GU/Prabhupada 0594 - આત્માને આપણા ભૌતિક યંત્રોથી માપવું અશક્ય છે



Lecture on BG 2.23 -- Hyderabad, November 27, 1972

તો ખંડન દ્વારા વ્યાખ્યા. પ્રત્યક્ષ રીતે આપણે સમજી ના શકીએ કે આધ્યાત્મિક અંશ શું છે, ભાગ, જે આ શરીરમાં છે. કારણકે આત્માની લંબાઈ અને પહોળાઈ આપણા ભૌતિક યંત્રોથી માપવી અશક્ય છે, જોકે વૈજ્ઞાનિકો કહે છે કે અમે માપી શકીએ છીએ. હશે, જો તે શક્ય પણ હોય, સૌ પ્રથમ, તમારે જોવું પડે કે આત્મા ક્યાં સ્થિત છે. પછી તમે તેને માપવાનો પ્રયાસ કરી શકો. સૌ પ્રથમ, તમે જોઈ સુદ્ધાં ના શકો. કારણકે તે બહુ જ, બહુ જ સૂક્ષ્મ છે, વાળની ટોચનો દસ હજારમો ભાગ. હવે, કારણકે આપણે જોઈ નથી શકતા, આપણા પ્રાયોગિક જ્ઞાન દ્વારા, આપણે સમજી ના શકીએ; તેથી કૃષ્ણ આત્માના અસ્તિત્વને વર્ણવે છે, નકારાત્મક રીતે: "તે આ નથી." ક્યારેક જ્યારે આપણે સમજી નથી શકતા, વર્ણન આપવામાં આવે છે: "તે આ નથી." જો હું તેને કહી ના શકું કે તે શું છે, તો આપણે તેને નકારાત્મક રીતે કહી શકીએ છીએ કે "તે આ નથી." તો તે શું છે "આ નથી"? "આ નથી" છે કે "તે ભૌતિક નથી." આત્મા ભૌતિક નથી. પણ આપણને ભૌતિક વસ્તુઓનો અનુભવ છે. તો તે કેવી રીતે સમજવું કે તે નકારાત્મક છે? તે આગલા શ્લોકમાં વર્ણવેલું છે, કે નૈનમ છીંદંતી શસ્ત્રાણી (ભ.ગી. ૨.૨૩). તમે કાપી ના શકો, આત્માને કોઈ હથિયાર દ્વારા, ચાકુ અથવા તલવાર દ્વારા. તે શક્ય નથી. નૈનમ છીંદંતી શસ્ત્રાણી (ભ.ગી. ૨.૨૩). માયાવાદ સિદ્ધાંત કહે છે કે "હું બ્રહ્મ છું. મારા ભ્રમને કારણ, હું અલગ થયેલો છું. નહિતો હું એક છું." પણ કૃષ્ણ કહે છે કે મમૈવાંશો જીવભૂત: (ભ.ગી. ૧૫.૭). તો શું તેનો મતલબ છે કે, સંપૂર્ણ આત્મામાથી, આ અંશ કપાઈને ટુકડો થઈ ગયો છે? ના. નૈનમ છીંદંતી શસ્ત્રાણી. તે ટુકડામાં કપાઈ ના શકે. તો? તો જવાબ છે કે આત્માનો અંશ શાશ્વત છે. એવું નથી કે માયા દ્વારા તે અલગ થઈ ગયો છે. ના. તે કેવી રીતે થઈ શકે? કારણકે તેના ટુકડા ના થઈ શકે.

જો હું કહું... જેમ કે તે લોકો દલીલ કરે છે: ઘટાકાશ પોટાકાશ, કે "વાડકાની અંદરનું આકાશ અને વાડકાની બહારનું આકાશ, વાડકાની દીવાલને કારણે, વાડકાની અંદરનું આકાશ અલગ થયેલું છે.: પણ તે કેવી રીતે અલગ થઈ શકે? તેના ટુકડા ના થઈ શકે. દલીલ ખાતર... વાસ્તવમાં, આપણે, ખૂબ જ સૂક્ષ્મ અંશ, આત્માના પરમાણુ ભાગ. તો... અને તે શાશ્વત ભાગ છે. એવું નથી કે સંજોગોવશાત તે ભાગ બની ગયું છે, અને ફરીથી તે જોડાઈ શકે. તે જોડાઈ શકે, પણ એક એકસમાન રીતે નહીં, પણ મિશ્રિત રીતે. ના. જો તે જોડાય પણ, આત્મા તેનું અલગ અસ્તિત્વ જાળવી રાખે છે. જેમ કે એક લીલું પક્ષી, જ્યારે તે વૃક્ષમાં પ્રવેશે છે, એવું લાગે છે કે પક્ષી હવે વૃક્ષમાં લીન થઈ ગયું છે, પણ તેવું નથી. પક્ષી વૃક્ષમાં તેની ઓળખ રાખે છે. તે નિષ્કર્ષ છે. જોકે બંને વૃક્ષ અને પક્ષી લીલા હોવાને કારણે, એવું લાગે છે કે પક્ષી હવે વૃક્ષમાં લીન થઈ ગયું છે, આ લીન થવું તેનો મતલબ તે નથી કે, પક્ષી અને વૃક્ષ એક થઈ ગયા છે. ના. તે તેવું લાગે છે. કારણકે તે બંને એક જ રંગના છે, તેવું લાગે છે કે પક્ષી..., પક્ષીનું હવે પોતાનું કોઈ અસ્તિત્વ નથી. પણ તે હકીકત નથી. પક્ષી... તેવી જ રીતે, આપણે વ્યક્તિગત આત્મા છીએ. ગુણ એક હોવાના કારણે, કહો કે, લીલાશ, જ્યારે વ્યક્તિ બ્રહ્મજ્યોતિમાં લીન થઈ જાય છે, જીવ તેની ઓળખ ગુમાવતો નથી. અને કારણકે તે તેની ઓળખ નથી ગુમાવતો, અને કારણકે જીવ, સ્વભાવથી, આનંદમય છે, તે નિરાકાર બ્રહ્મજ્યોતિમાં ઘણા દિવસો સુધી રહી ના શકે. કારણકે તેણે આનંદ શોધવો પડે. તે આનંદ મતલબ વિભિન્નતા.