GU/Prabhupada 0476 - નિર્ભરતા ખરાબ નથી જો નિર્ભરતા યોગ્ય જગ્યાએ હોય



Lecture -- Seattle, October 7, 1968

હું જાણતો નથી કે મારી સ્થિતિ છે શરણાગતિ કરવી, અને તે શરણાગતિનો સિદ્ધાંત મારૂ જીવન છે, મારૂ સુખી જીવન. જેમ કે એક નાનો બાળક, જો તે માતાપિતાની ઈચ્છાને શરણાગત થાય, તેનું જીવન બહુ જ આનંદમય રહે છે, બહુ જ સુખી. એક યુવતી, જો તે તેના માતપિતાની ઈચ્છાઓને શરણાગત થાય, અને... તે પદ્ધતિ છે, વેદિક પદ્ધતિ. એક સ્ત્રી, સ્વભાવથી, નિર્ભર છે. કૃત્રિમ રીતે, જો સ્ત્રીને સ્વતંત્રતા જોઈતી હોય, તો તેનું જીવન દુખી છે, તેનું જીવન દુખી છે. તેથી વેદિક પદ્ધતિ છે... હું નિર્માણ નથી કરતો, હું અધિકૃતતા પ્રમાણે વેદિક સિદ્ધાંત પર બોલી રહ્યો છું. મનુસંહિતા, વેદોનો નિયમ, મનુષ્યોના સ્વામી, મનુ... મનુ માનવજાતના પિતા છે. તો તેમની પાસે તેમની કાયદાની પુસ્તકો છે. તે મનુસંહિતા કાયદાની પુસ્તકનું હજુ પણ ભારતમાં પાલન કરવામાં આવે છે જ્યાં સુધી હિન્દુઓનો પ્રશ્ન છે. તો તે પુસ્તક મનુસંહિતામાં, તે કહ્યું છે, ન સ્ત્રીયમ સ્વતંત્રમ અરહતી. તે નિયમ આપે છે કે સ્ત્રીને સ્વતંત્રતા ન આપવી જોઈએ. તો? તેનું જીવન શું હોવું જોઈએ? જીવન હોવું જોઈએ કે જ્યાં સુધી તે વિવાહિત નથી, તેણે માતપિતાના માર્ગદર્શન અને નિર્ભરતા હેઠળ રહેવું જોઈએ. અને જેવુ તેનું લગ્ન થાય છે, તેણે પતિ પર આશ્રિત રહેવું જોઈએ. અને જ્યારે તેનો પતિ જતો રહે છે... કારણકે હિન્દુ પદ્ધતિ પ્રમાણે, પતિ કાયમ માટે, મૃત્યુ સુધી, ઘરે નથી રહેતો. ના. જ્યારે બાળકો મોટા થઈ જાય છે, તે પત્નીને અને બાળકોને છોડી દે છે અને સન્યાસી બની જાય છે, જેમ કે હું બની ગયો છું. મારે મારા બાળકો છે, મારે મારા પૌત્રો છે, મારે મારી પત્ની પણ છે હજુ... પણ મે બધા સંબંધ છોડી દીધા છે. તો કેવી રીતે મારી પત્નીનું પાલન થઈ રહ્યું છે? ઓહ, તેને બે પુખ્તવયના બાળકો છે. તો કોઈ ચિંતા નથી.

તો નિર્ભરતા ખરાબ નથી જો નિર્ભરતા યોગ્ય જગ્યાએ હોય. કોઈ પિતા એક અવિવાહિત છોકરીની સુવિધાઓનું ધ્યાન રાખવાનું અવગણશે નહીં, તેના અવિવાહિત પુત્રીઓ અને પુત્રો. હિન્દુ પદ્ધતિ પ્રમાણે, એક પિતા અને માતાની જવાબદારી પૂર્ણ થાય છે બાળકોના વિવાહ પછી, પુત્રી અથવા પુત્ર. ઘણી બધી જવાબદારી. પછી તેઓ મુક્ત છે. તો નિર્ભરતા, હું નિર્ભરતાની વાત કરી રહ્યો છું. તો નિર્ભરતા ખરાબ નથી; શરણાગતિ ખરાબ નથી. મે વ્યાવહારિક રીતે જોયું છે કે પતિને શરણાગત થતી સ્ત્રી... હજુ ભારતમાં ઘણી બધી સ્ત્રીઓ છે, તેઓ ઘણી ખુશ છે અને તેમનું જીવન ભવ્ય છે. તો આપણે શીખવાનું છે કે વસ્તુઓ કેવી રીતે થવી જોઈએ. સ્વતંત્રતા, કૃત્રિમ સ્વતંત્રતા હમેશા સારી નથી હોતી. વ્યાવહારિક રીતે, આપણને કોઈ સ્વતંત્રતા નથી. હું સ્વતંત્રતાનું વિચારી શકું છું, પણ વ્યાવહારિક રીતે મને કોઈ સ્વતંત્રતા નથી. હું મારી ઇન્દ્રિયોનો સેવક છું. કામાદીનામ કતી ન કતીધા પાલિતા દુર્નીદેશ. આપણે બધા ઇન્દ્રિયોની સેવા કરી રહ્યા છીએ. તો મારી સ્વતંત્રતા ક્યાં છે? હું મારા પિતા, મારા રાજ્ય, મારા દેશ, મારા સંપ્રદાયથી સ્વતંત્રતાની ઘોષણા કરી શકું છું, પણ હું મારી ઇન્દ્રિયોનો સેવક છું. તો મારી સ્વતંત્રતા ક્યાં છે? તો આપણે જાણવું જોઈએ કે આપણી બંધારણીય સ્થિતિ, કે બધા જ સંજોગોમાં આપણે નિર્ભર છીએ. તેથી મારા જીવનની સિદ્ધિની શ્રેષ્ઠ પદ્ધતિ છે ભગવાન, કૃષ્ણ, પર નિર્ભર બનવું. તે બધી જ સમસ્યાઓનો ઉકેલ છે. અને કૃષ્ણ ભાવનામૃત આંદોલન તે છે. તમારી બંધારણીય સ્થિતિ સમજવાનો પ્રયત્ન કરો અને ભગવાન, કૃષ્ણ, ને શરણાગત થાઓ. પછી તમે સુખી રહેશો. બહુ જ સરળ વસ્તુ. જે ક્ષણે તમે ભગવાનને શરણાગત થાઓ છો, તરત જ તમે સુખી બનો છો. મામ એવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરન્તિ તે (ભ.ગી. ૭.૧૪).