GU/Prabhupada 0583 - ભગવદ ગીતામાં બધુ જ છે



Lecture on BG 2.21-22 -- London, August 26, 1973

તો આખું બ્રહ્માણ્ડ ભગવાનના સયાહકો દ્વારા સંચાલિત થઈ રહ્યું છે, બ્રહ્મા પ્રમાણે, સૌથી શક્તિશાળી સયાહક. તેને બ્રહ્મ હ્રદા ય આદિ કવયે મુહ્યન્તિ યત સુરય: (શ્રી.ભા. ૧.૧.૧). બ્રહ્માના હ્રદયમાં પણ, તેને બ્રહ્મ હ્રદા, હ્રદા, ફરીથી હ્રદા. કારણકે બ્રહ્મા એકલા હતા, તો શું કરવું? બ્રહ્મા ગૂંચાવાયેલા હતા. પણ કૃષ્ણએ શિક્ષા આપી, "તમે કરો, તમે આ બ્રહ્માણ્ડની આ રીતે રચના કરો." બુદ્ધિયોગમ દદામી તમ (ભ.ગી. ૧૦.૧૦) "હું બુદ્ધિ આપું છું." તો બધુ જ છે. બધુ છે, કૃષ્ણ હમેશા તમારી સાથે છે. જો તમારે ભગવદ ધામ જવું હોય, તો કૃષ્ણ તમને બધી જ શિક્ષા આપવા તૈયાર છે. "હા, યેન મામ ઉપયાન્તિ તે (ભ.ગી. ૧૦.૧૦)." તેઓ શિક્ષા આપે છે, "હા, તું આમ કર. પછી તારા, આ, ભૌતિક કાર્યો, સમાપ્ત થઈ જશે, અને આ શરીર છોડયા પછી, તું મારી પાસે આવીશ." પણ જો તારે આ ભૌતિક અસ્તિત્વ ચાલુ રાખવું હોય, તો વાસાંસી જીર્ણાની યથા વિહાય (ભ.ગી. ૨.૨૨) તારે એક શરીર સ્વીકારવું પડશે; અને જ્યારે તે બેકાર થઈ જશે, તો તારે આ શરીર છોડીને બીજું શરીર સ્વીકારવું પડશે. આ ભૌતિક અસ્તિત્વનું સાતત્ય છે. પણ જો તારે તેનો અંત કરવો હોય, જો તું વાસ્તવમાં આ પ્રકારના કાર્યથી કંટાળી ગયો હોય, ભૂત્વા ભૂત્વા પ્રલિયતે (ભ.ગી. ૮.૧૯), એક વાર જન્મ લેવો, ફરીથી મરવું, ફરીથી જન્મ લેવો. પણ આપણે એટલા બેશરમ છીએ અને એટલા વ્યર્થ છીએ કે આપણે આ કાર્યથી કંટાળતા નથી. આપણે ચાલુ રાખવું હોય છે, અને તેથી કૃષ્ણ પણ તૈયાર છે: "ઠીક છે, તું ચાલુ રાખ." તે ભગવદ ગીતામાં કહ્યું છે, યંત્રારૂઢાની માયયા.

ઈશ્વર: સર્વભૂતાનામ
હ્રદ દેશે અર્જુન તિષ્ઠતી
ભ્રામયન સર્વભૂતાની
યંત્રારૂઢાની માયયા
(ભ.ગી. ૧૮.૬૧)

ખૂબ જ સ્પષ્ટ. કૃષ્ણ તમારી ઈચ્છા જાણે છે, કે જો તમારે હજી પણ આ ભૌતિક જગતમાં આનંદ માણવો છે, "ઠીક છે, આનંદ માણો." તો અલગ અલગ પ્રકારના આનંદ માણવા માટે, આપણને અલગ અલગ પ્રકારના યંત્રોની જરૂર પડે છે. તો કૃષ્ણ બનાવે છે, ખૂબ જ દયાળુ, "ઠીક છે." જેમ કે એક પિતા રમકડું આપે છે, બાળકને મોટરગાડી જોઈએ છે. "ઠીક છે, આ રમકડાની મોટરગાડી લે." તેને એન્જિન જોઈએ છે, તેને ટ્રેનનો માણસ બનવું છે. હવે આ પ્રકારના રમકડાં હોય છે. તેવી જ રીતે કૃષ્ણ આ રમકડાંના શરીરો પૂરા પાડે છે. યંત્ર, યંત્ર મતલબ યંત્ર. આ યંત્ર છે. દરેક વ્યક્તિ સમજે છે કે આ યંત્ર છે. પણ કોણે આ યંત્ર આપ્યું છે? આ યંત્ર પ્રકૃતિ દ્વારા આપવામાં આવ્યું છે, ભૌતિક ઘટકો, પણ તે કૃષ્ણના આદેશ હેઠળ બનાવવામાં આવ્યું છે. મયાધ્યક્ષેણ પ્રકૃતિ: સૂયતે સચરાચરમ (ભ.ગી. ૯.૧૦). "પ્રકૃતિ આ બધી વસ્તુઓ મારી દેખરેખ હેઠળ બનાવી રહી છે."

તો કૃષ્ણ ભાવનામૃતને સમજવામાં મુશ્કેલી શું છે? બધુ જ ભગવદ ગીતામાં છે. જો તમે નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરો અને સમજવાનો પ્રયત્ન કરો, તો તમે પૂર્ણ રીતે હમેશા કૃષ્ણ ભાવનાભાવિત રહો. બધુ જ છે. મારી સ્થિતિ શું છે, હું કેવી રીતે કામ કરી રહ્યો છું, કેવી રીતે હું મરી રહ્યો છું, કેવી રીતે મને શરીર મળી રહ્યું છે, કેવી રીતે હું ભ્રમણ કરી રહ્યો છું. દરેક વિગત છે. ફક્ત વ્યક્તિએ થોડું બુદ્ધિશાળી બનવું પડે. પણ આપણે બુદ્ધિહીન રહીએ છીએ, ધૂર્ત, કારણકે આપણે ધૂર્તોનો સંગ કરીએ છીએ. આ ધૂર્ત તત્વજ્ઞાની, ધાર્મિકવાદીઓ, અવતાર, ભગવાન, સ્વામી, યોગીઓ, અને કર્મીઓ. તેથી આપણે ધૂર્ત બની ગયા છીએ. સત્સંગ ચાદી કઈનુ અસતે વિલાસ. નરોત્તમ દાસ ઠાકુર તેથી ખેદ કરે છે કે "મે ભક્તોનો સંગ છોડી દીધો છે. હું ફક્ત આ ધૂર્તો સાથે સંગ કરું છું." અસત, અસત-સંગ. તે કારણે લાગિલે મોર કર્મબંધફાંસ: "તેથી હું આ જન્મ અને મૃત્યુના પુનરાવર્તનમાં ફસાઈ ગયો છું." તે કારણે. "તો આ છોડી દો." ચાણક્ય પંડિત પણ કહે છે, ત્યજ દુર્જન સંસર્ગમ, "આ ધૂર્તોનો સંગ છોડી દો." ભજ સાધુ-સમાગમમ, "ફક્ત ભક્તોનો સંગ કરો." આ સાચું હશે. આપણે વિભિન્ન કેન્દ્રોની સ્થાપના કરીએ છીએ, ઇન્દ્રિય ભોગ માટે નહીં, પણ ભક્તોના સારા સંગ માટે. જો આપણે આ નહીં મેળવીએ, જેઓ કામ કરી રહ્યા છે, જેઓ આ સંસ્થાના સંચાલકો છે, તેમણે હમેશા જાણવું જોઈએ કે આપણે આ સંસ્થા અથવા આ કેન્દ્રને વેશ્યાગૃહ ના બનાવી શકીએ. એવું સંચાલન અથવા એવી વ્યવસ્થા હોવી જ જોઈએ કે આપણે હમેશા પ્રગતિ માટે સારા સંગમાં રહીએ જ. તેની જરૂર છે.

આપનો ખૂબ ખૂબ આભાર. (અંત)