્ણ ભાવનામૃતમાં સંલગ્ન નહીં થાય, પણ હું તેમની સેવામાં સંલગ્ન છું." તો આ સામાન્ય છે, એવું નથી કે દરેક, દરેક કુટુંબ. વધારે પડતું ૯૯.૯ ટકા. તો બીફલે સેવીનુ, "આ રીતે હું મારો સમય બરબાદ કરું છું.અને તેમાં શું આનંદ છે?" ચપલ સુખ લભ લાગી રે. "થોડી મિનિટ માટે મૈથુન, બસ તેટલ જ." આ મૈથુનની પાછળ આટલો બધો શ્રમ. તેથી ગોવિંદ દાસ કહે છે કે, "તમે ધનનો ભોગવવાનો પ્રયત્ન કરો છો," એઈ ધન, યૌવન, પુત્ર, પરિજન. ભૌતિક સુખ એટલે કે ધન પ્રાપ્ત કરવું, અને પછી જન, કેટલા બધા આશ્રિતો - પત્ની, બાળક, મિત્રો, સમાજ, કેટલી બધી વસ્તુઓ, દેશ. તો પુત્ર પરિજન, ઈથે કે આછે પરતીતી રે. "તમને આમાં કોઈ દિવ્ય સુખ પ્રાપ્ત ના થઈ શકે." કમલ દલ જલ જીવન તલમલ. આ જીવન અસ્થિર છે. તમે કહી ના શકો કે જીવન ક્યારે પૂરું થશે. ઉદાહરણ આપવામાં આવેલું છે, કમલ દલ જલ. જેમ કે કમળનું પાંદડું. જો તમે તે પાંદડા ઉપર જળ નાખશો, તો તે ત્યાં રહેશે નહીં; પણ તે અસ્થિર રહેશે. કોઈ પણ ક્ષણે તે નીચે પડી શકે છે. તેવી જ રીતે, આપણું જીવન તેવું જ છે, અસ્થિર. કોઈ પણ ક્ષણે પૂરું થઇ શકે તેવું. કમલ-દલ-જલ, જીવન... ભજહુ હરિ પદ નીતિ રે તેથી તમે કૃષ્ણ ભાવનામૃતમાં જેટલું સંલગ્ન થઈ શકો તેટલું થાઓ. મૃત્યુ આવે તે પેહલા તેને સમાપ્ત કરો. તે તમારું લક્ષ્ય છે. અને કૃષ્ણ ભાવનામૃત શું છે? શ્રવણ, કીર્તન, સ્મરણ, વંદન, પાદ-સેવન... પૂજન, સખીજન, આત્મ-નિવેદન, નવ પ્રકારની ભક્તિમય સેવા, ગોવિંદ દાસ અભિલાષ રે.

તો દરેક વ્યક્તિએ ગોવિંદ દાસની જેમ ઈચ્છા કરવી જોઈએ. શ્રવણ, કીર્તન. આ ભક્તિમય પદ્ધતિઓ છે. સાંભળવું, કીર્તન, યાદ કરવું, અર્ચન, વિગ્રહની પૂજા કરવી, વંદન, પ્રાર્થના અર્પણ કરવી. નવ પ્રકારની છે. તો આ મનુષ્ય જીવન આના માટે છે, અને.. આ પદ્ધતિ દ્વારા, ધીમે ધીમે આપણે કૃષ્ણ ભાવનામૃતની કે આધ્યાત્મિક ચેતનાની અગ્નિને સળગાવીએ છીએ, અને તે અગ્નિ દ્વારા, જેમ કે તેજ અગ્નિ દ્વારા લાકડું રાખ બની જાય છે, તો આપણું, આપણું પૂરું આવરણ... આત્મા પદાર્થ અને અજ્ઞાનથી ઢંકાયેલી છે. તો આ આવરણ અને અજ્ઞાન રાખમાં બળી જશે, અને તમે મુક્ત થઈને ભગવદ ધામ જશો. આ ભજનનું આ તાત્પર્ય છે.