GU/Prabhupada 0437 - શંખ ખૂબ જ શુદ્ધ ગણાય છે, દિવ્ય



Lecture on BG 2.8-12 -- Los Angeles, November 27, 1968

જો વ્યકિ ઉપનિષદોનો સંદર્ભ આપી શકે, તો તેની દલીલ બહુ મજબૂત છે. શબ્દ પ્રમાણ. પ્રમાણ મતલબ સાબિતી. સાબિતી... જો તમારે ફાયદો જોઈતો હોય તમારા કિસ્સામાં... જેમ કે તમારે ન્યાયાલયમાં એક બહુ જ સરસ સાબિતી આપવાની હોય છે, તેવી જ રીતે, વેદિક સંસ્કૃતિ પ્રમાણે, સાબિતી છે પ્રમાણ. પ્રમાણ મતલબ સાબિતી. શબ્દ પ્રમાણ. વેદિક સંસ્કૃતિમાં શિક્ષિત વિદ્વાનો દ્વારા ત્રણ પ્રકારની સાબિતીઓ સ્વીકારાય છે. એક સાબિતી છે પ્રત્યક્ષ. પ્રયત્ક્ષ મતલબ સીધો અનુભવ. જેમ કે હું તમને જોઉ છું, તમને મને જોવો છો. હું હાજર છું, તમે હજાર છો. આ પ્રત્યક્ષ પ્રમાણ છે. અને બીજી સાબિતી હોય છે જેને કહેવાય છે અનુમાન. ધારોકે તે ઓરડામાં, અને હું હમણાં જ આવી રહ્યો છું, હું જાણતો નથી કે કોઈ વ્યક્તિ છે કે નહીં. પણ કોઈ ધ્વનિ છે, હું કલ્પના કરી શકું છું, "ઓહ, કોઈ વ્યક્તિ છે." આને અનુમાન કહેવાય છે. તર્કમાં તેને હાઇપોથેસિસ કહેવાય છે. તે પણ સાબિતી છે. જો મારી પ્રમાણભૂત સલાહોથી હું સાબિતી આપી શકું, તે પણ સ્વીકૃત છે. તો પ્રત્યક્ષ પ્રમાણ, અને અનુમાન પ્રમાણ. પણ મજબૂત સાબિતી છે શબ્દ પ્રમાણ. શબ્દ, શબ્દ બ્રહ્મ. તેનો મતલબ વેદો. જો વ્યક્તિ વેદોના શ્લોકમાથી સાબિતી આપી શકે, તો તેને સ્વીકારવું જ પડે. કોઈ પણ વ્યક્તિ વેદિક સાબિતીને નકારી ના શકે. તે પદ્ધતિ છે. કેવી રીતે તે થઈ શકે? ચૈતન્ય મહાપ્રભુએ ઘણું સારું ઉદાહરણ આપ્યું છે. તે છે વેદોમાં.

જેમ કે આપણે શંખને ભગવાનના કક્ષમાં રાખીએ છીએ. શંખને ખૂબ જ શુદ્ધ, દિવ્ય, માનવામાં આવે છે, નહિતો કેવી રીતે તમે અર્ચવિગ્રહની સમક્ષ રાખી શકો, અને શંખ વગાડી શકો? તમે શંખથી પાણી અર્પણ કરો છો. કેવી રીતે તમે કરી શકો? પણ આ શંખ શું છે? શંખ એક પ્રાણીનું હાડકું છે. તે બીજું કઈ નથી પણ પ્રાણીનું હાડકું છે. પણ વેદિક આજ્ઞા છે કે તમે પ્રાણીના હાડકાંને સ્પર્શ કરો, તમારે તરત જ સ્નાન કરવું પડે. તમે અશુદ્ધ બનો છો. હવે કોઈ વ્યક્તિ કહી શકે, "ઓહ, અહી વિરોધાભાસ છે. એક જગ્યાએ તે કહ્યું છે કે જો તમે પ્રાણીના હાડકાંને સ્પર્શ કરો, તો તમારે તરત જ સ્નાન દ્વારા પોતાને શુદ્ધ કરવી પડે, અને અહી, પ્રાણીનું હાડકું અર્ચવિગ્રહના કક્ષમાં છે. તો તે વિરોધાભાસ છે, એવું નથી? જો પ્રાણીનું હાડકું અશુદ્ધ હોય, તો કેવી રીતે તમે તેને અર્ચવિગ્રહના કક્ષમાં મૂકી શકો? અને જો પ્રાણીનું હાડકું શુદ્ધ હોય, તો અશુદ્ધ બનવાનો અને સ્નાન લેવાનો મતલબ શું છે?" તમને વેદોની આજ્ઞામાં આવા વિરોધાભાસ મળશે. પણ કારણકે તે વેદોમાં કહ્યું છે કે પ્રાણીનું હાડકું અશુદ્ધ છે, તમારે સ્વીકારવું જ પડે. પણ આ પ્રાણીનું હાડકું, શંખ, તે શુદ્ધ છે. જેમ કે ક્યારેક અમારા વિદ્યાર્થીઓ ગૂંચવાય છે જ્યારે અમે કહીએ છીએ કે ડુંગળી ખાવાની નથી, પણ ડુંગળી એક શાકભાજી છે. તો શબ્દ પ્રમાણ મતલબ, વેદિક સાબિતીને એવી રીતે લેવી જોઈએ કે કોઈ દલીલ નહીં. અર્થ હોય છે; કોઈ વિરોધાભાસ નથી. અર્થ હોય છે. જેમ કે ઘણી વાર મે તમને કહ્યું છે કે ગાયનું છાણ. ગાયનું છણ, વેદિક આજ્ઞા પ્રમાણે, શુદ્ધ છે. ભારતમાં તે વાસ્તવમાં જંતુનાશક તરીકે વપરાય છે. ગામડાઓમાં વિશેષ કરીને, મોટી માત્રામાં ગાયનું છાણ હોય છે, અને તે લોકો, આખા ઘરની આજુબાજુ તેઓ લેપ કરે છે ઘરને જંતુરહિત બનાવવા. અને વાસ્તવમાં તમારા ઓરડામાં ગાયનું છાણ લગાવ્યા પછી, જ્યારે તે સૂકું થાય છે, તમે તાજું જોશો, બધુ જ જંતુરહિત. તે વ્યાવહારિક અનુભવ છે. અને એક ડો. ઘોષ, એક મહાન રસાયણશાસ્ત્રી, તેમણે ગાયના છાણની તપાસ કરી હતી, કે શા માટે ગાયનું છાણ વેદિક સંસ્કૃતિમાં આટલું બધુ મહત્વપૂર્ણ છે? તેમણે જોયુ કે ગાયના છાણમાં બધા જ જંતુનાશક ગુણધર્મો છે.