GU/Prabhupada 0482 - આસક્ત થવા માટે સાધન છે મન



Lecture -- Seattle, October 18, 1968

આસક્ત થવા માટે સાધન છે મન. જો તમે કોઈ વ્યક્તિ પ્રત્યે આસક્ત થાઓ, કોઈ છોકરો, કોઈ છોકરી, કોઈ વ્યક્તિ... સામાન્ય રીતે, આપણે એક વ્યક્તિ પ્રત્યે આસક્ત થઈએ છીએ. નિરાકાર આસક્તિ બનાવટી વસ્તુ છે. જો તમારે આસક્ત થવું હોય, તે આસક્તિ વ્યક્તિ માટે જ હોવી જોઈએ. શું તે હકીકત નથી? નિરાકાર આસક્તિ... તમે આકાશને પ્રેમ ના કરી શકો, પણ તમે સૂર્યને પ્રેમ કરી શકો, તમે ચંદ્રને પ્રેમ કરી શકો, તમે તારાઓને પ્રેમ કરી શકો, કારણકે તે સ્થિર વ્યક્તિ છે. અને જો તમારે આકાશને પ્રેમ કરવો છે, તે તમારા માટે ખૂબ જ મુશ્કેલ છે. તમારે ફરીથી આ સૂર્ય પર આવવું પડશે. યોગ પદ્ધતિ, સિદ્ધિની પરાકાષ્ઠા, પ્રેમમાં... તો તમારે કોઈ વ્યક્તિને પ્રેમ કરવો પડે. તે છે કૃષ્ણ. જેમ કે અહી એક ચિત્ર છે. રાધારાણી કૃષ્ણને પ્રેમ કરે છે, અને તેમના ફૂલો કૃષ્ણને અર્પણ કરે છે, અને કૃષ્ણ તેમની વાંસળી વગાડી રહ્યા છે. તો તમે હમેશા આ ચિત્ર વિશે સરસ રીતે વિચારો. તો તમે નિરંતર યોગ, સમાધિ, માં રહો છો. શા માટે નિરાકાર? શા માટે કોઈ શૂન્ય? શૂન્ય હોઈ ના શકે. જો તમે કોઈ શૂન્ય વિશે વિચારો, કોઈ પ્રકાશ હશે, કોઈ રંગ હશે, રંગીન, ઘણી બધી વસ્તુઓ આપણે જોઈએ છીએ. પણ તે પણ રૂપ છે. તમે રૂપને કેવી રીતે ટાળી શકો? તે શક્ય નથી. તેથી શા માટે તમે તમારા મનને સાચા રૂપ પર કેન્દ્રિત નથી કરતાં, ઈશ્વર: પરમ: કૃષ્ણ: સચ્ચિદાનંદ વિગ્રહ: (બ્ર.સં. ૫.૧), પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, નિયંત્રક, પરમ નિયંત્રક, જેને એક શરીર છે? કેવી રીતે? વિગ્રહ:, વિગ્રહ: મતલબ શરીર. અને કયા પ્રકારનું શરીર? સચ્ચિદાનંદ, શાશ્વત શરીર, આનંદથી પૂર્ણ, જ્ઞાનથી પૂર્ણ. તે શરીર. આવું શરીર નહીં. આ શરીર અજ્ઞાનથી પૂર્ણ છે, દુખોથી ભરેલું, અને શાશ્વત નથી. બિલકુલ ઊલટું. તેમનું શરીર શાશ્વત છે; મારૂ શરીર શાશ્વત નથી. તેમનું શરીર આનંદથી પૂર્ણ છે; મારૂ શરીર દુખોથી ભરેલું છે, હમેશા કોઈ વસ્તુ મને સતાવે છે - માથાનો દુખાવો, દાંતનો દુખાવો, આ દુખાવો, તે દુખાવો. કોઈ વ્યક્તિ છે, જેણે મને કોઈ સંકટ આપ્યું છે. તો ઘણા બધા... અધ્યાત્મિક, અધિભૌતિક, ખૂબ જ ગરમી, તીવ્ર ઠંડી, ઘણી બધી વસ્તુઓ. આ શરીર હમેશા ત્રિતાપ દુખો હેઠળ છે, આ ભૌતિક શરીર.