GU/Prabhupada 0505 - તમે શરીરને બચાવી ના શકો. તે શક્ય નથી



Lecture on BG 2.18 -- London, August 24, 1973

પ્રદ્યુમ્ન: "ફક્ત અવિનાશી, શાશ્વત જીવનું ભૌતિક શરીર જ વિનાશના આધીન છે; તેથી હે ભરત વંશજ, યુદ્ધ કર."

પ્રભુપાદ: અંતવંત ઈમે દેહા

નિત્યસ્યોક્તા: શરીરીણા:

(ભ.ગી. ૨.૧૮)

શરીરીણા:, આ બહુવચન છે. શરીરીણા: તો શરીરીન અથવા શરીરી મતલબ શરીરનો માલિક, અથવા શરીર. શરીર મતલબ શરીર, અને શરીરીન મતલબ શરીરનો માલિક. તો બહુવચન છે શરીરીણા: અલગ અલગ રીતે કૃષ્ણ અર્જુનને આશ્વસ્ત કરે છે, કે આત્મા શરીરથી અલગ છે. તો આ શરીર, અંતવત, તે સમાપ્ત થઈ જશે. ગમે તેટલો તમે પ્રયત્ન કરો, વૈજ્ઞાનિક રીતે, કોસ્મેટિક અને બીજી વસ્તુઓ લગાવો, તમે શરીરને બચાવી ના શકો. તે શક્ય નથી. અંતવત. અંતવંત મતલબ, અંત મતલબ અંત, અને વત મતલબ ધરાવવું. તો "તારૂ કર્તવ્ય લડવું છે, અને તુ વિલાપ કરી રહ્યો છે કે તારા દાદા કે ગુરુ કે પરિવારજનનું શરીર, તે વિનાશ થઈ જશે અને તુ દુખી થઈ જઈશ. તે ઠીક છે, તુ દુખી થઈશ, પણ જો તુ નહીં લડે તો પણ, તેમનું શરીર સમાપ્ત તો થશે જ આજે કે કાલે કે થોડાક વર્ષો પછી. તો તારે તારું કર્તવ્ય કર્યા વગર કેમ જવું જોઈએ? આ મુદ્દો છે. "અને જ્યાં સુધી આત્માનો પ્રશ્ન છે, તારા દાદા, ગુરુ અને બીજાની, તે તો નિત્ય, શાશ્વત છે." પહેલા જ સમજાવી દીધું. નિત્યસ્ય ઉકતા:

હવે કૃષ્ણ અહી પણ કહે છે કે ઉક્ત. ઉક્ત મતલબ "તે કહેલું છે." એવું નથી કે હું હઠ કરીને બોલી રહ્યો છું, હું કોઈ સિદ્ધાંત મૂકી રહ્યો છું. ના. તે કહ્યું છે. તે પહેલેથી જ નિર્ધારિત છે, નિશ્ચિત છે. અને વેદિક સાહિત્યમાં, અધિકારીઓએ તે કહ્યું છે. આ રીત છે પુરાવો પ્રસ્તુત કરવાની. કૃષ્ણ પણ, પૂર્ણ પુરષોત્તમ ભગવાન, તેઓ સિદ્ધાંત નથી આપતા. તેઓ કહે છે, "તે કહેવામા આવેલું છે," અધિકૃત. અનાશિનો અપ્રમેયસ્ય અનાશીના: નાશીના મતલબ વિનાશ થઈ શકે તેવું, અનાશીના: મતલબ વિનાશ ના થઈ શકે તેવું. શરીરીણા:, આત્મા, અનાશીના:, તેનો ક્યારેય નાશ નહીં થાય. અને અપ્રમેયસ્ય. અપ્રમેયસ્ય, માપી ના શકાય તેવું. તેને માપી પણ ના શકાય. વેદિક સાહિત્યમાં માપનું વર્ણન થયું છે, પણ તેને તમે માપી ના શકો. કઈ પણ, ઘણી બધી વસ્તુઓ વેદિક સાહિત્યમાં વર્ણન કરેલી છે. તો તમે વૈજ્ઞાનિક જ્ઞાનમા બહુ જ ઉન્નત છો, પણ તમે તે પણ ના કહી શકો કે તે હકીકત નથી. કે ના તમે તેને માપી શકો. જેમ કે પદ્મ પુરાણમાં, જીવોના પ્રકાર આપેલા છે: જલજા નવ લક્ષાની. જળચર જીવ નવ લાખ છે. તો તમે ના કહી શકો, "ના, નવ લાખ નહીં. થોડા વધારે કે ઓછા." તે તમારા માટે શક્ય નથી પાણીની અંદર જોવું કે કેટલા પ્રકાર છે. તમે, જીવવિજ્ઞાનિઓએ, કદાચ પ્રયોગ કર્યો હશે, પણ નવ લાખ પ્રકારના જીવ જોવા શક્ય નથી. તે શક્ય નથી. જલજા નવ લક્ષાની સ્થાવરા લક્ષ વિંસતી.