GU/Prabhupada 0529 - રાધા અને કૃષ્ણના પ્રેમમય કાર્યકલાપો સાધારાણ નથી



Radhastami, Srimati Radharani's Appearance Day -- London, August 29, 1971

તો કૃષ્ણને સમજવાનો પ્રયાસ કરો. અને જ્યારે કૃષ્ણને આનંદ કરવો હોય છે, તે કયા પ્રકારનો આનંદ હોઈ શકે? આ મુદ્દાને સમજવાનો પ્રયાસ કરો. કૃષ્ણ એટલા મહાન છે; ભગવાન મહાન છે, બધા જાણે છે. તો જ્યારે મહાનને આનંદ કરવો હોય, તે કયા પ્રકારનો આનંદ હોવો જોઈએ? તે સમજવાનું છે. રાધા-કૃષ્ણ... તેથી સ્વરૂપ દામોદર ગોસ્વામીએ એક શ્લોક લખ્યો છે, રાધા કૃષ્ણ પ્રણય વિકૃતિ: રાધા અને કૃષ્ણના પ્રેમમય કાર્યકલાપો સાધારણ નથી, આ ભૌતિક પ્રેમસંબંધો, જોકે તે તેના જેવુ લાગે છે. પણ જે કૃષ્ણને સમજી ના શકે, અવજાનંતી મામ મુઢા: (ભ.ગી. ૯.૧૧). મુઢા, ધૂર્તો, મૂર્ખો, તેઓ કૃષ્ણને એક સાધારણ મનુષ્ય સમજે છે. જેવુ આપણે કૃષ્ણને આપણામાના એક ગણીએ છીએ... માનુષીમ તનુમ આશ્રિતમ, પરમ ભાવમ અજાનંત: આ ધૂર્તો, તેઓ પરમ ભાવમને જાણતા નથી. તે કૃષ્ણની લીલા, રાસલીલા, નું અનુકરણ કરવાનો પ્રયત્ન કરે છે. ઘણા બધા ધૂર્તો છે. તો આ વસ્તુઓ ચાલી રહી છે. કૃષ્ણની કોઈ સમજ નથી. કૃષ્ણને સમજવું બહુ મુશ્કેલ છે.

મનુષ્યાણામ સહસ્રેષુ
કશ્ચિદ યતતિ સિદ્ધયે
યતતામ અપિ સિદ્ધાનામ
કશ્ચિન મામ વેત્તિ તત્ત્વત:
(ભ.ગી. ૭.૩)

લાખો વ્યક્તિઓમાથી, કોઈ એક તેનું જીવન સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે. દરેક વ્યક્તિ પશુની જેમ કામ કરી રહી છે. જીવનની સિદ્ધિનો કોઈ પ્રશ્ન જ નથી. પશુવૃત્તિ: ખાવું, ઊંઘવું, પ્રજનન અને સંરક્ષણ... તો દરેક વ્યક્તિ પશુની જેમ પ્રવૃત્ત છે. તેમને બીજું કોઈ કાર્ય નથી, જેમ કે પશુ, ભૂંડ, કૂતરો, આખો દિવસ અને રાત કામ કરે છે: "મળ ક્યાં છે? મળ ક્યાં છે?" અને જ્યારે તેને મળ મળે છે, થોડું જાડું થાય છે, "મૈથુન ક્યાં છે? મૈથુન ક્યાં છે?" માતા અને બહેનની કોઈ પરવાહ નથી. તે ભૂંડ જીવન છે.

તો મનુષ્ય જીવન ભૂંડ સમાજ માટે નથી. તો આધુનિક સમાજ ભૂંડ સમાજ છે, જોકે કે શર્ટ અને કોટમાં સુસજ્જ છે. તો, આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન કૃષ્ણને સમજવા માટે છે. કૃષ્ણને સમજવા માટે, થોડો પરિશ્રમ, તપસ્યાની જરૂર છે. તપસ્યા બ્રહ્મચર્યેણ શમેન દમેન ચ. તપસ્યા. વ્યક્તિએ તપસ્યા કરવી જ પડે. બ્રહ્મચર્ય. તપસ્યા. બ્રહ્મચર્ય મતલબ મૈથુન જીવન પ્રતિબંધ અથવા નિયંત્રણ. બ્રહ્મચર્ય. તેથી વેદિક સંસ્કૃતિ છે, શરૂઆતથી જ, છોકરાઓને બ્રહ્મચારી બનવા માટે પ્રશિક્ષિત કરવા. આધુનિક દિવસો જેવુ નહીં, શાળાઓમાં, છોકરા અને છોકરીઓ, દસ વર્ષ, બાર વર્ષના, તેઓ આનંદ કરે છે. મગજ બગડી ગયું છે. તેઓ ઉચ્ચ વસ્તુઓ સમજી નથી શકતા. મગજની પેશીઓ ખતમ થઈ ગઈ છે. તો બ્રહ્મચારી બન્યા વગર, કોઈ આધ્યાત્મિક જીવન સમજી ના શકે. તપસ્યા બ્રહ્મચર્યેણ શમેન દમેન ચ. શમ મતલબ ઇન્દ્રિયસંયમ, મનનું નિયંત્રણ; દમેન, ઇન્દ્રિયસંયમ; ત્યાગેન; સૌચેન, સ્વચ્છતા; ત્યાગ, ત્યાગ મતલબ દાન. વ્યક્તિએ પોતાને સમજવાની, આત્મસાક્ષાત્કારની, આ વિધિઓ છે. પણ આ યુગમાં આ બધી વિધિઓનું પાલન કરવું અત્યંત મુશ્કેલ છે. વ્યાવહારિક રીતે તે અશક્ય છે. તેથી ભગવાન ચૈતન્ય, કૃષ્ણ પોતે, પોતાને એક વિધિથી સરળતાથી પ્રાપ્ય કર્યા છે:

હરેર નામ હરેર નામ હરેર નામૈવ કેવલમ
કલૌ નાસ્તિ એવ નાસ્તિ એવ નાસ્તિ એવ ગતિર અન્યથા
(ચૈ.ચ. આદિ ૧૭.૨૧)

આ યુગમાં, કલિયુગ... કલિયુગ સૌથી પતિત યુગ ગણાય છે. આપણે વિચારીએ છીએ કે આપણે ખૂબ પ્રગતિ કરીએ છીએ, પણ તે સૌથી પતિત યુગ છે. કારણકે લોકો પશુ બની રહ્યા છે. જેમ પશુઓને જીવનની જરૂરિયાતોના ચાર સિદ્ધાંતો સિવાય કોઈ રુચિ નથી હોતી - ખાવું, ઊંઘવું, પ્રજનન અને સંરક્ષણ - તો આ યુગમાં, લોકો શારીરિક જરૂરિયાતોના ચાર સિદ્ધાંતોમાં જ રુચિ ધરાવે છે. તેમને આત્માની કોઈ માહિતી નથી, કે ન તો તેઓ આત્મા શું છે તે જાણવા માટે તૈયાર છે. તે આ યુગની ખામી છે. પણ મનુષ્ય જીવન આત્મા સાક્ષાત્કાર માટે છે, "હું શું છું?" તે મનુષ્ય જીવનનું ધ્યેય છે.