GU/Prabhupada 0419 - દિક્ષા મતલબ કૃષ્ણ ભાવનામૃતનું ત્રીજું સ્તર



Lecture & Initiation -- Seattle, October 20, 1968

તો દિક્ષા મતલબ કૃષ્ણ ભાવનામૃતનું ત્રીજું સ્તર. જે લોકો દિક્ષા લઈ રહ્યા છે, તેમણે યાદ રાખવું જોઈએ કે તેમણે નીતિ અને નિયમોનું પાલન કરવું જ પડશે. જેમ કે જો એક માણસે એક ચોક્કસ પ્રકારના રોગમાથી મુક્ત થવું હોય, તેણે ડોક્ટરે આપેલા નિયમોનું પાલન કરવું જ પડે, અને તે તેને બીમારીમાથી બહુ જ ઝડપથી સાજા થવામાં મદદ કરશે. તો આ ચાર પ્રતિબંધના સિદ્ધાંતોનું પાલન તેમણે કરવું જોઈએ, અને ઓછામાં ઓછી સોળ માળા રોજ કરવી જોઈએ, અને ધીમે ધીમે તે આ દ્રઢતામાં સ્થિર થાય છે અને આસક્તિ અને સ્વાદ મેળવશે, અને પછી કૃષ્ણનો પ્રેમ આપમેળે... તે દરેકના હ્રદયમાં છે જ. કૃષ્ણનો પ્રેમ, તે કોઈ વિદેશી વસ્તુ નથી કે જે અમે લોકો લાદી રહ્યા હોય. ના. તે છે જ, દરેક જગ્યાએ, દરેક જીવના હ્રદયમાં. નહિતો કેવી રીતે આ અમેરિકન છોકરાઓ અને છોકરીઓ તેને ગ્રહણ કરે છે જો તે છે નહીં તો? તે છે જ. હું ફક્ત મદદ કરું છું. જેમ કે દિવાસળી: તે અગ્નિ છે, અને વ્યક્તિ ફક્ત ઘસવાથી મદદ કરી શકે છે, બસ તેટલું જ. અગ્નિ છે જ. તમે અગ્નિ ઉત્પન્ન ના કરી શકો માત્ર લાકડીથી, જો તે રસાયણ તેની ટોચ પર નહીં હોય તો. તો કૃષ્ણ ભાવનામૃત દરેકના હ્રદયમાં છે જ, ફક્ત વ્યક્તિએ તેને આ સંગ, કૃષ્ણ ભાવનામૃત સંગ, દ્વારા પુનર્જીવિત કરવો પડે. તો તે મુશ્કેલ પણ નથી, અથવા અવ્યવહારુ પણ નથી, કે નથી અસ્પષ્ટ. બધુ જ સરસ છે. તો અમારી વિનંતી છે દરેકને, કે તેમને ભગવાન ચૈતન્યની આ ઉદાર ભેટ લેવા દો, કૃષ્ણ ભાવનામૃત આંદોલન, અને હરે કૃષ્ણ જપ, અને તમે ખુશ રહેશો. તે આપણો કાર્યક્રમ છે. આપનો ખૂબ ખૂબ આભાર.