GU/Prabhupada 0403 - 'વિભાવરી શેષ' પર તાત્પર્ય-૨
રામ તરીકે, જ્યારે તેઓ ભગવાન રામચંદ્ર તરીકે પ્રકટ થયા, તેમણે રાવણની હત્યા કરી, રાવણાન્તકર. માખન તસ્કર, અને વૃંદાવનમાં તેઓ માખણ ચોર તરીકે ઓળખાતા હતા. તેમની બાળપણની લીલામાં, તેઓ ગોપીઓના ઘડાઓમાથી માખણની ચોરી કરતાં હતા. તે તેમની આનંદની લીલા હતી, તેથી તેમને માખન તસ્કર કહેવામાં આવે છે, માખનચોર. ગોપી જન વસ્ત્ર હરી, અને તેમણે ગોપીઓના વસ્ત્ર પણ ચોર્યા હતા, જ્યારે તેઓ સ્નાન લેતા હતા. તે બહુ જ ગુહ્ય છે. વાસ્તવમાં ગોપીઓ કૃષ્ણને ઇચ્છતી હતી. તેમણે કાત્યાયની દેવીને પ્રાર્થના કરી હતી, કારણકે કૃષ્ણ તેમની ઉમ્મરની છોકરીઓ માટે એટલા આકર્ષક હતા, તો તેઓ કૃષ્ણને પતિ તરીકે ઈચ્છા કરતાં હતા. તો, ઉપરછલ્લી રીતે, કૃષ્ણ તે જ ઉમ્મરના હતા, અને કેવી રીતે તેઓ બધી ગોપીઓના પતિ બની શકે? પણ તેમણે સ્વીકાર્યું. કારણકે ગોપીઓને કૃષ્ણની પત્ની બનવું હતું, તેથી કૃષ્ણે તેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો. તેમના પર કૃપા કરવા માટે, તેમણે વસ્ત્રોની ચોરી કરી, કારણકે એક પતિ પત્નીના વસ્ત્રો ઉતારી શકે. બીજું કોઈ તેને સ્પર્શ પણ ના કરી શકે. તો તે હેતુ હતો, પણ લોકો જાણતા નથી. તેથી કૃષ્ણલીલા એક સાક્ષાત્કારી આત્મા પાસેથી જ સાંભળવી પડે, અથવા આ ભાગને ટાળવો જોઈએ. નહિતો આપણે કૃષ્ણની ગેરસમજ કરીશું કે તેમણે વસ્ત્રો લઈ લીધા, અને તેઓ ખૂબ જ પતિત હતા, સ્ત્રી-શિકારી, એવું. એવું નથી. તેઓ પરમ ભગવાન છે. તેઓ દરેક ભક્તની ઈચ્છા પૂરી કરે છે. તો કૃષ્ણને ગોપીઓને નગ્ન જોવાની કોઈ ઈચ્છા હતી નહીં, પણ કારણકે તેમને પત્ની બનવું હતું, તો તેમને તેમની ઈચ્છાની પૂર્તિ કરી. એક પ્રતિક, "હા, હું તમારો પતિ છું, મે તમારા વસ્ત્રો લઈ લીધા. હવે તમે તમારા વસ્ત્રો લો અને ઘરે જાઓ." તેથી તેઓ ગોપી જન વસ્ત્ર હરી તરીકે ઓળખાય છે. બ્રજેર રાખલ, ગોપ વૃંદ પાલ, ચિત્ત હારી વંશી ધારી. બ્રજેર રાખલ, વૃંદાવનમાં ગોપાળ, અને ગોપ વૃંદ પાલ, તેમનો વિષય હતો કેવી રીતે ગોપાળોને સંતુષ્ટ કરવા, તેમના પિતાને, કાકાને, તે બધા ગાયો રાખતા હતા, તેમને પ્રસન્ન કરવા. તો તેઓ ગોપ વૃંદ પાલ છે. ચિત્ત હારી વંશી ધારી, અને જ્યારે તેઓ વાંસળી વગાડે છે, તે દરેકનું હ્રદય લઈ લે છે, ચિત્ત હારી. તેઓ દરેકનું હ્રદય લઈ લેતા હતા.
યોગીન્દ્ર વંદન, કૃષ્ણના વૃંદાવનમાં એક નાના ગોપાળ તરીકે રમવા છતાં, જેમ કે એક ગામનો છોકરો તેના મિત્રો સાથે મજાક કરતો હોય છે, પણ છતાં, તેઓ યોગીન્દ્ર વંદન છે. યોગીન્દ્ર મતલબ શ્રેષ્ઠ યોગી, ધ્યાનાવસ્થિત તદ ગતેન મનસા પશ્યંતી યમ યોગીન: (શ્રી.ભા. ૧૨.૧૩.૧). યોગીન:, ધ્યાન, તેઓ કોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે? આ કૃષ્ણ. તેઓ કૃષ્ણને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો જ્યાં સુધી તેઓ મનને કૃષ્ણ પર કેન્દ્રિત કરવાના બિંદુ પર આવતા નથી, તેમનો યોગ સિદ્ધાંત, અથવા યોગ શક્તિ, મુશ્કેલ બને છે. યોગીનામ અપિ સર્વેશામ મદ ગત અંતર (ભ.ગી. ૬.૪૭). યોગીએ, પ્રથમ વર્ગનો યોગીએ, હમેશા કૃષ્ણને તેના હ્રદયમાં રાખવા જ જોઈએ. તે યોગની સિદ્ધિ છે. તેથી તે કહેવાયુ છે યોગીન્દ્ર વંદન, શ્રી નંદ નંદન, બ્રજ જન ભય હારી. જો કે તેઓ મહાન યોગીઓ દ્વારા પૂજાય છે, છતાં તેઓ વૃંદાવનમાં નંદ મહારાજના પુત્ર તરીકે રહે છે, અને વૃંદાવનના નીવાસીઓ, તેઓ કૃષ્ણના સંરક્ષણમાં સુરક્ષા અનુભવે છે. નવીન નીરદ, રૂપ મનોહર, મોહન વંશી વિહારી. નવીન નીરદ, નીરદ મતલબ વાદળ, તેમનું રૂપ એક નવા વાદળ જેવુ જ છે. નવું વાદળ, કાળાશ પડતું, રૂપ. છતાં તેઓ એટલા સુંદર છે. સામાન્ય રીતે આ ભૌતિક જગતમાં કાળું એટલું સુંદર નથી ગણવામાં આવતું, પણ કારણકે તેમનું શરીર દિવ્ય છે, ભલે તેઓ કાળા છે, તેઓ પૂરા બ્રહ્માણ્ડમાં આકર્ષક છે. રૂપ મનોહર. મોહન વંશી વિહારી, બસ જ્યારે તેઓ તેમની વાંસળી લઈને ઊભા રહે છે, તેઓ, જોકે તેઓ કાળાશ પડતાં છે, તેઓ દરેકને માટે આકર્ષક બને છે.
યશોદા નંદન, કંસ નીસૂદન, તેઓ માતા યશોદાના પુત્ર તરીકે ખૂબ જ ઉજવાય છે, તેઓ કંસના નાશક છે, અને નિકુંજ રાસ વિલાસી, અને તેઓ નૃત્ય કરતાં હતા, રાસ નૃત્ય, નિકુંજમાં, વંશી વટ, નિકુંજ. કદંબા કાનન, રાસ પરાયણ, ઘણા કદંબ વૃક્ષો છે. કદંબ એક પ્રકારનું ફૂલ છે જે વિશેષ કરીને વૃંદાવનમાં ઊગે છે, બહુ જ સુગંધિત અને સુંદર, ગોળ, નક્કર ફૂલ. તો કદંબા કાનન, તેઓ આ રાસ નૃત્યનો આનંદ આ કદંબ વૃક્ષની નીચે લેતા હોય છે. આનંદ વર્ધન પ્રેમ નિકેતન, ફૂલ શર યોજક કામ. તો જ્યારે ગોપીઓની કામવાસનાને ઉત્તેજિત કરતાં હતા, અને તેમનો દિવ્ય આનંદ વધારતા હતા. આનંદ વર્ધન પ્રેમ નિકેતન, કારણકે તેઓ બધા આનંદનો સ્ત્રોત છે. ગોપીઓ આનંદ લેવા માટે આવતી હતી કારણકે તેઓ બધા આનંદનો સ્ત્રોત છે. જેમ કે આપણે એવા તળાવ પર પાણી લેવા જઈએ છીએ જ્યાં પાણી હોય છે. તેવી જ રીતે, જો આપણને વાસ્તવમાં આનંદમય જીવન જોઈતું હોય, તો આપણે તે આનંદના સ્ત્રોત, કૃષ્ણ, પાસેથી લેવો જોઈએ. આનંદ વર્ધન, તે આનંદ વધતો જ જશે. ભૌતિક આનંદ ઘટતો જશે. તમે લાંબા સમય માટે આનંદ નહીં લઈ શકો, તે ઘટશે, પણ આધ્યાત્મિક આનંદ, જો તમારે તેને બધા આનંદના સ્ત્રોત, કૃષ્ણ, પાસેથી લેવો છે, તો તે વધશે. તમારી આનંદની શક્તિ વધશે અને તમે વધુ અને વધુ આનંદ લેશો. જેમ તમે તમારી આનંદની શક્તિ વધારશો, અથવા ઈચ્છા, પુરવઠો પણ અવિરત છે. કોઈ સીમા નથી. ફૂલ શર યોજક કામ, તેઓ દિવ્ય કામદેવ છે. કામદેવ, તેમના ધનુષ્ય અને બાણથી, તેઓ ભૌતિક જગતની કામવાસનાની ઈચ્છા વધારે છે. તેવી જ રીતે આધ્યાત્મિક જગતમાં, તેઓ સર્વોચ્ચ કામદેવ છે. તેઓ ગોપીઓની કામવાસનાની ઈચ્છા વધારતા હતા. તેઓ ત્યાં આવતી, અને બંને, કોઈ ઘટાડો હતો નહીં. ગોપીઓ તેમની ઈચ્છા વધારતી હતી, અને કૃષ્ણ તેમને પૂરી પાડતા હતા, જીવનના કોઈ ભૌતિક ખ્યાલ વગર. તેઓ ફક્ત નૃત્ય કરતાં હતા, બસ તેટલું જ. ગોપાંગના ગણ, ચિત્ત વિનોદન, સમસ્ત ગુણ ગણ ધામ. તેઓ વિશેષ કરીને ગોપાંગના માટે આકર્ષક છે. ગોપાંગના મતલબ વ્રજ ધામની નૃત્યાંગનાઓ. ગોપાંગણ ગણ, ચિત્ત વિનોદન, તેઓ ફક્ત કૃષ્ણના વિચારોમાં લીન છે. તેઓ કૃષ્ણ દ્વારા એટલા બધા આકર્ષિત છે, કૃષ્ણથી આસક્ત, તેઓ છોડી શકતા ન હતા, હ્રદયમાં તેમનો સાથ, એક ક્ષણ માટે પણ, ચિત્ત વિનોદન, તેમણે ગોપીના હ્રદયને વશમાં કર્યું હતું, ચિત્ત વિનોદન. સમસ્ત ગુણ ગણ ધામ, તેઓ બધા જ દિવ્ય ગુણોના સ્ત્રોત છે. યમુના જીવન, કેલી પરાયણ, માનસ ચંદ્ર ચકોર. માનસ ચંદ્ર ચકોર, એક પક્ષી છે જે ચકોર તરીકે ઓળખાય છે. તે ચંદ્રપ્રકાશ તરફ જુએ છે. તેવી જ રીતે, તેઓ ગોપીઓની વચ્ચે ચંદ્ર હતા, અને તેઓ ફક્ત તેમની તરફ જોતી હતી. અને તેઓ યમુના નદીના પ્રાણ છે, કારણકે તેઓ યમુના નદીમાં કુદવાનો આનંદ લેતા હતા. નામ સુધા રસ, ગાઓ કૃષ્ણ યશ, રાખો વચન. તો ભક્તિવિનોદ ઠાકુર દરેકને વિનંતી કરી રહ્યા છે, "હવે તમે ભગવાનના આ બધા વિભિન્ન નામોનો જપ કરો, અને મને બચાવો." રાખો વચન મનો: "મારા પ્રિય મન, કૃપા કરીને મારા વચનનું પાલન કરજે. અસ્વીકાર ના કરીશ, કૃષ્ણના આ પવિત્ર નામોનો જપ કર્યા કર"