GU/Prabhupada 0466 - કાળો સાપ મનુષ્ય સાપ કરતાં ઓછો જોખમી છે
Lecture on SB 7.9.8 -- Mayapur, February 28, 1977
એક સાપના ગુણનો માણસ ખૂબ જ ભયાનક હોય છે. ચાણક્ય પંડીતે કહ્યું છે,
- સર્પ: ક્રૂર: ખલ: ક્રૂર:
- સર્પાત ક્રૂરતર: ખલ:
- મન્ત્રૌષધિ વશ: સર્પ:
- ખલ: કેન નિવાર્યતે
"બે પ્રકારના ઈર્ષાળુ જીવો હોય છે. એક છે સાપ, કાળો સાપ, અને એક છે કાળા સાપના ગુણ વાળો મનુષ્ય." તે કોઈ સારી વસ્તુ જોઈ ના શકે. સર્પ: ક્રૂર: સાપ બહુ ઈર્ષાળુ હોય છે. કોઈ પણ વાંક વગર તે કરડે છે. રસ્તા પર એક સાપ જઈ રહ્યો છે, અને જો તમે તેની પાસેથી પસાર થતાં હોવ, જો તે ગુસ્સે થઈ જાય, તરત જ તે કરડે છે. તો આ સાપનો સ્વભાવ છે. તેવી જ રીતે, સાપના જેવા વ્યક્તિઓ હોય છે. કોઈ પણ વાંક વગર તે તમારા પર આરોપો મૂકશે. તેઓ પણ સાપ છે. પણ ચાણક્ય પંડિત કહે છે કે "આ કાળો સાપ માણસ સાપ કરતાં ઓછો ભયાનક છે." શા માટે? "હવે, આ કાળો સાપને, કોઈ મંત્રનો જપ કરીને અથવા કોઈ ઔષધિથી, તમે તેને નિયંત્રણમાં લાવી શકો. પણ માણસ સાપને તમે ના લાવી શકો. તે શક્ય નથી."
તો તે હશે જ... આ હિરણ્યકશિપુનું પણ પ્રહલાદ મહારાજ દ્વારા સાપ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે નરસિંહ દેવ ખૂબ જ ગુસ્સે હોય છે, તો તે પછીથી કહેશે, કે મોદેત સાધુર આપી વૃશ્ચિક સર્પ હત્યા (શ્રી.ભા. ૭.૯.૧૪): "મારા ભગવાન, તમે મારા પિતા પર ખૂબ જ ક્રોધિત છો. હવે તેમનો નાશ થઈ ગયો છે, તો તમારા ગુસ્સે રહેવાનુ હવે કોઈ કારણ નથી. શાંત થાઓ. ચોક્કસ, મારા પિતાની હત્યાથી કોઈ પણ દુખી નથી. તો વેદનાનું કોઈ કારણ નથી. આ બધા, આ દેવતાઓ, બ્રહ્માજી અને બીજા, તેઓ તમારા સેવક છે. હું પણ તમારા સેવકોનો સેવક છું. તો હવે ઈર્ષાળુ સાપની હત્યા થઈ ગઈ છે, દરેક વ્યક્તિ ખુશ છે." તો તેમણે આ ઉદાહરણ આપ્યું કે મોદેત સાધુર અપિ વૃશ્ચિક સર્પ હત્યા: એક સાધુને, એક સજ્જન વ્યક્તિને, ક્યારેય કોઈ પણ જીવની હત્યા ગમતી નથી. તેઓ ખુશ નથી થતાં... એક નાની કીડીની પણ હત્યા થાય, તેઓ ખુશ નથી થતાં. "શા માટે કીડીની હત્યા થવી જોઈએ?" બીજાની તો વાત જ શું કરવી, એક નાની કીડી પણ. પર દુખ દુખી. તે એક તુચ્છ કીડી પણ હોઈ શકે છે, પણ મૃત્યુ સમયે (તે કીડી) સહન કરે છે, એક વૈષ્ણવ તેથી દુખી છે: "શા માટે એક કીડીની હત્યા થવી જોઈએ?" આ છે પર દુખ દુખી. પણ આવો વૈષ્ણવ પણ ખુશ છે જ્યારે એક સાપ અને એક વીંછીની હત્યા થાય છે. મોદેત સાધુર અપિ વૃશ્ચિક સર્પ હત્યા. તો દરેક વ્યક્તિ ખુશ થાય છે જ્યારે સાપ અથવા વીંછીની હત્યા થાય છે, કારણકે તે ખૂબ જ, ખૂબ જ ભયાનક છે. કોઈ પણ વાંક વગર તેઓ કરડે છે અને વિનાશ સર્જે છે.
આ છે આ સાપ-જેવા વ્યક્તિઓ, તેઓ આપણા આંદોલનથી ઈર્ષાળુ છે; તેઓ વિરોધ કરી રહ્યા છે. તે સ્વભાવ છે. પ્રહલાદ મહારાજનો પણ તેમના પિતા દ્વારા વિરોધ થયો હતો, બીજાની તો વાત જ શું કરવી. આ વસ્તુઓ થશે, પણ આપણે નિરાશ ના થવું જોઈએ, જેમ પ્રહલાદ મહારાજ ઘણી બધી રીતે પરેશાન થવા છતાં નિરાશ ન હતા થયા. તેમને ઝેર આપવામાં આવ્યું, તેમને સાપોની વચ્ચે ફેંકી દેવામાં આવ્યા અને તેમને ટેકરી પરથી ફેંકી દેવામાં આવ્યા, તેમને હાથીના પગ નીચે મૂકવામાં આવ્યા. ઘણી બધી રીતે... તેથી ચૈતન્ય મહાપ્રભુએ આપણને શિક્ષા આપી છે કે "નિરાશ ના થશો. કૃપા કરીને સંયમ રાખો." તૃણાદ અપિ સુનીચેન તરોર અપિ સહિષ્ણુના (ચૈ.ચ. આદિ ૧૭.૩૧): વૃક્ષ કરતાં વધુ સહનશીલ બનો. ઘાસ કરતાં વધુ વિનમ્ર બનો. આ વસ્તુઓ તો થશે જ. એક જીવનમાં જો આપણે કૃષ્ણ ભાવનામૃત વલણ અમલમાં મૂકીશું, જો થોડી ઘણી પીડા પણ છે, દરકાર ના કરશો. કૃષ્ણ ભાવનામૃત સાથે આગળ વધો. નિરાશ અથવા હતાશ ના થશો, ભલે કોઈ મુશ્કેલી પણ આવે. ભગવદ ગીતામાં તેનું કૃષ્ણ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, આગમાપાયીનો અનિત્યાસ તાંસ તીતીક્ષસ્વ ભારત (ભ.ગી. ૨.૧૪): "મારા પ્રિય અર્જુન, જો તું થોડો કષ્ટ પણ અનુભવે, આ શારીરિક કષ્ટ, તે આવશે અને જશે. કોઈ પણ વસ્તુ કાયમી નથી, તો આ વસ્તુઓની પરવાહ ના કરો. તમારું કર્તવ્ય કરતાં જાઓ." આ કૃષ્ણની શિક્ષા છે. પ્રહલાદ મહારાજ વ્યાવહારિક ઉદાહરણ છે, અને આપણું કર્તવ્ય છે પ્રહલાદ મહારાજ જેવા વ્યક્તિના પદચિહ્નો પર ચાલવું.