GU/Prabhupada 0596 - આત્માના ટુકડા ના કરી શકાય



Lecture on BG 2.23 -- Hyderabad, November 27, 1972

યસૈક નિશ્વસિત કાલમ અથાવલંબ્ય
જીવંતી લોમવિલજા જગદ અંડ નાથા:
વિષ્ણુર મહાન સ ઇહ યસ્ય કલા વિશેષો
ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામિ
(બ્ર.સં. ૫.૪૦).

તો અહી, આ આધ્યાત્મિક સમજણની શરૂઆત, કે આત્મા, પરમાત્મા, ટુકડામાં વિભાજિત ના થઈ શકે. નૈનમ છીંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક: (ભ.ગી. ૨.૨૩). હવે સમજવાનો પ્રયત્ન કરો. આપણે વિચારીએ છીએ, આધુનિક વૈજ્ઞાનિકો, તેઓ વિચારે છે કે સૂર્ય ગ્રહ પર કોઈ જીવન ના હોઈ શકે. ના. જીવન છે. આપણે વેદિક સાહિત્ય પરથી માહિતી મેળવીએ છીએ કે જીવન છે. આપણા જેવા જીવો છે. પણ તેઓ અગ્નિના બનેલા છે. બસ તેટલું જ. કારણકે આપણને તુચ્છ અનુભવ છે કે "કેવી રીતે અગ્નિમાં જીવ રહી શકે?" તો આ સમસ્યાનો જવાબ છે, કૃષ્ણ કહે છે કે નૈનમ દહતી પાવક: (ભ.ગી. ૨.૨૩). (બાજુમાં:) તમે કેમ ત્યાં બેઠા છો? તમે અહી આવો. નૈનમ દહતી પાવક: આત્માને બાળી ના શકાય. જો તેને બાળી શકાતું હોત, તો હિન્દુ પદ્ધતિ અનુસાર, આપણે શરીરને બાળીએ છીએ, ત્યારે આત્મા બળી જાય છે. વાસ્તવમાં, નાસ્તિકો તેવું વિચારે છે કે, કે જ્યારે શરીર બળી જાય છે, બધુ જ સમાપ્ત થઈ જાય છે. મોટા, મોટા આધ્યાપકો, તેઓ તેવું વિચારે છે. પણ અહિયાં, કૃષ્ણ કહે છે, નૈનમ દહતી પાવક: "તે બળતું નથી." નહિતો, તે કેવી રીતે રહે? ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). દરેક વસ્તુ સ્પષ્ટ રીતે આપેલી છે. આત્મા બળતો નથી; કે ન તો તેના ટુકડા કરી શકાય છે. પછી: ન ચૈનમ ક્લેદયંતી આપ: (ભ.ગી. ૨.૨૩). કે ન તો તેને ભીંજવી શકાય છે. તેને પાણીના સંપર્કમાં લાવીને ભીનો ના કરી શકાય. હવે આ ભૌતિક જગતમાં આપણે જોઈએ છીએ કે કઈ પણ, ગમે તેટલું કઠણ તે કેમ ના હોય... જેમ કે પથ્થર અથવા લોખંડ, તેના ટુકડા કરી શકાય છે. તેનું અલગ યંત્ર આવે છે. તેના ટુકડા કરી શકાય છે... કોઈ પણ વસ્તુના ટુકડા થઈ શકે છે. અને કોઈ પણ વસ્તુને ઓગાળી પણ શકાય છે. તેને માત્ર અલગ પ્રકારનું તાપમાન જોઈએ છીએ, પણ દરેક વસ્તુને બાળી અને ઓગાળી શકાય છે. પછી દરેક વસ્તુને ભીંજવી શકાય છે. પણ અહી તે કહ્યું છે, ન ચૈનમ ક્લેદયંતી આપો ન શોષયતી મારુત: કે ન તો તેનું બાષ્પીભવન થઈ શકે છે. તે શાશ્વતતા છે. તેનો મતલબ કોઈ ભૌતિક અવસ્થા આત્માને અસર ના કરી શકે. અસંગો અયમ પુરુષ:

વેદોમાં તે કહ્યું છે કે જીવ હમેશા આ ભૌતિક જગતના સ્પર્શ વગર રહે છે. તે ફક્ત આવરણ છે. તે સ્પર્શ નથી. જેમ કે મારુ શરીર, અત્યારે, આ શરીર, જો કે તે શર્ટ અને કોટ દ્વારા આવરિત છે, તે જોડાયેલું નથી. તે મિશ્રિત નથી. શરીર હમેશા જુદું રહે છે. તેવી જ રીતે, આત્મા હમેશા આ ભૌતિક આવરણથી અલગ રહે છે. તે ફક્ત વિભિન્ન યોજનાઓ અને ઈચ્છાઓને કારણે કે તે ભૌતિક પ્રકૃતિ પર રાજ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. દરેક વ્યક્તિ જોઈ શકે છે.