GU/Prabhupada 0413 - જપ કરવાથી, આપણે સિદ્ધિના સર્વોચ્ચ સ્તર પર આવી શકીએ



Lecture on SB 1.16.26-30 -- Hawaii, January 23, 1974

જપના ત્રણ સ્તર હોય છે. એક જપ છે અપરાધ સાથે, શરૂઆત. દસ પ્રકારના અપરાધ છે. આપણે ઘણી વાર વર્ણન કર્યા છે. જો આપણે અપરાધ સાથે જપ કરીએ, તે છે, તે પ્રથમ સ્તર છે. જો વ્યક્તિ અપરાધરહિત જપ કરે, તે બીજું સ્તર છે. અને જો આપણે જપ કરીએ શુદ્ધ... અપરાધરહિત હજુ શુદ્ધ નથી. તમે અપરાધરહિત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો પણ હજુ તે અપરાધરહિત નથી. પણ જ્યારે શુદ્ધ જપ થાય છે, તે સફળતા છે. નામ, નામાભાસ, અને શુદ્ધ નામ. તો આપણો ધ્યેય છે... આની ચર્ચા થયેલી છે. તમે ચૈતન્ય ચરિતામૃતમાં જોશો, હરિદાસ ઠાકુર અને બ્રાહ્મણ વચ્ચેની ચર્ચા. તો જપ દ્વારા, આપણે સિદ્ધિના સર્વોચ્ચ સ્તર પર આવી શકીએ છીએ. શરૂઆતમાં અપરાધો હોઈ શકે છે, પણ જો આપણે અપરાધો ના કરવાનો પ્રયત્ન કરીશું, તો તે નામાભાસ છે. નામાભાસ મતલબ તે વાસ્તવમાં શુદ્ધ નામ નથી, પણ લગભગ શુદ્ધ છે. નામાભાસ, અને શુદ્ધ નામ. જ્યારે વ્યક્તિ શુદ્ધ નામનો જપ કરે છે, નામ, ભગવાનના પવિત્ર નામનો, ત્યારે તે કૃષ્ણ સાથેના પ્રેમના સ્તર પર છે. તે સિદ્ધ સ્તર છે. અને નામાભાસ સ્તર પર, શુદ્ધ નહીં, તટસ્થ, શુદ્ધ અને અપરાધરહિતની વચ્ચે, તે મુક્તિ છે. તમે મુક્ત બનો છો, ભૌતિક બંધનમાથી મુક્ત. અને જો આપણે અપરાધ સાથે જપ કરીએ, તો આપણે ભૌતિક જગતમાં રહીએ છીએ. ભક્તિવિનોદ ઠાકુરે કહ્યું છે, નામાકાર બહિર હય નામ નાહી હય. તે યાંત્રિક છે, "હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ," પણ છતાં તે હરે કૃષ્ણ નથી. નામાકાર, નામ બહિર હય, નામાકર, નામ નાહી હય.

તો આપણે શુદ્ધ રીતે જ જપ કરવો જોઈએ. આપણે નિરાશ ના થવું જોઈએ. અશુદ્ધમાં પણ... તેથી આપણે જપની નક્કી પદ્ધતિ છે. કારણકે આપણે શુદ્ધ સ્તર પર નથી. તેથી, બળપૂર્વક... જેમ કે શાળામાં એક છોકરો. અમને આ પ્રશિક્ષણ અમારા બાળપણમાં શાળામાં મળ્યું હતું. અમારા શિક્ષક મને કહેતા, "તું દસ પાનાં લખ, હસ્તાક્ષર." તો તેનો મતલબ દસ પાનાં લખવામાં, મારા હસ્તાક્ષર બરાબર થશે. તો જો આપણે સોળ માળા ના પણ કરીએ, હરે કૃષ્ણ જપ કરવાનો પ્રશ્ન ક્યાં છે? તો કૃત્રિમ ના બનો. દેખાડો ના કરો. વાસ્તવિક વ્યક્તિ બનો. અને તેની જરૂર છે. જો તમારે આધ્યાત્મિક જીવનનો સાચો લાભ જોઈએ છે, દેખાડાની શીશી ના બનો. શું તમને દેખાડાની શીશી જાણો છો? દવાની દુકાને, એક મોટી શીશી. તે પાણીથી જ ભરેલી હોય છે. અને રંગ હોય છે લાલ અથવા વાદળી અથવા એવો કઈક. પણ સાચી દવાને જરૂર નથી... (બાજુમાં:) ના, અત્યારે નહીં. સાચી દવાને દેખાડાની શીશીની જરૂર નથી. એક નાની... જો વ્યક્તિ શુદ્ધ અપરાધરહિત એક વાર પણ જપ કરે છે, એક વાર કૃષ્ણ નામ, તે બધા ભૌતિક બંધનમાથી મુક્ત છે. ફક્ત એક વાર. એક કૃષ્ણ નામે યત પાપ હય, પાપી હય તત પાપ કરી બરો નાહી.

તો શૌચમ, શૌચમ મતલબ અંદરની સ્વચ્છતા અને બહારની સ્વચ્છતા, શૌચમ. અંદરથી, આપણે શુદ્ધ હોવા જોઈએ, શુદ્ધ વિચાર, કોઈ દૂષણ નહીં. આપણે કોઈ પણ વ્યક્તિને આપણા શત્રુ તરીકે ના ગણવા જોઈએ. દરેક વ્યક્તિ મિત્ર છે. "હું છું... હું શુદ્ધ નથી; તેથી હું કોઈ વ્યક્તિને મારા શત્રુ તરીકે ગણું છું." ઘણા બધા લક્ષણો છે. તો શૌચમ: વ્યક્તિ ચોખ્ખો હોવો જોઈએ, અંદરથી અને બહારથી. સત્યમ શૌચમ દયા. તે દયાને હું પહેલેથી જ સમજાવી ચૂક્યો છું. દયા મતલબ પતિત જીવો પ્રત્યે દયાળુ બનવું, જે વ્યક્તિ પતિત છે, જે વ્યક્તિ દુખમાં છે. તો વાસ્તવમાં, વર્તમાન સમયે, આખી જનતા, તેઓ પતિત છે. કૃષ્ણ કહે છે,

યદા યદા હી ધર્મસ્ય
ગ્લાનિર ભવતિ ભારત
અભ્યુત્થાનામ અધર્મસ્ય
તદાત્માનમ સૃજામી અહમ
(ભ.ગી. ૪.૭)
પરિત્રાણાય સાધુનામ
વિનાશાય ચ દુષ્કૃતામ
ધર્મ સંસ્થાપનાર્થાય
સંભવામી યુગે યુગે
(ભ.ગી. ૪.૮)

તો વર્તમાન સમયે કલિયુગમાં, તેઓ, વ્યાવહારિક રીતે દાનવો છે. બધા જ દાનવો. તો જો કૃષ્ણ... અવશ્ય, ક્યારેક એવું થાય છે કે કૃષ્ણ અહી ફક્ત દાનવોને મારવા જ આવે છે. તે કલકી અવતાર છે. તે જયદેવ ગોસ્વામી દ્વારા વર્ણિત છે. તે શું છે? કેશવ ધૃત કલકી શરીર જય જગદીશ હરે. કલૌ, ધૂમકેતુમ ઈવ કીમ અપિ કરાલમ, મ્લેચ્છ નિવહ નિધને કલયસી કરવાલમ. મ્લેચ્છ, મ્લેચ્છ, આ શબ્દ, યવન, આ... આ શબ્દો વેદિક ભાષામાં છે, મ્લેચ્છ, યવન. યવન મતલબ માંસાહારી. યવન. તેનો મતલબ એવો નથી કે ફક્ત યુરોપીયન જ યવન છે અને અમેરિકન નથી, ભારતીય યવન નથી. ના. જે પણ વ્યક્તિ માંસ ખાય છે, તે એક યવન છે. યવન મતલબ માંસાહારી. અને મ્લેચ્છ મતલબ અસ્વચ્છ. જે વ્યક્તિ વેદિક સિદ્ધાંતોને અનુસરતો નથી, તે મ્લેચ્છ કહેવાય છે. જેમ કે... જેમ મુસ્લિમો કહે છે, કાફિર. જે મુસ્લિમ ધર્મનું પાલન નથી કરતો, તેને કાફિર કહેવાય છે. તે ધાર્મિક દ્રષ્ટિકોણ છે. અને ખ્રિસ્તીઓ કહે છે "હિથન." જે વ્યક્તિ ખ્રિસ્તી ધર્મનું પાલન નથી કરતો, તેને હિથન કહેવાય છે. શું તેવું નથી? તેવી જ રીતે, જે વ્યક્તિ વેદિક સિદ્ધાંતનું પાલન નથી કરતો, તેને મ્લેચ્છ કહેવાય છે. તો સમય આવશે જ્યારે કોઈ પણ વ્યક્તિ જીવનના વેદિક સિદ્ધાંતોનું પાલન નહીં કરે. તેથી, મ્લેચ્છ. તો મ્લેચ્છ નિવહ, જ્યારે બધા લોકો મ્લેચ્છ બની જશે, કોઈ પણ વેદિક સિદ્ધાંતોનું પાલન નહીં કરે, મ્લેચ્છ નિવહ નિધને, તે સમયે કોઈ પ્રચાર નહીં હોય, ફક્ત હત્યા.