GU/Prabhupada 0531 - જેમ આપણે વેદિક સાહિત્યોમાથી સમજીએ છીએ, કૃષ્ણને વિભિન્ન શક્તિઓ છે
Radhastami, Srimati Radharani's Appearance Day -- London, August 29, 1971
જીવનું નામ છે સર્વગ: સર્વગ: મતલબ "જે ગમે ત્યાં જઈ શકે." જેમ કે નારદ મુનિ. નારદ મુનિ ગમે ત્યાં જઈ શકે છે, ક્યાં તો આધ્યાત્મિક જગત અથવા ભૌતિક જગતમાં. તો તમે પણ તે કરી શકો છો. શક્યતા છે. દુર્વાસા મુનિ હતા, એક મહાન યોગી. એક વર્ષમાં તેમણે સમસ્ત બ્રહ્માણ્ડનું ભ્રમણ કરી લીધું, અને વિષ્ણુલોક ગયા અને ફરીથી પાછા આવી ગયા. તે ઇતિહાસમાં નોંધેલું છે. તો આ જીવનની પૂર્ણતાઓ છે. તો આ પૂર્ણતાઓ કેવી રીતે મેળવી શકાય? કૃષ્ણને સમજીને. યસ્મિન વિજ્ઞાતે સર્વમ એવ વિજ્ઞાતમ ભવન્તિ (મુ.ઉ. ૧.૩). ઉપનિષદ કહે છે, જો તમે ફક્ત કૃષ્ણને સમજો, તો આ બધી વસ્તુઓ સરળતાથી સમજાઈ શકે છે. કૃષ્ણ ભાવનામૃત આટલી સરસ વસ્તુ છે.
તો આજે, આ સંધ્યાએ, આપણે રાધાષ્ટમી ઉપર વાત કરી રહ્યા છે. આપણે કૃષ્ણની મુખ્ય શક્તિને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાધારાણી કૃષ્ણની આહ્લાદીની શક્તિ છે. જેમ આપણે વેદિક સાહિત્ય પરથી સમજીએ છીએ, કૃષ્ણને ઘણા પ્રકારની શક્તિઓ છે. પરાસ્ય શકતીર વિવિધૈવ શ્રુયતે (ચૈ.ચ. મધ્ય ૧૩.૬૫, તાત્પર્ય). જેમ કે તે જ ઉદાહરણ, એક મોટા માણસને ઘણા મદદનીશો અને સચિવો હોય છે જેથી તેણે વ્યક્તિગત રૂપે કશું કરવાનું રહેતું નથી, ફક્ત તેની ઇચ્છાથી બધુ થાય છે, તેવી જ રીતે, પૂર્ણ પુરષોત્તમ ભગવાનને ઘણા પ્રકારની શક્તિઓ છે, અને બધુ ખૂબ જ સરસ રીતે થઈ રહ્યું છે. જેમ કે ભૌતિક શક્તિ. આ ભૌતિક જગત, જ્યાં આપણે અત્યારે જીવી રહ્યા છીએ... તેને ભૌતિક શક્તિ કહેવાય છે. બહિર અંગ શક્તિ. સંસ્કૃત નામ છે બહિર અંગ, કૃષ્ણની બાહ્ય શક્તિ. તો કેવી સરસ રીતે તે થઈ રહ્યું છે, ભૌતિક શક્તિમાં બધુ જ. તે ભગવદ ગીતમાં સમજાવેલું છે, મયાધ્યક્ષેણ પ્રકૃતિ: સૂયતે સચરાચરમ: (ભ.ગી. ૯.૧૦). "મારા અધિકારમાં ભૌતિક શક્તિ કામ કરી રહી છે." ભૌતિક શક્તિ અંધ નથી. તે છે... પૃષ્ઠભૂમિમાં કૃષ્ણ છે. મયાધ્યક્ષેણ પ્રકૃતિ: (ભ.ગી. ૯.૧૦). પ્રકૃતિ મતલબ આ ભૌતિક શક્તિ. તેવી જ રીતે... આ બાહ્ય શક્તિ છે. તેવી જ રીતે, એક બીજી શક્તિ છે, જે આંતરિક શક્તિ છે. આંતરિક શક્તિ દ્વારા આધ્યાત્મિક જગત પ્રકટ થાય છે. પરાસ તસ્માત તુ ભાવ: અન્ય: (ભ.ગી. ૮.૨૦). બીજી શક્તિ, પરા, ચડિયાતી, દિવ્ય, આધ્યાત્મિક જગત. જેમ આ ભૌતિક જગત બાહ્ય શક્તિ પ્રમાણે ચલાવવામાં આવે છે, તેવી જ રીતે, આધ્યાત્મિક જગત પણ આંતરિક શક્તિ દ્વારા સંચાલિત છે. તે આંતરિક શક્તિ રાધારાણી છે.
રાધારાણી.... આજે રાધારાણીનો આવિર્ભાવ દિવસ છે. તો આપણે રાધારાણીના રૂપને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. રાધારાણી આનંદદાયી શક્તિ છે, આહ્લાદીની શક્તિ. આનંદમયો અભ્યાસાત (વેદાંત સૂત્ર ૧.૧.૧૨). વેદાંત સૂત્રમાં, નિરપેક્ષ સત્યને આનંદમય તરીકે વર્ણવવામાં આવ્યું છે, હમેશા આનંદમયી શક્તિ. તે આનંદમય, આનંદમયી શક્તિ... જેમ કે આનંદ. જ્યારે તમને આનંદ જોઈતો હોય છે, તમે તે એકલા ના ભોગવી શકો. એકલા, તમે આનંદ ના માણી શકો. તમે મિત્રોના વર્તુળમાં હોવા જોઈએ, અથવા પરિવાર, અથવા બીજા સંગીઓ, તમે આનંદ અનુભવો છો. જેમ કે હું બોલી રહ્યો છું. બોલવું આનંદદાયક છે જ્યારે અહિયાં ઘણા વ્યક્તિઓ છે. હું અહી એકલો બોલી ના શકું. તે આનંદ નથી. હું રાત્રે, મધ્યરાત્રે, અહી બોલી શકું છું, કોઈ ના હોય. તે આનંદ નથી. આનંદ મતલબ બીજા લોકો હોવા જ જોઈએ.