GU/Prabhupada 0411 - તેમણે એક ખૂબસૂરત ટ્રક બનાવી છે: ગટ, ગટ, ગટ
Departure Lecture -- Mexico City, February 18, 1975
આપણે આપણું ઘર અને પિતા છોડી દીધા છે, અને આપણે આ પતિત ભૌતિક જગતમાં આવ્યા છીએ, અને આપણે ઘણું પીડાઈ રહ્યા છીએ. (હ્રદયાનંદ દ્વારા સ્પેનિશમાં અનુવાદ) તે બિલકુલ તેવું છે કે એક ધનવાન માણસનો પુત્ર સ્વતંત્રતા માટે ઘર છોડીને જતો રહે છે, અને આખી દુનિયામાં ભટકે છે, બિનજરૂરી રીતે મુશ્કેલી ઉપાડતો. (સ્પેનિશ) એક ધનવાન માણસના પુત્રને કશું કરવાનું હોતું નથી. તેના પિતાની સંપત્તિ તેના આરામદાયક જીવન માટે પર્યાપ્ત છે. (સ્પેનિશ) છતાં, જેમ આપણને ઉદાહરણો છે કે અત્યારે પાશ્ચાત્ય દેશોમાં, ઘણા ધનવાન માણસોના પુત્રો હિપ્પી બને છે, ઘર છોડી દે છે અને બિનજરૂરી રીતે મુશ્કેલી ઉપાડે છે. (સ્પેનિશ) આપણી સ્થિતિ, આપણી જરૂરિયાતો, આપણે બધા જીવો જે આ ભૌતિક જગતમાં છે, તે બિલકુલ તેવા છે. (સ્પેનિશ) આપણે સ્વૈચ્છિક રીતે ઇન્દ્રિય ભોગ કરવા માટે આ ભૌતિક જગતમાં આવ્યા છે. (સ્પેનિશ) અને તે ઇન્દ્રિય ભોગમાં આપણે આપણા પરમ પિતાને, ભગવાનને, ભૂલી ગયા છીએ. (સ્પેનિશ) ભૌતિક પ્રકૃતિનું કામ છે આપણને ફક્ત જીવનની દુખમય સ્થિતિ આપવી. (સ્પેનિશ)
- કૃષ્ણ ભૂલીયા જીવ ભોગ વાંછા કરે
- પાશતે માયા તારે જાપટિયા ધરે
મતલબ જેવો જીવ કૃષ્ણ, ભગવાન, વગર આનંદ કરવાની ઈચ્છા કરે છે, તરત જ તે માયાના સકંજામાં આવી જાય છે. (સ્પેનિશ) આ આપણી પરિસ્થિતી છે. આપણે માયાના નિયંત્રણ હેઠળ છીએ, અને આપણે બહાર પણ નીકળી શકીએ છીએ, જેમ તે ભગવદ ગીતામાં કહેલું છે, મામ એવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરન્તિ (ભ.ગી. ૭.૧૪): "જે કોઈ પણ મને શરણાગત થાય છે તે માયાના નિયંત્રણમાથી બહાર નીકળે છે." (સ્પેનિશ) અમે, તેથી, આખી દુનિયામાં કૃષ્ણ ભાવનામૃત, અથવા ભગવદ ભાવનામૃત, નો પ્રચાર કરીએ છીએ, અને તેમને શીખવાડીએ છીએ કેવી રીતે કૃષ્ણને શરણાગત થવું, અને આવી રીતે માયાના સકંજામાથી મુક્ત થવું. (સ્પેનિશ) અમને આના સિવાય બીજી કોઈ ઈચ્છા કે ધ્યેય નથી. (સ્પેનિશ) અમે સ્પષ્ટ રીતે કહીએ છીએ, "અહી ભગવાન છે. તમે તેમને શરણાગત થાઓ. તમે હમેશા તેમના વિશે વિચારો, તમારા પ્રણામ અર્પણ કરો. પછી તમારું જીવન સફળ થશે." (સ્પેનિશ) પણ લોકો સામાન્ય રીતે, તેઓ બિલકુલ પાગલ માણસ જેવા હોય છે. (સ્પેનિશ) ફક્ત ઇન્દ્રિય તૃપ્તિ માટે, તેઓ દિવસ અને રાત સખત મહેનત કરી રહ્યા છે. તો ભક્તો તેમની દુર્દશા જોઈને બહુ જ દિલગીર થાય છે. (સ્પેનિશ)
પ્રહલાદ મહારાજે કહ્યું છે કે "હું આ વ્યક્તિઓને જોઈને બહુ જ દિલગીર છું." તે કોણ છે? તતો વિમુખ ચેતસા માયા સુખાય ભરમ ઉદ્વહતો વિમૂઢાન (શ્રી.ભા. ૭.૯.૪૩). આ ધૂર્તો, વિમૂઢાન, તેમણે એક સમાજની રચના કરી છે, ખૂબસૂરત સમાજ. તે શું છે? જેમ કે તમારા દેશમાં ખાસ કરીને, એક ખૂબસૂરત ટ્રક છે કચરો વાળવા માટે. કાર્ય છે કચરો વાળવો, અને તેના માટે તેમણે એક ખૂબસૂરત ટ્રક બનાવી છે: "ગટ, ગટ, ગટ, ગટ, ગટ, ગટ, ગટ, ગટ." (સ્પેનિશ) કચરો હાથથી પણ વાળી શકાય છે. ઘણા બધા માણસો છે. પણ તેઓ રસ્તા પર રખડી રહ્યા છે, અને એક વિશાળ ટ્રકની જરૂર છે કચરો વાળવા માટે. (સ્પેનિશ) તે મોટો ધ્વનિ કરે છે, અને તે બહુ ભયાનક પણ છે, પણ તેઓ વિચારી રહ્યા છે, "આ સમાજનો વિકાસ છે." (સ્પેનિશ) તેથી પ્રહલાદ મહારાજ કહે છે, માયા સુખાય. ફક્ત કચરામાથી રાહત મેળવવા માટે - કોઈ રાહત નથી, તેમને બીજી મુશ્કેલીઓ છે - પણ તેઓ વિચારે છે, "હાવે મારે વાળવાનું નથી. તે મોટી રાહત છે." (સ્પેનિશ) તેવી જ રીતે, એક સરળ અસ્ત્રો પણ દાઢી કરવા માટે વપરાઇ શકે છે, અને તેમણે ઘણા બધા યંત્રો શોધ્યા છે. (સ્પેનિશ) અને યંત્રોને બનાવવા માટે, ઘણા બધા કારખાના. (સ્પેનિશ) તો આ રીતે જો આપણે અભ્યાસ કરીએ, વસ્તુએ વસ્તુ, આ પ્રકારનો સમાજ દાનવનો સમાજ કહેવાય છે. (સ્પેનિશ) ઉગ્ર કર્મ. ઉગ્ર કર્મ મતલબ ભયંકર કાર્યો. (સ્પેનિશ)
તો ભૌતિક આરામો માટે કોઈ વાંધો નથી, પણ વાસ્તવમાં આપણે જોવું જોઈએ કે શું આ સુવિધાઓ છે અથવા દુખમય સ્થિતિ. (સ્પેનિશ) તેથી આપણું આ મનુષ્ય જીવન છે કૃષ્ણ ભાવનામૃત વિકસિત કરવા માટે સમય બચાવવા માટે. (સ્પેનિશ) તે બિનજરૂરી રીતે બગાડવા માટે નથી. (સ્પેનિશ) કારણકે આપણે જાણતા નથી કે આગલી મૃત્યુ ક્યારે આવી રહી છે. (સ્પેનિશ) અને જો આપણે પોતાને આગલા જીવન માટે તૈયાર નહીં કરીએ, તો કોઈ પણ ક્ષણે આપણે મરી શકીએ છીએ, અને આપણે ભૌતિક પ્રકૃતિ દ્વારા આપવામાં આવેલું એક શરીર સ્વીકારવું પડશે. (સ્પેનિશ) તેથી હું ઈચ્છું છું કે તમે બધા જે આ કૃષ્ણ ભાવનામૃતમાં જોડાવા આવ્યા છો, બહુ સાવચેતીથી રહો જેથી માયા તમને કૃષ્ણના હાથમાથી ઝૂંટવી શકે નહીં. (સ્પેનિશ) આપણે ફક્ત નીતિનિયમોનું પાલન કરીને પોતાને સ્થિર રાખી શકીએ છીએ, અને જપ કરીને, ઓછામાં ઓછી, સોળ માળા. પછી આપણે સુરક્ષિત છીએ. (સ્પેનિશ) તો તમને જીવનની સિદ્ધિ વિશે કોઈ માહિતી છે. તેનો દુરુપયોગ ના કરો. તેને બહુ સ્થિર રાખવાનો પ્રયત્ન કરો, અને તમારું જીવન સફળ થશે. (સ્પેનિશ) આ આંદોલન આરામદાયક જીવન માટે કોઈ રોકટોક નથી કરતું, પણ તે તેને નિયંત્રિત બનાવે છે. (સ્પેનિશ) તો જો આપણે નીતિનિયમોનું પાલન કરીએ અને સોળ માળા કરીએ, તે આપણી સુરક્ષિત સ્થિતિ છે. (સ્પેનિશ) મને લાગે છે કે આ શિક્ષાનું તમે પાલન કરશો. તે મારી ઈચ્છા છે. આપનો ખૂબ ખૂબ આભાર. (સ્પેનિશ) ભક્તો: જય! જય!