GU/Prabhupada 0462 - વૈષ્ણવ અપરાધ એક મહાન અપરાધ છે



Lecture on SB 7.9.7 -- Mayapur, February 27, 1977

પ્રભુપાદ: વૈષ્ણવ અપરાધ એક મહાન અપરાધ છે. તમે જાણો છો અંબરીશ મહારાજ. તે એક ભક્ત હતા, અને તે... દુર્વાસા, તેમને તેમની યોગ શક્તિનું ખૂબ જ અભિમાન હતું, અને તેમણે અંબરીશ મહારાજના ચરણમાં અપરાધ કર્યો, અને કૃષ્ણે તેમને દંડ કર્યો સુદર્શન ચક્ર મોકલીને. અને તેમને ઘણા બધાની મદદ માંગી - બ્રહ્મા, વિષ્ણુ. તે સીધા વિષ્ણુલોક પણ જઈ શકતા હતા, પણ તેમને માફી મળી નહીં. તેમને વૈષ્ણવ પાસે આવવું પડ્યું, અંબરીશ મહારાજ, તેમના ચરણ કમળમાં પડવું પડ્યું. અને તેમણે, અવશ્ય, વૈષ્ણવે, તેમને તરત જ માફ કરી દીધા. તો વૈષ્ણવ અપરાધ એક મહાન અપરાધ છે, હાતી માતા. તો આપણે વૈષ્ણવ અપરાધ વિશે બહુ જ સાવચેત રહેવું જોઈએ. આપણે... અર્ચ્યે વિષ્ણુ શીલા ધીર ગુરુશુ નર મતિર વૈષ્ણવ જાતિ બુદ્ધિ: (પદ્મ પુરાણ). વૈષ્ણવ જાતિ બુદ્ધિ: તે પણ બીજો અપરાધ છે, મહાન અપરાધ. તેવી જ રીતે, ગુરુને એક સાધારણ મનુષ્ય સમજવો, તે પણ એક અપરાધ છે. અર્ચવિગ્રહને ધાતુ, પથ્થરની બનેલી ગણવી, તે છે... આ બધા અપરાધો છે. સ નારકી.

તો આપણે નીતિ નિયમો વિશે બહુ જ સાવચેત રહેવું જોઈએ અને વૈષ્ણવના પદચિહ્નો પર ચાલવું જોઈએ. મહાજનો યેન સ ગત: એવું ના વિચારો કે પ્રહલાદ મહારાજ સાધારણ છોકરો છે. આપણે પ્રહલાદ મહારાજ પાસેથી શીખવું જોઈએ કે ભક્તિમાં વિકાસ કેવી રીતે કરવો.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય પ્રભુપાદ.