GU/Prabhupada 0460 - પ્રહલાદ મહારાજ સાધારણ ભક્ત નથી; તે નિત્યસિદ્ધ છે



Lecture on SB 7.9.7 -- Mayapur, February 27, 1977

તો પ્રહલાદ મહારાજ... પિતા જોડે થોડો મતભેદ હતો, પણ તે સાધારણ વ્યક્તિ ન હતા. તેમના પિતા કદાચ... તે એક બહુ, બહુ મોટો માણસ હતો, તમે જુઓ. તેણે આખા બ્રહ્માણ્ડ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. તો તે એક ગરીબ માણસના પુત્ર ન હતા. તે એક બહુ જ ધનવાન માણસના પુત્ર હતા, પ્રહલાદ મહારાજ. અને તેમના પિતાએ તેમને પર્યાપ્ત શિક્ષણ પ્રાપ્ત કરાવ્યુ હતું. અવશ્ય, પાંચ વર્ષમાં જ. તો જન્મૈશ્વર્ય શ્રુત શ્રી (શ્રી.ભા. ૧.૮.૨૬). બધુ જ હતું, પણ પ્રહલાદ મહારાજ તેમની ભૌતિ પરિસ્થિતિઓ પર નિર્ભર ન હતા. તે તેમના ભક્તિમય સેવાના ઊંડા, ઉત્કૃષ્ટ દિવ્ય આનંદ પર નિર્ભર હતા. તેની જરૂર છે. તો તે સ્તર પર આપણે તરત જ પહોંચી ના શકીએ. તેઓ નિત્ય સિદ્ધ છે. અને હું સમજાવવાનો હતો, કે જ્યારે કૃષ્ણ અવતરિત થાય છે, તેમના નિત્ય સિદ્ધ ભક્તો, પાર્ષદો, તેઓ પણ આવે છે. તો ગૌરાંગેર સંગી ગણે, નિત્ય સિદ્ધ બોલી માને, તાર હય વ્રજભૂમિ વાસ, એવું, નરોત્તમ દાસ ઠાકુર... જેમ કે, શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદી ગૌર ભક્ત વૃંદ. તો આ ચૈતન્ય મહાપ્રભુના પાર્ષદો, તેઓ નિત્ય સિદ્ધ છે. તમે તેમાથી કોઈને પણ અવગણી ના શકો અને તમારી ધારણા કરો, કે "હું ફક્ત પૂજા કરીશ..." (તોડ)

કૃષ્ણ અવતરિત થાય છે - પંચ-તત્ત્વ. કૃષ્ણ ઈશ છે, અને નિત્યાનંદ પ્રભુ, તેઓ પ્રકાશ છે, ભગવાનનું પ્રથમ વિસ્તરણ. ભગવાનને ઘણા બધા વિસ્તરણો છે. અદ્વૈત અચ્યુત અનાદિ અનંત રુપમ આદ્યમ પુરાણ પુરુષમ (બ્ર.સં. ૫.૩૩). તેમને હજારો અને હજારો છે. તો પ્રથમ વિસ્તરણ છે બલદેવ-તત્ત્વ, નિત્યાનંદ; અને તેમનો અવતાર, અદ્વૈત; અને તેમની આધ્યાત્મિક શક્તિ, ગદાધર; અને તેમની તટસ્થ શક્તિ, શ્રીવાસ. તો ચૈતન્ય મહાપ્રભુ પ્રકટ થાય હતા પંચતત્ત્વાત્મકમ સાથે. તમે કશું અવગણી ના શકો. જો તમે વિચારો કે "હું ફક્ત પૂજા કરીશ...," ઓહ, તે મહાન અપરાધ છે, ".. ચૈતન્ય મહાપ્રભુ અથવા ફક્ત ચૈતન્ય-નિત્યાનંદ" ના. તમારે પંચ-તત્ત્વની જ પૂજા કરવી જોઈએ, પંચ-તત્ત્વાત્મકમ કૃષ્ણમ, પૂર્ણ રીતે. તેવી જ રીતે હરે કૃષ્ણ મહામંત્ર, સોળ નામો, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, (ભક્તો ગાય છે) હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. તો તમે મિશ્રણ ના કરી શકો. તમારે શાસ્ત્ર પ્રમાણે જ કરવું પડે. મહાજનો યેન ગત: સ પંથા: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૮૬). જો તમે શાસ્ત્રથી ભટકો, તો તમે ક્યારેય સફળ નહીં થાઓ.

ય: શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય
ર્તતે કામ કારત:
ન સિદ્ધિમ અવાપ્નોતીન
સુખમ ન પરામ ગતિમ
(ભ.ગી. ૧૬.૨૩)

તો જો તમારે પ્રહલાદ મહારાજના સ્તર પર (ભગવાન) પાસે જવું છે, આપણે તરત જ તેમનું અનુકરણ ના કરવું જોઈએ. આપણે સાધન ભક્તિનું પાલન કરવું જ જોઈએ, સાધન ભક્તિ, સામાન્ય માટે, અને કૃપા સિદ્ધ, તે વિશેષ છે. તેની ગણતરી ના કરી શકાય. જો કૃષ્ણ ઈચ્છે, તેઓ તરત જ કોઈ વ્યક્તિને મહત્વપૂર્ણ બનાવી શકે છે. તે કૃપા સિદ્ધ છે. તો ત્રણ પ્રકારના ભક્તો હોય છે: નિત્ય સિદ્ધ અને સાધન સિદ્ધ અને કૃપા સિદ્ધ. પ્રહલાદ મહારાજ નિત્ય સિદ્ધ છે. તેઓ સાધારણ સાધન સિદ્ધ અથવા.... નથી. અવશ્ય, છેવટે કોઈ અંતર નથી, સાધન સિદ્ધ અથવા કૃપા સિદ્ધ અથવા નિત્ય સિદ્ધ, પણ આપણે હમેશા યાદ રાખવું જોઈએ કે પ્રહલાદ મહારાજ સાધારણ ભક્ત નથી; તે નિત્ય સિદ્ધ છે. તેથી તરત જ તેમણે દિવ્ય લક્ષણો વિકસિત કર્યા, અષ્ટ સિદ્ધિ. અષ્ટ સિદ્ધિ, તમે ભક્તિરસામૃતસિંધુમાં વાંચી શકો છો. તો પરમાનંદ, એકાગ્ર મનસા. એકાગ્ર મનસા, "પૂર્ણ ધ્યાન સાથે." આપણા માટે તે પૂર્ણ ધ્યાન આવતા સેંકડો અથવા હજારો વર્ષો લાગી શકે છે, પૂર્ણ ધ્યાન. પણ પ્રહલાદ મહારાજ - તરત જ. તરત જ, પાંચ-વર્ષનો છોકરો, કારણકે તે નિત્ય સિદ્ધ છે. હમેશા આપણે યાદ રાખવું જોઈએ કે આપણે અનુકરણ ના કરી શકીએ. હવે, પ્રહલાદ મહારાજ તરત જ એકાગ્ર મનસા, અને હું પણ બની શકું છું." ના. તે શક્ય નથી. કદાચ શક્ય હોઈ પણ શકે, પણ તે રીતે નહીં.