GU/Prabhupada 0489 - રસ્તા પર કીર્તન કરીને, તમે મીઠાઈનું વિતરણ કરો છો



Lecture -- Seattle, October 18, 1968

વિષ્ણુજન: જ્યારે અમે અમારી માળા કરતાં હોઈએ છીએ, અથવા જ્યારે અમે મોટેથી કીર્તન કરતાં હોઈએ છીએ, શું તે ઠીક છે જો અમે અમારા મનને વિચારવામાં પ્રવૃત્ત કરીએ?

પ્રભુપાદ: શું તે નથી?

વિષ્ણુજન: તે પહલેથી જ છે...

પ્રભુપાદ: આ વ્યાવહારિક રીત છે. જો તમે મન કેન્દ્રિત નથી કરી રહ્યા, જપ તમને તમારું મન તેમના (કૃષ્ણ) પર કેન્દ્રિત કરવા માટે મજબૂર કરશે. તમે જોયું? કૃષ્ણ ધ્વનિ કરશે, બળપૂર્વક. જપ એટલો સરસ છે. અને આ છે આ યુગમાં વ્યાવહારિક યોગ. તમે ધ્યાન ના કરી શકો. તમારું મન એટલું વિચલિત છે, તમે તમારા મનને કેન્દ્રિત ના કરી શકો. તેથી જપ કરો, અને તે શબ્દ ધ્વનિથી, તે તમારા મનમાં બળપૂર્વક પ્રવેશશે. જો તમારે કૃષ્ણ ન પણ જોઈતા હોય, કૃષ્ણ તમારા મનમાં પ્રવેશશે. બળપૂર્વક. આ સૌથી સરળ પદ્ધતિ છે. તમારે પ્રયાસ કરવાની જરૂર નથી. કૃષ્ણ આવી રહ્યા છે. તે બહુ સરસ પદ્ધતિ છે. આ યુગ માટે તેથી આની ભલામણ થયેલી છે. અને બીજાઓને પણ લાભ થશે. તમે મોટેથી કીર્તન કરો. બીજા લોકો કે જે ટેવાયેલા નથી, તે લોકો પણ... જેમ કે રસ્તા પર, ઉદ્યાનમાં, તેઓ કહે છે, "હરે કૃષ્ણ!" કેવી રીતે તેઓ શીખ્યા? આ કીર્તનને સાંભળીને. બસ તેટલું જ. ક્યારેક બાળકો, જેવા તેઓ આપણને જુએ છે, તેઓ કહે છે, "ઓહ, હરે કૃષ્ણ!" મોંટરીયલમાં બાળકો, જ્યારે હું રસ્તા પર ચાલતો હતો, બધા બાળકો, દુકાનદારો, તેઓ કહેશે, "હરે કૃષ્ણ!" અને બસ તેટલું જ. તો આપણે તેમના મનમાં બળપૂર્વક હરે કૃષ્ણનો પ્રવેશ કરાવ્યો છે. જો અમે યોગનો અભ્યાસ કરો, ધ્યાન, તે તમારા માટે લાભકારક હોઈ શકે, પણ આ બીજા ઘણા બધા લોકો માટે લાભકારક છે. ધારોકે કોઈ વસ્તુ સારી, તમે એકલા આનંદ ઉઠાવી રહ્યા છો, કોઈ મીઠાઈ - તે એક વસ્તુ છે. પણ જો તમે મીઠાઈનું વિતરણ કરશો, તે બીજી વસ્તુ છે. તો રસ્તા પર કીર્તન કરવાથી, તમે મીઠાઈ વિતરિત કરી રહ્યા છો. (હાસ્ય) તમે કંજૂસ નથી, કે તમે એકલા ખાઓ. તમે એટલા બધા ઉદાર છો કે તમે બીજા લોકોને વિતરણ કરો છો. હવે કીર્તન કરો, વિતરણ કરો. (હાસ્ય).