GU/Prabhupada 0470 - મુક્તિ પણ બીજી છેતરપિંડી છે

From Vanipedia


મુક્તિ પણ બીજી છેતરપિંડી છે
- Prabhupāda 0470


Lecture on SB 7.9.9 -- Mayapur, March 1, 1977

શ્રીધર સ્વામીએ કહ્યું છે કે મુક્તિ પણ બીજી છેતરપિંડી છે. શા માટે મુક્તિ? કૃષ્ણ માંગ નથી કરતાં કે "જ્યાં સુધી તમે મુક્ત નથી, તમે સેવા ના કરી શકો." ના. તમે કોઈ પણ પરિસ્થિતીમાં સેવા કરી શકો છો. અહૈતુકી અપ્રતિહતા (શ્રી.ભા. ૧.૨.૬). એવું નથી કે સૌ પ્રથમ આપણે મુક્ત બનવું પડે. કારણકે જેવી તમે ભક્તિ શરૂ કરો છો, તમે મુક્ત જ છો. તે સ્તર એટલું મહાન છે કે એક ભક્ત, બીજા કોઈ સ્વાર્થ વગર, તે પહલેથી જ મુક્ત છે. બ્રહ્મભૂયાય સ કલ્પતે.

મામ ચ ય અવ્યભિચારેણી
ભક્તિયોગેન ય: સેવતે
સ ગુણાન સમતીત્યૈતાન
બ્રહ્મભૂયાય કલ્પતે
(ભ.ગી. ૧૪.૨૬)

તરત જ.

સર્વ ધર્માન પરિત્યજ્ય
મામ એકમ શરણમ વ્રજ
અહમ ત્વામ સર્વ પાપેભ્યો
મોક્ષયીશ્યામિ...
(ભ.ગી. ૧૮.૬૬)

તો જો કૃષ્ણ તમારા બધા જ પાપમય કર્મોના નાશની જવાબદારી લે છે, તેનો મતલબ તરત જ તમે મુક્ત છો.

મુક્તિ મતલબ... આપણે આ ભૌતિક જગતમાં ફસાયેલા છીએ કારણકે આપણે એક પછી બીજી ફસામણી ઉત્પન્ન કરીએ છીએ. નૂનમ પ્રમત્ત: કુરુતે વિકર્મ (શ્રી.ભા. ૫.૫.૪). કારણકે આપણે એવી સ્થિતિમાં છીએ, કે આપણે ખોટી રીતે, અયોગ્ય રીતે, કામ કરવું જ પડે, જો તમે ઈચ્છા ના કરતાં હોય તો પણ... જો તમે કાળજી રાખતા હોય કે એક કીડીની પણ હત્યા ના કરો, છતાં, અનિચ્છનીય રીતે, તમે, ચાલવા દરમ્યાન, તમે ઘણી બધી કીડીઓને મારો છો. અને એવું ના વિચારો કે તમે તેના માટે પાપી નથી બનતા. તમે પાપી બનો જ છો. વિશેષ કરીને જે લોકો અભક્તો છે, તે જવાબદાર હોય જ છે હત્યા કરવા માટે, ઘણા બધા જીવાણુઓની, ચાલવા દરમ્યાન અથવા... એક પાણીનો ઘડો છે, તમે જોયો છે. તો ઘણા બધા નાના પ્રાણીઓ છે. પાણીના ઘડને હલાવવાથી પણ, તમે ઘણા બધા જીવોને મારો છો. ચૂલામાં અગ્નિ આપતી વખતે, ઘણા બધા જીવો હોય છે. તમે તેમને મારો છો. તો જાણતા, અજાણતા, આપણે આ ભૌતિક જગતની એવી સ્થિતિમાં છીએ કે આપણે પાપ કરવા જ પડે ભલે આપણે બહુ જ સાવચેત રહીએ તો પણ. તમે જૈનોને જોયા છે, તેઓ અહિંસા પાછળ હોય છે. તમે જોશો કે તેઓ એક કપડાંને આ રીતે રાખે છે જેથી, નાના જીવાણુઓ મોઢામાં અંદર ના આવી જાય. પણ આ કૃત્રિમ છે. તમે રોકી ના શકો. હવામાં ઘણા બધા જીવો છે. પાણીમાં ઘણા બધા જીવો છે. આપણે પાણી પીએ છીએ. તમે રોકી ના શકો. તે શક્ય નથી. પણ જો તમે પોતાને ભક્તિમય સેવામાં સ્થિર રાખો, તો તમે બંધાતા નથી.

યજ્ઞાર્થે કર્મણો અન્યત્ર લોકો અયમ કર્મ બંધન: (ભ.ગી. ૩.૯). જો તમારું જીવન યજ્ઞ માટે સમર્પિત છે, કૃષ્ણની સેવા માટે, તો અનિવાર્ય પાપમય કર્મો જે આપણે કોઈ પણ જ્ઞાન વગર કરીએ છીએ, આપણે જવાબદાર રહેતા નથી. મન્યે મિથે કૃતમ પાપમ પુણ્યય એવ કલ્પતે. તો આપણું જીવન ફક્ત કૃષ્ણ ભાવનામૃત માટે સમર્પિત હોવું જોઈએ. તો આપણે સુરક્ષિત છીએ. નહિતો આપણે આપણા કાર્યોના ઘણા બધા પરિણામોથી ફસાઈશું જ અને જન્મ અને મૃત્યુના પુનરાવર્તનમાં બંધાઈ જઈશું. મામ અપ્રાપ્ય નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્ત્મની (ભ.ગી. ૯.૩).

નૂનમ પ્રમત્ત: કુરુતે વિકર્મ
યદ ઇન્દ્રિય પ્રિતય આપૃણોતી
ન સાધુ મન્યે યતો આત્મનો અયમ
અસન્ન અપિ ક્લેશદ આસ દેહ:
(શ્રી.ભા. ૫.૫.૪)

સૌથી સુરક્ષિત સ્થિતિ છે કે આપણે હમેશા કૃષ્ણ ભાવનામૃતમાં પ્રવૃત્ત રહીએ. પછી આપણે આધ્યાત્મિક પ્રગતિ કરીએ છીએ અને પાપમય કાર્યોના પરિણામથી સુરક્ષિત રહીએ છીએ.