GU/Prabhupada 0563 - કૂતરાને બદનામ કરો અને લટકાવી દો



Press Interview -- December 30, 1968, Los Angeles

પત્રકાર: મને પૂછવા દો... મને મારો મત છે, પણ મારે પૂછવું છે. તમે શું અનુભવો છો કે આજની યુવાપેઢી વધુ ને વધુ પૂર્વ દેશોના ધર્મો તરફ વળી રહી છે?

પ્રભુપાદ: કારણકે તમે તેમને સંતોષ આપવામાં નિષ્ફળ ગયા છો.

પત્રકાર: તમે શું?

પ્રભુપાદ: તમે તેમને સંતોષ આપવામાં નિષ્ફળ ગયા છો. તમારી જીવનની આ ભૌતિક શૈલી તેમને હવે સંતુષ્ટ નહીં કરે. એક સ્તર છે, શરૂઆતમાં, જ્યારે વ્યક્તિ ગરીબ હોય છે, તે વિચારી શકે છે કે "ધન અને સ્ત્રી અને સારું ઘર, સારી ગાડી, મને સંતોષ આપશે." તેઓ આની પાછળ છે. પણ સુખ ભોગવ્યા પછી, તેઓ જુએ છે "ઓહ, કોઈ સંતોષ નથી." કારણકે જડ પદાર્થ તમને સંતોષ ના આપી શકે. તો તમારું સ્તર છે, વિશેષ કરીને અમેરિકામાં, તમારી પાસે પર્યાપ્ત આનંદ છે. તમારી પાસે પર્યાપ્ત ખોરાક છે, તમારી પાસે પર્યાપ્ત સ્ત્રીઓ છે, તમારી પાસે પર્યાપ્ત દારૂ છે, તમારી પાસે પર્યાપ્ત ઘર છે - બધુ જ પર્યાપ્ત. તે બતાવે છે કે ભૌતિક પ્રગતિ વ્યક્તિને સંતોષ ના આપી શકે. ગૂંચવણ અને અસંતોષ ભારત કરતાં તમારા દેશમાં વધુ છે, જેને ગરીબ કહેવાય છે. તમે જોયું? પણ તમે હજુ પણ ભારતમાં જોશો, ભલે તેઓ ગરીબ છે, કારણકે તેમણે તે જૂની સંસ્કૃતિની ચાલુ રાખી છે, તેઓ વિચલિત નથી. હા. તેઓ ધીમે ધીમે મરી રહ્યા છે, છતાં તેઓ સંતુષ્ટ છે. "ઠીક છે." તમે જોયું? કેમ? કારણકે તેમને આધ્યાત્મિક સ્તરની થોડી ઝાંખી છે. તો તે જરૂરી છે કે હવે લોકોએ આધ્યાત્મિક જીવન સ્વીકારવું જોઈએ. તે તેમને સુખી બનાવશે. કોઈ આશા નથી. આ બધા લોકો, તેઓ અંધકારમાં છે. તેઓ નથી જાણતા તેઓ ક્યાં જઈ રહ્યા છે. તેમને કોઈ લક્ષ્ય નથી. પણ જ્યારે તમે આધ્યાત્મિક રીતે સ્થિત થાઓ છો, તમે જાણો છો તમે શું કરી રહ્યા છો, ક્યાં તમે જઈ રહ્યા છો, તમારું ભવિષ્ય શું છે. બધુ સ્પષ્ટ છે. તમે જોયું?

પત્રકાર: તો હું આને બહુ જ સંક્ષિપ્તમાં કહું છું. બીજા શબ્દોમાં, તમને લાગે છે કે પાશ્ચાત્ય-ઢબનું ચર્ચ, ખ્રિસ્તી કે યહુદીઓનું ચર્ચ, તે નિષ્ફળ ગયું છે પ્રસ્તુત કરવામાં... તમે એવું કહેશો કે તેમનો સંદેશ સુસંગત નથી કે તેઓ તેમનો સંદેશ યોગ્ય રીતે પ્રસ્તુત કરવામાં નિષ્ફળ ગયા છે?

પ્રભુપાદ: ના. વસ્તુ તે છે કે આ પાશ્ચાત્ય ચર્ચો, જેમ કે ખ્રિસ્તી ધર્મ, આ ઉપદેશો બોલવામાં આવતા હતા ઘણા ઘણા સમય પહેલા આદિમ લોકોને, તમે જોયું? જેરૂસલેમ. આ લોકો રણમાં રહેતા હતા, અને તેઓ બહુ ઉન્નત ન હતા. તો તે વખતે... અવશ્ય, બાઇબલમાં અથવા જૂની આવૃત્તિમાં, ભગવાનનો ખ્યાલ હતો, તે બધુ સારું છે. પણ તેમણે... જેમ કે આ વિધાન, "ભગવાને આ જગતની રચના કરી છે." તે હકીકત છે. હવે તે લોકો તેટલા ઉન્નત હતા નહીં તે સમયમાં... અત્યારે, વર્તમાન સમયે, લોકો વૈજ્ઞાનિક રીતે ઉન્નત છે. તેમણે જાણવું છે કે કેવી રીતે આ રચના થઈ છે. તમે જોયું? તે વર્ણન નથી, કે ન તો ચર્ચ તેમને આપી શકે છે. તમે જોયું. તેથી તેઓ સંતુષ્ટ નથી. ફક્ત ઔપચારિક રીતે ચર્ચ જવું અને પ્રાર્થના કરવી, તે તેમને આકર્ષતું નથી. એના સેવાય, વ્યવાહરિક રીતે, તેઓ ધાર્મિક સિદ્ધાંતોનું પાલન નથી કરતાં. જેમ કે જૂની આવૃત્તિમાં, તે છે, મારા કહેવાનો મતલબ, દસ આજ્ઞાઓ, અને એક આજ્ઞા છે "તું મારીશ નહીં." પણ ખ્રિસ્તી જગતમાં મારવાનું કાર્ય મુખ્ય છે. તેઓ નિયમિત રીતે કતલખાનાને ચલાવી રહ્યા છે, અને તેમણે એક સિદ્ધાંતની રચના કરી છે કે પ્રાણીઓને કોઈ આત્મા નથી હોતો, તેઓ અનુભવતા નથી - કારણકે તેમણે મારવું છે. "કુતરાને બદનામ કરો અને લટકાવી દો." કેમ પ્રાણીઓ અનુભવી ના શકે? કેમ તમે આ પાપમય કાર્યો કરી રહ્યા છો? તો પાદરી વર્ગ, તેઓ પણ નહીં બોલે, તેઓ ચર્ચા નહીં કરે, દરેક વ્યક્તિ ચૂપ છે. તેનો મતલબ જાણી જોઈને, મારા કહેવાનો મતલબ, દસ આજ્ઞાઓનું ઉલ્લંઘન. તો ધાર્મિક સિદ્ધાંત ક્યાં છે? જો તમે તમારા ગ્રંથની આજ્ઞાઓનું પાલન નથી કરતાં શું તેનો મતલબ તે છે કે તમે એક ધર્મનું પાલન બહુ સારી રીતે કરો છો? જેની તમે રચના નથી કરી તમે તેને કેવી રીતે મારી શકો? અને તે સ્પષ્ટ લખેલું છે, "તું મારીશ નહીં." શું જવાબ છે? કેમ તેઓ હત્યા કરી રહ્યા છે? શું જવાબ છે? તમે કેવી રીતે જવાબ આપશો?

પત્રકાર: તમે મને પૂછી રહ્યા છો?

પ્રભુપાદ: હા.

પત્રકાર: ઠીક છે, હા, ચોક્કસ "તું મારીશ નહીં" તે એક નૈતિક છે, અને તે ચીરકાળથી છે અને તે માન્ય છે, પણ માણસ બહુ રુચિ ધરાવતો નથી...

પ્રભુપાદ: તેઓ ધર્મમાં રુચિ નથી ધરાવતા. તે ફક્ત એક દેખાડો છે, બનાવટી દેખાડો. તો કેવી રીતે તેઓ સુખી રહી શકે? જો તમે નીતિ નિયમોનું પાલન ના કરો, તો તમારો ધર્મ ક્યાં છે?

પત્રકાર: હું તમારી સાથે દલીલ નથી કરતો. હું તમારી સાથે સંપૂર્ણ સહમત છું. હું સંપૂર્ણ પણે સહમત છું. તેનો કોઈ અર્થ નથી થતો. "તું હત્યા ના કરીશ," "તું બીજા કોઈ ભગવાનની પહેલા મારી પૂજા કરજે," "તું તારા પાડોશીની સંપત્તિ પર કબજો ના કરીશ," "તું તારા પિતા અને માતાને આદર આપજે," આ સુંદર નૈતિકતાઓ છે, પણ તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.

પ્રભુપાદ: "તું તારા પાડોશીની પત્નીનું અપહરણ ના કરીશ."

પત્રકાર: પત્ની.

પ્રભુપાદ: તો કોણ આનું પાલન કરી રહ્યું છે?

પત્રકાર: કોઈ નહીં. બહુ જ ઓછા.

પ્રભુપાદ: તમે જોયું? તો તમે કેવી રીતે આશા રાખી શકો તેઓ ધાર્મિક છે. અને ધર્મ વગર, મનુષ્ય સમાજ પ્રાણીઓનો સમાજ છે.

પત્રકાર: ઠીક છે, પણ મને તમને આ પૂછવા દો. આની સાથે... હવે હું તમને પૂછી નથી રહ્યો...

પ્રભુપાદ: લઈ લો. લઈ લો.

પત્રકાર: આપનો આભાર.