GU/Prabhupada 0591 - મારૂ કાર્ય છે આ ભૌતિક ચુંગલોમાથી મુક્ત થવું



Lecture on BG 2.20 -- Hyderabad, November 25, 1972

ભારતીય:... ઓમકાર-સ્વરૂપ. પણ મારે જાણવું છે ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્મા કોણ છે? શું આ ત્રણ ભગવાન છે?

પ્રભુપાદ: હા. તેઓ ભગવાનના વિસ્તરણ છે. જેમ કે પૃથ્વી. અને પછી, પૃથ્વી પરથી, તમે વૃક્ષો, લાકડું જુઓ છો. અને પછી, વૃક્ષ પર, તમે અગ્નિ લગાડી શકો છો. તે ધુમાડો બને છે. પછી અગ્નિ પ્રજ્વલિત થાય છે. જ્યારે તમને અગ્નિ મળે, તમે અગ્નિમાથી તમારું કામ કરી શકો છો. તો, બધુ એક જ છે, પણ... તે જ ઉદાહરણ: પૃથ્વીમાથી, લાકડું; લાકડમાથી ધુમાડો, ધુમાડામાથી અગ્નિ. પણ જો તમારે કાર્ય લેવું હોય, તો અગ્નિની જરૂર છે, જો કે, બધુ જ, તે એક છે. તેવી જ રીતે, દેવતાઓ છે, બ્રહ્મા, વિષ્ણુ મહેશ્વર. તો જો તમારે કાર્ય લેવું હોય, તો તમારે અગ્નિ પાસે જવું પડે, વિષ્ણુ, સત્તમ, સત્ત્વગુણ. આ વિધિ છે. જોકે તેઓ એક જ છે, પણ તમારું કાર્ય વિષ્ણુ સાથે જ પૂર્ણ થઈ શકે, બીજા સાથે નહીં. મારૂ કાર્ય શું છે? મારુ કાર્ય છે આ માયાના ચુંગલમાથી બહાર નીકળવું. તો જો કોઈ પણ વ્યક્તિ આ માયાના પાશમાથી બહાર આવવા આતુર છે, તો તેણે વિષ્ણુની શરણ જ લેવી જોઈએ, બીજાની નહીં.

ભારતીય: કૃપા કરીને મને કહો, કે ઈચ્છા શું છે? જ્યાં સુધી ઈચ્છા છે, આપણે ભગવાનનો સાક્ષાત્કાર ના કરી શકીએ. અને ભગવાનનો સાક્ષાત્કાર કરવો તે પણ ઈચ્છા છે.

પ્રભુપાદ: ઈચ્છા મતલબ ભૌતિક ઈચ્છાઓ. જો તમે વિચારો કે તમે ભારતીય છો અને તમારી ઈચ્છા છે કે કેવી રીતે તમારા દેશને વધુ સારો... અથવા ઘણી બધી ઈચ્છાઓ. અથવા જો તમે એક પારિવારિક વ્યક્તિ છો. તો આ બધી ભૌતિક ઈચ્છાઓ છે. જ્યાં સુધી તમે ભૌતિક ઇચ્છાઓથી આચ્છાદિત રહો છો, ત્યાં સુધી તમે ભૌતિક પ્રકૃતિની અસર હેઠળ છો. જેવુ તમે વિચારો છો કે તમે, તમે ભારતીય કે અમેરિકન નથી, તમે બ્રાહ્મણ અથવા ક્ષત્રિય નથી, તમે કૃષ્ણના શાશ્વત સેવક છો, તેને શુદ્ધ ઈચ્છા કહેવાય છે. ઈચ્છા તો છે, પણ તમારે ઈચ્છાને શુદ્ધ કરવાની છે. તે મે હમણાં જ સમજાવ્યું છે. સર્વોપાધિ વિનિર્મુક્તમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). આ ઉપાધિઓ છે. ધારો કે તમે એક કાળા કોટમાં છો. તો શું તેનો મતલબ તે છે કે તમે એક કાળો કોટ છો? જો તમે કહો... જો હું તમને પૂછું, "તમે કોણ છું?" જો તમે કહો, "હું કાળો કોટ છું," શું તે યોગ્ય જવાબ છે? ના. તેવી જ રીતે, આપણે એક વસ્ત્રમાં છીએ, અમેરિકન વસ્ત્ર અથવા ભારતીય વસ્ત્ર. તો જો કોઈ વ્યક્તિ તમને પૂછે "તમે કોણ છો?" "હું ભારતીય છું." આ ખોટી ઓળખ છે. જો તમે કહો, "અહમ બ્રહ્માસ્મિ," તે તમારી સાચી ઓળખ છે. તે સાક્ષાત્કારની જરૂર છે.

ભારતીય: મને કેવી રીતે મળી શકે...?

પ્રભુપાદ: તેને જરૂર છે, ઉહ, તમારે જવું પડે... તપસ્યા બ્રહ્મચર્યેણ (શ્રી.ભા. ૬.૧.૧૩). તમારે સિદ્ધાંતનું પાલન કરવું પડે. આદૌ શ્રદ્ધા તત: સાધુ સંગો અથા ભજન ક્રિયા (ચૈ.ચ. મધ્ય ૨૩.૧૪-૧૫). તમારે પદ્ધતિને સ્વીકારવી પડે. પછી તમે સાક્ષાત્કાર કરશો.

ભારતીય: પણ ગઈ કાલે (અસ્પષ્ટ) કે એક ભક્ત હતો, તેણે આ આખી દુનિયાનો ત્યાગ કર્યો, જંગલમાં ગયો, અને ભગવાન કૃષ્ણનું નામ જપ કરી રહ્યો હતો, આ અને તે. પણ તે, અમુક પ્રકારનો યોગી હતો. અને તે રીતે તેને એક હરણ પ્રત્યે પ્રેમ હતો. અને મૃત્યુ સમયે, તેને હરણનો ખ્યાલ આવ્યો, અને આગલા જન્મમાં, તે હરણ બન્યો. તો જાણી જોઈને કોઈ ઈચ્છા હતી નહીં, પણ કોઈ રીતે તે બન્યો...

પ્રભુપાદ: ના, ઈચ્છા હતી. તે હરણ વિશે વિચારતો હતો. તે ઈચ્છા હતી.

ભારતીય: આપણે ઘણી બધી વસ્તુઓ વિશે વિચારીએ છીએ...