GU/Prabhupada 0496 - શ્રુતિ મતલબ આપણે સર્વોચ્ચ અધિકારી પાસેથી સાંભળીએ છીએ



Lecture on BG 2.14 -- Germany, June 21, 1974

તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન બધી જ વસ્તુઓ પૂર્ણ રીતે જાણવા માટે છે, પરમ સત્તા, કૃષ્ણ પાસેથી. આ વિધિ છે. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરૂમ એવ અભિગચ્છેત (મુ.ઉ. ૧.૨.૧૨). વિષય વસ્તુ કે જે તમારા ખ્યાલથી પરે છે તેને સમજવા માટે, તમારે આવા અધિકારી પાસે જવું પડે જે તમને માહિતી આપી શકે. બિલકુલ તે જ રીતે: મારા પિતા કોણ છે તે સમજવું મારા ખ્યાલથી પરે છે, મારા તર્કથી પરે, પણ જો હું મારી માતાનું અધિકૃત કથન સ્વીકારું, આ પૂર્ણ જ્ઞાન છે. તો ત્રણ પ્રકારની સમજવાની, અથવા જ્ઞાનમાં વિકાસ કરવાની, પદ્ધતિઓ હોય છે. એક છે પ્રત્યક્ષ પ્રમાણ. એક બીજું છે અધિકૃતતા, અને બીજું છે શ્રુતિ. શ્રુતિ મતલબ સર્વોચ્ચ પાસેથી સાંભળવું. તો આપણી વિધિ છે શ્રુતિ. શ્રુતિ મતલબ આપણે સર્વોચ્ચ અધિકારી પાસેથી સાંભળીએ છીએ. તે આપણી વિધિ છે, અને તે બહુ સરળ છે. સર્વોચ્ચ સત્તા, જો તેમાં કોઈ ખામી નથી... સામાન્ય વ્યક્તિઓ, તેમનામાં ખામી હોય છે. તેઓ અપૂર્ણ હોય છે. પહેલી અપૂર્ણતા છે કે: સાધારણ માણસ, તે ભૂલ કરી શકે છે. દુનિયાનો કોઈ પણ મહાન માણસ, તમે જોયો હશે, તે ભૂલ કરે છે. અને તેઓ ભ્રમિત થાય છે. તેઓ એવી કોઈ વસ્તુને વાસ્તવિકતા સ્વીકારે છે જે વાસ્તવિકતા નથી. જેમ કે આપણે આ શરીરને વાસ્તવિકતા તરીકે સ્વીકારીએ છીએ. આ ભ્રમ છે. પણ તે વાસ્તવિકતા નથી. "હું આત્મા છું." તે હકીકત છે. તો આને ભ્રમ કહેવાય છે. અને પછી, આ ભ્રામિક જ્ઞાન સાથે, અપૂર્ણ જ્ઞાન, આપણે શિક્ષક બનીએ છીએ. તે બીજી છેતરપિંડી છે. તેઓ કહે છે, આ બધા વૈજ્ઞાનિકો અને તત્વજ્ઞાનીઓ, "કદાચ," "તે હોઈ શકે." તો તમારું જ્ઞાન ક્યાં છે? "તે હોઈ શકે" અને "કદાચ." તમે શિક્ષકનું પદ કેમ ગ્રહણ કરો છો? "ભવિષ્યમાં અમે સમજીશું." અને તે ભવિષ્ય શું છે? શું તમે પછીના દિવસનો ચેક સ્વીકાર કરશો? "ભવિષ્યમાં હું શોધ કરીશ, અને તેથી હું વૈજ્ઞાનિક છું." આ વૈજ્ઞાનિક શું છે? અને, આ બધાથી ઉપર, આપણી અપૂર્ણ ઇન્દ્રિયો. જેમ કે આપણે એક બીજાને જોઈએ છીએ કારણકે પ્રકાશ છે. જો કોઈ પ્રકાશ ના હોય, તો મારા જોવાની શક્તિ શું છે? પણ આ ધૂર્તો સમજતા નથી કે તેઓ હમેશા ખામીયુક્ત છે, અને છતાં, તેઓ જ્ઞાનની પુસ્તકો લખે છે. તમારું જ્ઞાન શું છે? આપણે હમેશા પૂર્ણ વ્યક્તિ પાસેથી જ્ઞાન લેવું જોઈએ.

તેથી અમે કૃષ્ણ પાસેથી જ્ઞાન લઈએ છીએ, પરમ વ્યક્તિ, પૂર્ણ વ્યક્તિ. અને તેઓ સલાહ આપે છે કે જો તમારે તમારા સુખો અને દુખોને રોકવા હોય, તો તમારે કોઈ ગોઠવણ કરવી જ જોઈએ, આ ભૌતિક શરીર ફરીથી સ્વીકારવું નહીં. તેઓ તે સલાહ આપે છે, કૃષ્ણ, કેવી રીતે આ ભૌતિક શરીરમાથી છટકવું. તે સમજાવેલું છે. આ બીજો અધ્યાય છે. ચોથા અધ્યાયમાં કૃષ્ણે કહ્યું છે, કે: જન્મ કર્મ મે દિવ્યમ યો જાનાતી તત્ત્વત: ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતિ (ભ.ગી. ૪.૯). તમે ફક્ત કૃષ્ણના કાર્યોને સમજવાનો પ્રયત્ન કરો. કૃષ્ણના આ કાર્યો ઇતિહાસમાં છે, મહાભારતમાં. મહાભારત મતલબ મોટું ભારત, મહાભારત, ઇતિહાસ. તે ઇતિહાસમાં આ ભગવદ ગીતા પણ છે. તો તેઓ તેમના વિશે બોલી રહ્યા છે. તમે કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરો. આ આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. ફક્ત કૃષ્ણ, તેમના કાર્યો, ને સમજવાનો પ્રયત્ન કરો. તેઓ નિરાકાર નથી. જન્મ કર્મ મે દિવ્યમ. કર્મ મતલબ કાર્યો. તેમને કાર્યો છે. શા માટે તેઓ દુનિયાના કાર્યોમાં ભાગ લે છે? શા માટે તેઓ આવે છે?

યદા યદા હી ધર્મસ્ય
ગ્લાનિર ભવતિ ભારત
અભ્યુથ્થાનમ અધર્મસ્ય
તદાત્માનમ સૃજામી અહમ
(ભ.ગી. ૪.૭)

તેમને કોઈ ઉદેશ્ય છે; તેમને કોઈ મિશન છે. તો કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરો અને તેમનું મિશન અને તેમના કાર્યો. તે ઇતિહાસના રૂપમાં વર્ણિત છે. તો મુશ્કેલી ક્યાં છે? આપણે ઘણી બધી વસ્તુઓ વાંચીએ છીએ, ઇતિહાસ અથવા કોઈ નેતા, રાજનેતાના કાર્યો. તે જ વસ્તુ, તે જ શક્તિ, તમે કૃષ્ણને સમજવામાં ઉપયોગ કરો. મુશ્કેલી ક્યાં છે? કૃષ્ણ, તેથી, તેઓ પોતાને ઘણા બધા કાર્યોમાં પ્રકટ કરે છે.